છે કોઈ એવી ભાષા? 3
છે કોઈ એવી ભાષા? 3
સેજલ અને વિશાલ એકબીજાને I love you કહેતા કહેતા જાણે અદ્રશ્ય આલિંગન આપી રહ્યા. બંને એકબીજાને મળવા તલસી રહયા. ..
વિશાલને ફરી સાથે રહેવા મનાવી ને સેજલે જાણે કે ગઢ જીતી લીધો હતો..બંને જણાં કોષો દૂર છતા પણ એકબીજામાં સમાયેલા છે..
સેજલ વિશાલ ને કહે છે કે આખા દિવસમા ફકત એક જ વખત ફોન ઉપર વાત કરવાની.. એણે સંપૂર્ણ ધ્યાન ભણવામાં, લખવામાં એની નોકરીમાં જ આપવાનું. વિશાલ આ સાંભળી ને ફક્ત એક જ વાકય બોલી શકે છે.."સેજલ, I love you મારી ગાંડી.." જયારે જયારે વિશાલ સેજલ ને I love you કહેતો ત્યારે સેજલ ખૂબ જ ઈમોશનલ થઈ જતી.એના પ્રત્યુતરમાં ફકત ને ફકત.." હા"જ બોલી શકતી. વિશાલ કહેતો, સેજલ...કયાં ખોવાય જાય છે જયારે જયારે હું તને I love you કહું છું. મારા મીઠડા...મારા વિશલા..મારા જીવલા...lv u ... lv u...કહી સેજલ એના પર પ્રેમ વરસાવતી...અનહદ પ્રેમ છે બંને વચ્ચે...સેજલ હંમેશા કહે છે..વિશલા તું તો મારો જીવ છે, ગાંડી તું મારી ધડકન છે...વિશાલ પણ ખૂબ લાડ કરતો...
આતો થઈ એમના અનહદ પ્રેમની વાત...
હવે સાંભળો એમના પ્રેમનું બીજુ પાસુ...એને હું કુરબાની કે બલિદાન ન કહીશ પણ આધારસ્તંભ કહીશ..અથવા તો "અનહદ પ્રેમ "કહીશ..
એકબીજાને માટે જ જીવવું એજ કદાચ સાચો પ્રેમ છે..એકબીજાનુ જ વિચારી એમને ખુશ રાખવું કદાચ એ જ પ્રેમ છે.. એકબીજા માટે મરવું એના કરતાં એકબીજા માટે જીવવું એ જ પ્રેમ છે...
હવે સેજલનું એક જ સપનું છે વિશાલની વિકટરી ગમે તે ભોગે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તેવી પરિસ્થિતિમાં સેજલ વિશાલનો આધાર બને છે. એવું નથી કે આખો દિવસ બંને વાત નથી કરતા..ઉઠે ત્યારથી જ એકબીજા ને મેસેજ કરીને સમય મળે એકબીજાને પ્રેમમાં ભીંજવતા રહે છે.
વિશાલ જે નોકરી કરે છે એનાથી એને સંતોષ મળતો નથી.એ તો હિમાલય ને ખૂંદવાના સપના જોનારો નોકરીમાં એવો તો ગૂંચવાઈ ગયો છે કે એ પોતાના સપના પૂરા કરવા તડપતો હોય છે. એ હંમેશા સેજલ ને કહેતો કે મારી ગવર્મેન્ટ નોકરી હોય ને તો બધા જ સપના સહેલાઈથી પૂરા કરી શકું..હજી મારે કેટલું લખવું છે..આમાં કેટલું આગળ વધવું છે..હજી મારે કેટલું ફરવું છે..હિમાલય ચડવું છે અને એટલું સફળ પણ બનવું છે...પણ સેજલ મારાથી કંઈ જ નથી થતું...ત્યારે સેજલ ખૂબ જ શાંતિથી એને સાંભળે છે અને હંમેશાની જેમ એની ઢાલ બનીને હિંમત આપવા ઊભી રહી જાય છે..
ઈચ્છાઓ ને તારી મહેચ્છાઓમાં ફેરવ
વિશાળ દરિયો છે તું...આમ કંઈ અટકાય??
ભરતી અને ઓટ તો તારી ઓળખ છે ...
આમ કંઈ ઢીલા પડાય..?
છે અમાસની કાળી રાત તો શું થયું..!?
પૂનમ આવવાની કયાં વાર છે???
વિશાળ હૈયું તારું, વિશ્વ એમાં સમાય,
પછી કયાં અધૂરા કે પાછળ રહેવાની વાત છે???
રાખ ધીરજ,હૈયામાં હામ રાખ..
થોભવુ એ તારો સ્વભાવ નથી,
તો સ્વભાવ વિરુદ્ધ કેમ જવું??
તારા કિનારે બેસી સ્વર્ગ પ્રાપ્તિની અનુભૂતિ થાય છે
પછી કયાં ઓછાપણાની વાત છે.??
તો ઉઠાવ તારી લહેરો, લાવ એમાં તરંગ
ચૂમી લે આભ ને, લાવ તારામાં જોમ,
અગર જોઈએ જો તને મારો સાથ
કર એક અવાજ, કિનારે જ બેઠી છું તારા
પછી કયાં એકલા ચાલવાની કે રહેવાની વાત??
વિશાલ દરિયો છે તું તો આમ કંઈ અટકાય???...
સેજલની કવિતા સાંભળી વિશાલ ખરેખર ખૂબ ખુશ થઈ જાય છે. આમ પણ એ સેજલની કવિતાનો દિવાનો છે.
સેજલ વિશાલ સાથે જયારે પણ વાત કરે છે ત્યારે ખૂબ જ સ્ટ્રોંગલી બિહેવ કરે છે જેથી કરીને વિશાલ ખુશ રહે...અને વાંચવામાં જ ધ્યાન આપે.. વિશાલ gpscની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.. આમ તો પરીક્ષા છે gpscની જ પણ સાથે સાથે વિશાલ અને સેજલના પ્રેમની પણ કસોટી છે. એ પરીક્ષા ખાતર બંને એકબીજાને મળતા પણ નથી, ફોન પર વાત ઓછી કરે છે..પોતાના પ્રેમને જીતાડવા પણ આ પરીક્ષામાં પાસ થવું એ જ વિશાલનો જાણે ધ્યેય બની ગયો છે. વિશાલ નોકરી સાથે પણ ખૂબ વાંચે છે, ને સેજલ નિ:સ્વાર્થ ભાવે રાત દિવસ એને સાથ આપે છે. બંને એકબીજાને ખૂબ સાચવે છે..બે જુદા શરીર પણ આતમ તો એક જ છે.. દૂર છતાં પાસે હોવાના એહસાસ સાથે બંને પોતાના પ્રેમ ને રોજ જ ઉજવતા રહે છે..
કંઈપણ કહ્યા વિના, કંઈપણ જતાવ્યા વિના ૨૧મી સદીમાં આવો પ્રેમ શકય છે?? જેમાં મેળવવાનું તો કંઈ જ નથી, ફકત ને ફકત આપવું જ...બંધન કયાં છે??ફક્ત મુક્તિ... છતાં એક...
આ બંધન કયાં છે??
આતો ઋણાનુંબંધ છે...
પ્રેમ ને કયાં બંધન હોય છે???
એતો મુક્ત હોય છે..
વળી,
જયાં બંધન હોય ત્યાં પ્રેમ કયાંથી??
અને
જયાં પ્રેમ હોય ત્યાં મુક્તિ કયાંથી..???
To be continue...