છે કોઈ એવી ભાષા???(2)
છે કોઈ એવી ભાષા???(2)
કલાકો સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત નથી થતી..ફકત બંનેના હૈયા રડે છે ને આંખો બોલે છે..બંને એકબીજાનો હાથ એકદમ ફીટ પકડીને પ્રેમ વરસાવતા રહે છે.
વિશાલ-સેજલ!!??
સેજલ તરત જ,..હા વિશાલ.!! બોલ ને મારા વાલા..
સેજલ તું કયાં સુધી મારી રાહ જોઈશ!!????કયાં સુધી??
સેજલ - હા જોઈશ હું તારી રાહ...
અંત સુધી જોઈશ તારી રાહ...
મળશુ આપણે પણ જલદી!
હા હું જોઈશ એની રાહ..
રાહ તો હું જોઈશ તારી..
પણ,મળશે રાહ મને મારી????
સેજલ વિશાલને પોતાની લાગણીને કવિતા રૂપે પ્રગટ કરે છે..
વિશાલ પણ કંઈ પાછળ પડે એમ નથી..એ પણ ખૂબ સરસ કવિતાઓ અને આર્ટીકલ લખે છે..
વિશાલ પ્રેમથી સેજલનો હાથ પકડીને...
એક ચાહ છે બેવની,
અને અલગ રાહ છે,
એકને કરવો સર દરિયો,બીજાને હિમાલય,
ડીલ અલગ છે પણ દિલ એક છે,
રાહ અલગ પણ ચાહ એક છે,
હૈયા અલગને,શ્વાસ એક છે..
(કવિ)
સેજલ અને વિશાલ ઘણી વખત ડુએટ (duet)કવિતાઓ લખતા અને "કવિ" નું ઉપનામ આપી પોતાના પ્રેમ ને માણતા..
પ્રેમમાં ગળાડૂબ બંને હંમેશા એકબીજાનું જ વિચારતા..
ઉપરના કાવ્યાત્મક સંવાદ પતાવી પોતાની સંવેદના ને લઈ એકબીજાને I love u કહી જેમ તેમ હાથ છોડી ને છૂટા પડે છે.
હાથ છૂટયા પણ સાથ કયાં છૂટયા હતા!!????
વિશાલ ગમે તે કહે પણ સેજલ આમ જ કંઈ હાથ અને સાથ છોડે એમ ન હતી. બે દિવસ સેજલ અને વિશાલ ખૂબ તડપે છે એકબીજા માટે. નથી રહી શકતા બંને એકબીજા વગર..સેજલ એના પ્રેમને ટકાવી રાખવા વલખાં મારે છે..સામે વિશાલ પણ મક્કમ મન કરીને સેજલથી દૂર જવાની જ વાત પર અડગ રહે છે. સેજલ એની જીદને માન આપીને છેલ્લી વાર પૂછે છે,
વિશાલ તું હા કે ના માં જ જવાબ આપજે, તારે મારી સાથે રહેવું છે કે નહીં ??? વિશાલ કહે, રહેવુ પણ છે અને નથી પણ ..
ના વિશાલ...તું સરખું કે, તારે રહેવું છે કે નહીં??? વિશાલના રુડિયામાં પારાવાર પીડા થાય છે,સેજલ એ અનુભવે છે.
કરાવે છે ઝઘડા
ચિંતા એકમેકની
આતે કેવી પ્રિતની રીત
એ ન સમજાણી..
વિશાલ મક્કમ મન કરીને કહે છે કે, હા સેજલ મારે નથી રહેવું તારી સાથે. તું તારી જાતને સાચવ જે...એમ વિશાલ લાગણીશીલ વાતો કરવા જાય છે ત્યાં જ સેજલ એને અટકાવી દે છે..ફકત એ જાઉં એવું કહી વિશાલનો ફોન નંબર ડિલીટ કરી નાખે છે, એટલે વિશાલને સેજલ નો વોટ્સઅપ ડીપીમાંનો ફોટો દેખાતો બંધ થઈ જાય છે.એ સેજલને એનો ફોટો રાખવા કહે છે પણ સેજલ એને જવાબ આપી શકે એ હાલતમાં નથી હોતી. નથી એ કહી શકતી કે નથી વિશાલ વગર રહી શકતી. બસ રડયા કરે છે..પોતાનુ મોઢું ઓશિકા મા દાબી ને છૂટે હૈયે રડે છે.બસ એના મનમાં જાણે કે વિશાલના નામના જપ ચાલે છે.વિશાલનો નંબર હોય તો ફોન કે મેસેજ થાય ને!! આમ વિચારી નંબર કાઢી નાખે છે,હવે એ વિશાલ માટે પરિસ્થિતિ વધુ ખરાબ નથી કરવા માંગતી..
બંને જણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર એકબીજાની સ્ટોરી જોતાં જાય અને જીવ બાળતા જાય છે..
સેજલ ઇન્સ્ટાગ્રામ પર આમ જ સમય પસાર કરતી હોય છે ત્યાં રાધા કૃષ્ણનો ફોટો જોવે છે તેના પર લખેલું હોય છે,
"તમે ભલે કોઈ ના થી દૂર થઈ જાઓ પણ તમારો ડીપીમાં રહેલો ફોટો ન કાઢતા ,કારણ એને જોઈ ને કોઈ જીવતું હોય છે "
ત્યાં એને વિશાલના વાકયો યાદ આવે છે.એ બાવરી થઈ જાય છે એનાથી સહન નથી થતું એણે અજાણતાંમાં વિશાલનું કેટલું દિલ દૂભાવ્યુ...એ વિચાર એને ગાંડી કરી મૂકે છે,જેમ તેમ પોતાની જાતને સંભાળીને એક ડગલું ભરવા પગ ઉપાડ્યા ત્યાં જ જાણે એ અટકી ગઈ. એ બાવરી બાવરી વિશાલનો નંબર શોધવા માંડે છે.એને કશે પણ નંબર મળતો નથી.. રડતી જાય અને વિશાલનો નંબર શોધતી જાય, પોતાની જાતને કોસતી જાય,પોતાને જ ધિક્કારતી જાય. ત્યારે જ એને યાદ આવે છે કે ટ્રયુંકોલર માં હશે જ. ઘણાં બધાં નંબરો જોઈ ને સેજલ પારાવાર મૂંઝાય છે, હવે એણે અજાણતામાં વિશાલને આપેલા દુ:ખની અગ્નિમા બળે છે. આખરે આશરે વિશાલનું જ નામ દઈ ને એક નંબર પર ટચ કરે છે.નંબર ડાયલ થાય છે ત્યાં જ વિશાલનું નામ ડિસ્પ્લે થાય છે, એ રાજીની રેડ થઈ જાય છે પણ પછી એ ફોન કટ કરી નાખે છે .
સેજલ વિશાલ ને કવિતા લખી મોકલાવે છે..
તારા થકી જ તો હું છું..
અને મારા થકી તું..
એકમેકમાં ભલે ભળ્યા નથી
પણ આતમ એક જ તારો ને મારો..
તું મારો જીવ તો હું તારી ધડકન ..
મારા થકી જ ચાલે સંસાર આ તારો..
આવ પરોવી લઈએ હાથ..
છૂટશે ના કદી આ તારો ને મારો સાથ..
રહેશે અમર પ્રણય તારો ને મારો..
ઉજવશું પ્રણય તારો ને મારો..
તારા થકી જ તો હું જીવું છું
મને હંમેશાં ખુશ અને ફરી જીવતી કરવામાં જીવ રેડયો છે તે તારો...
વિશાલ એને સરસ સરસ કહી પ્રતિસાદ આપે છે. સેજલ વિશાલનો મેસેજ વાંચતાંની સાથે જ રડી પડે છે. હજી રહી રહી ને એના મનમાં વિશાલ સાથે રહેવાનાં જ વિચાર આવે છે. બંને જણ મેસેજથી ઔપચારિક વાતો કરે છે. બંને ને હૈયે હવે હાશ થઈ છે.સેજલ વિશાલને પોતાના પ્રેમ ને એક ચાન્સ આપવા આજીજી કરે છે. એ વિશાલની બધી જ શરતો માનવા તૈયાર છે ફકત એને એ પ્રેમ કરતા પોતાની જાત ને રોકી શકતી નથી એમ જણાવે છે.સામે વિશાલ પણ એના વિના અધીરો અને અધૂરો હોવાનું મનોમન કબૂલે છે. સેજલ વિશાલની સામે પોતાના પ્રેમની ભીખ માંગે છે..કેટકેટલા જતન કરે છે સેજલ વિશાલ ને I love you ...I lv u.....I lv u.... નથી ખબર કેટલી વાર લખે છે આખરે "કવિ" એટલે કે સેજલ અને વિશાલના પ્રેમની જીત થાય છે ને આખરે વિશાલ સેજલ ને I love you મારી ગાંડી એમ કહે છે..બંનેની આંખોમાં આનંદના આંસુ આવે છે.બંને જણ ફોન હાથમાં પકડીને બેસી રહે છે કંઈ જ બોલતા નથી.એ બંનેના પ્રેમ માત્ર ને માત્ર એક જ સાક્ષી એવા ચંદ્ર એમના પ્રેમને વધાવી લે છે..
તું મારા માં
ને હું તારા માં..
પછી કયાં મઝા ભૂલવામાં!
To be continue.....