STORYMIRROR

Janakbhai Shah

Classics Children Tragedy

4  

Janakbhai Shah

Classics Children Tragedy

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 8

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 8

4 mins
29.9K


બટેટા વીણવાનું કામ મારા એકલાન

બટેટા વીણવાનું કામ મારા એકલાને માથે આવ્યું હતું.

હવે ગોકળગાય, બટેટા વગેરે વીણવાનું કામ મારા એકલાને માથે આવ્યું હતું. પણ મેં પીછેહઠ ન કરી. એકલતાનો પડકાર મેં હસતે મોંએ ઝીલી લીધો. એક ટોપલી મારી ગરદને લટકાવીને લઈ જવાનો મેં પ્રયત્ન કર્યાે. પણ ટોપલી મોટી હોવાને કારણે હું ઘૂંટણીએ ચાલતો ત્યારે તે જમીન પર અફળાતી અને મને ચાલવામાં મુશ્કેલી પડતી. છેવટે મેં બીજો પ્રયત્ન કર્યો. ટોપલી મારી આગળ ફેંકી હું તેની પાછળ સરકીને જવા લાગ્યો. ખોદવાનું છોરીયું હું મોઢામાં પકડી રાખતો. બટેટા વીણાઈ જતા ત્યારે ટોપલીને દોરી બાંધી ધીમે ધીમે હું ઝૂંપડીમાં ખેંચી જતો. તે વખતે હું ખૂબ જ થાકી જતો. છતાં ગમે તેમ કરીને હું સાંજ સુધીમાં ટોપલી ભરી બટેટા લઈ આવતો.

પાણી સિંચવા લોઢાની ડોલ સાથે હું દોરડું બાંધતો. દોરડાનો એક છેડો હું મારી ડોક સાથે બાંધી દેતો. ઘણીવાર તો પાણી સિંચતા દોરડાને કારણે મારી ગરદન છોલાઈ જતી અને તેમાંથી લોહી નીકળતું. તેમ છતાં હું એક કૂંજા જેટલું પાણી સિંચી કાઢતો. તે વખતે હું મારા મનમાં ગર્વ અનુભવતો અને મનોમન મા ને કહેતો, ''મા, હવે હું તારો અપંગ અને નબળો દીકરો નથી.'' ખરેખર હું હવે હું નિઃસહાય કે બિચારો છોકરો ન હતો. કોઈના પર આધાર રાખી, ઓશિયાળા બનવાના દિવસો મારા માટે જતા રહ્યા હતા.

ખેતરમાંથી મીઠા બટેટા કે બીજું કાંઈ ખાવા ન મળતું ત્યારે હું સુકા બટેટાથી મારું ગુજરાન ચલાવતો. હવે તો મેં મારી ઝૂંપડી આજુબાજુ લીલું કોળું અને લીંબુડી વાવી હતી. ધીમે ધીમે બીજાં શાકભાજી પણ વાવતો જતો હતો. ખાબોચિયામાંથી હું માછલીઓ અને બતકો પકડી લાવતો. તીડની ઋતુમાં હું તીડ પકડી લાવતો અને તેની પાંખો પકવીને ખાતો. તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી.

મારું આ જીવન સખત અને એકાકી હોવા છતાં તે એકાકીપણાની દરેક કઠિન પળોનો હું સ્વસ્થતાથી સામનો કરતો. આ રીતે કઠિન પરિસ્થિતિનો સામનો કરી જીવન જીવતાં મને જોઈ મારા મા-બાપનેે નિરાંત થઈ. આથી તેઓએ નચિંત મને એકલો છોડી દીધો.

અચાનક, મારા નિવાસ દરમિયાન ત્રીજા ઉનાળાના એક દિવસે વાદળો ઘેરાવા લાગ્યા. મરઘીઓ બધી બેચેન બની ગઈ. તેમને ઝૂંપડીની બાજુમાં આવેલ મરઘાઘરમાં પૂરી રાખવાનું કામ અઘરું બન્યું. આ વંટોળિયાનો અણસાર હતો. થોડા જ સમયમાં નક્કી તોફાન થવાનું હતું.

મેં સમયસૂચકતા વાપરી, ઘૂંટણીયે ચાલતા ચાલતા ઝૂંપડીની પાસે આવેલ એક ઝાડ સાથે મારી ઝૂંપડીને મજબૂત દોરડાથી બાંધી. મરઘાઘર પણ મેં બરોબર બાંધ્યું. થોડીવારમાં જોશભેર પવન ફુંકાવા વાગ્યો. સાથોસાથ વરસાદ પણ શરૃ થયો. ઝંઝાવાતમાં તૂટતી વસ્તુઓના અવાજો આવવા લાગ્યા. હું મારી ઝૂંપડીની એકબાજુથી મજબૂત દીવાલ સાથે ચીટકી રહ્યો હતો. ઝૂંપડીમાં પાણી ટપકવા લાગ્યું હતું. પવનના ઝાપટાથી છાપરા પરનું ઘાસ ઊડી ગયું હતું અને પાણી ઝૂંપડીમાં ટપકવા લાગ્યુ હતું. પવનના એક મોટા ઝાપાટાએ મરઘાઘરને ઊડાડી મૂક્યું. મરઘાઓનો કરુણ ચિત્કાર અને મોટેથી કાંઈક તૂટવાનો અવાજ સંભળાયો. વધું વિચારું તે પહેલાં તો પવનના બીજા ઝપાટાએ મારી ઝૂંપડી પરનું વધ્યું ઘટ્યું ઘાસ પણ ઊડાડી મૂક્યું. બહાર થતી ભયંકર હોનારતનો અવાજ સાંભળી મારો ફફડાટ વધી ગયો. હું મજબૂત દીવાલ સાથે વધુ ચીવટતાથી ચીટકી ગયો.

વરસાદનું જોર વધવા લાગ્યું હતું. ઝૂંપડીમાં પાણી વધવા લાગ્યું હતું. ઠંડીથી હું ધ્રૂજતો હતો. આખરે પરોઢ થયું. ઝાંખા પ્રકાશમાં મેં જોયું તો મોટાભાગના મરઘાઓ પાણીમાં તણાઈ ગયા હતા. વરસાદ તો અનરાધાર વરસ્યે જતો હતો. ઝૂંપડીમાં પાણી ભરાઈને મારા સાથળને સ્પર્શતું હતું ત્યારે મહામહેનતે હું ઝૂંપડીના બારસાખ પર ચઢ્યો. મારી આજુબાજુની જમીન પાણીમાં હતી. મને લાગ્યું કે આ બારસાખના આધારે હવે હું લાબું જીવી શકીશ નહિ. પાણીના આ જોરથી ઝૂંપડીનો બચેલો ભાગ ક્યારે ધરાશયી બને તે કહેવાય તેમ ન હતું. ડૂબતો માણસ તરણું ઝાલે તેમ ઝાડની લટકતી ડાળી પકડી હું ટીંગાયો. ત્યાંજ મારી ઝૂંપડી કડકભૂસ કરતી તૂટી પડી. કેટલાંક મરઘાઓ ઝૂંપડીને ચીટકી રહ્યા હતા તે પણ પાણીમાં તણાવા લાગ્યા.

મહામહેનતે હું ડાળી પર ચડી શક્યો. થોડીવારમાં જે ડાળી પર હતો ત્યાં સુધી પાણી પહોંચવા આવ્યું હતું. મદદ માટે મેં બૂમો પાડી. પણ મારી બૂમ સાંભળનાર કોઈ હોય તો જવાબ આપે ને ! મારા મૃત્યુની ઘડીઓ ગણાતી હોય તેમ લાગ્યું.

પણ મોત આટલું સહેલું ન હતું. સદ્નસીબે મેં જોયું તો મારો પાંચમાં નંબરનો ભાઈ અને પિતાજી એક મોટા લાકડાના પાટિયાના આધારે મારી તરફ આવી રહ્યા હતા. થોડીવાર તો તે સ્વપ્ન હોય તેમ લાગ્યું. પણ ના તે હકીકત હતી. હું અતિશય થાકી ગયો હતો. ક્યાંયથી કોઈ સહાયની આશા ન હતી. પણ અચાનક મારા પિતા અને ભાઈના આગમને એકદમ ડૂમો ભરાઈ આવ્યો. હું એકપણ શબ્દ બોલી ન શક્યો. આંખમાં આંસુ સાથે તેઓએ મને ચૂમી લીધો. પિતાજી મને ઊંચકીને પેલા તરતા પાટિયા પર ભાઈ પાસે લઈ ગયા. મારા ભાઈએ મને થોડું ખાવાનું આપ્યું. મારા પિતાજી થોડી-ઘણી બચેલી મરઘી શોધવા ગયા. બન્ને ભાઈ એક બીજાને ચીટકી પિતાજીની રાહ જોવા લાગ્યા.

તે સાંજે વરસાદ કાંઈક ધીમો પડ્યો. સૂર્યનો પ્રકાશ થોડો થોડો દેખાવા લાગ્યો. પિતાજી મરઘીઓ શોધવા રોકાયા અને ભાઈ મને પીઠ પર ઊંચકીને ઘેર લઈ આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics