Janakbhai Shah

Classics Children

3  

Janakbhai Shah

Classics Children

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત. 7

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત. 7

1 min
7.2K


માદરે વતન.

લગભગ દોઢ વર્ષ હું ઘરથી દૂર રહ્યો હોઈશ. એ સમય દરમિયાન મારી માએ બીજા બે બાળકોને જન્મ આપ્યો હતો. અમારું કુટુંબ પહેલા કરતાં વધુ ને વધુ ગરીબ બન્યું હતું. આમછતાં હું મારા ઘરે આવીને વધુ ખુશ થયો હતો. હજી પણ મને ચાઓ કાકાની અને લીલીની યાદ સાલતી હતી. ઘરમાંથી હું બહાર નીકળતો ત્યારે બધા બાળકો મારી મશ્કરી કરતાં અને મને 'લંગડો' કહીને ચીડવતાં. કોઈક વાર તો વળી મારા પગ પર પગ મૂકીને તેઓ ચાલતા અને મને ગોળ ફેરવતા. આ બધાથી ત્રાસીને મેં ઘર છોડવાનો વિચાર કર્યો વળી તે બધાની બીકે ઘરમાં પણ ક્યાં સુધી ગોંધાઈ રહેવું ગમે ? આખરે એક દિવસ મેં મારા મા-બાપ પાસે ઘર છોડી બીજે ચાલ્યા જવાની રજા માગી. ગામથી દૂર થોડે દૂર અમારો એક નાનો જમીનનો ટુકડો હતો. મને ત્યાં રહેવાનું મન હતું. મને ચીડવતા છોકરાઓ, મને તિરસ્કારતા વડીલો અને મોટા થતા બીજાં નાના ભાઈ-બહેનથી કંટાળીને હું ઘર છોડવા ઇચ્છતો હતો. મારે મારું વ્યક્તિત્વ સ્વતંત્ર રીતે ઘડવું હતું. મેં મારી માને કહ્યું, ''હું હવે આઠ વર્ષનો ઢાંઢો થયો છું. મારે કોઈની દયા પર જીવવું નથી.''


Rate this content
Log in

Similar gujarati story from Classics