Janakbhai Shah

Classics Children

3  

Janakbhai Shah

Classics Children

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 5

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 5

4 mins
7.5K


નવા સાથી.

નસીબયોગે અમારી પાસે કોથળીમાં પૈસા હતા. ભૂખ લાગવાથી હું બાજુના એક રેસ્ટોરામાં જમ્યો અને રાત્રે હું અને લીલી મંદિરમાં સૂતા.

ચોથા દિવસે ચાઓ કાકાના કાંઈજ સમાચાર ન મળતાં હું ભયભીત બન્યો. કોથળીમાંના પૈસા ખૂટી જતા હું શું કરીશ એ વિચારે મને વધુ ચિંતામાં મૂકી દીધો. ત્યાંજ અચાનક મારા મનમાં જાતે ખેલ કરવાનો વિચાર સ્ફૂર્યાે.

તે દિવસે સાંજે મેં અને લીલીએ ઝાડ નીચે ખેલ બતાવ્યો. ઘણું મોટું ટોળું ખેલ જોવા એકઠું થયું હતું. બધાં લોકોને મારા પર દયા આવી. ત્રાંબાના સિક્કાઓનો જાણે વરસાદ વરસ્યો.હું અને લીલી પૈસા તરફ જોતા હતા ત્યાં કોઈ જગ્યાએ આગ લાગી. પ્રેક્ષકો તેને ઓલવવા દોડી ગયા. ફક્ત બે તગડા માણસો જ ત્યાં રહ્યા. તેઓ મને પૈસા એકઠા કરવામાં મદદ કરવા લાગ્યા. અમે સામાન એકઠો કરવામાં રહ્યા ત્યાં જ તે તગડા માણસો બધા પૈસા લઈને રફુચક્કર થઈ ગયા.

એકલો અટૂલો નિઃસહાય બનીને હું જમીન પર ફસાડાઈ પડ્યો. ચાઓ કાકાના કાંઈ સમાચાર ન હતા. મારા પૈસા ચોરાઈ ગયા હતા. હવે મારી પાસે લીલી અને સાઈકલ બાકી બચ્યાં હતાં.

રડીરડીને હું થાક્યો અને હીબકાં ભરતો ત્યાંજ ઝોકા ખાવા લાગ્યો. હું અર્ધી ઊંઘમાં હતો ત્યાં મને બે કાંસકીઓ વેચનારી સ્ત્રી દેખાઈ. એક યુવાન સ્ત્રીએ તેના ખભાપર એક કાવડ જેવું રાખ્યું હતું. બન્ને બાજુએ એક એક ટોપલી લટકતી હતી. તેણે માથા પરનું વજન નીચે ઊતાર્યું અને કાવડ નીચે મૂકી થાક ખાવા બેઠી. બીજી સ્ત્રીનું ધ્યાન મારા પગ તરફ ગયું. તેણે મને પૂછ્યું, ''શું જન્મથી જ તારા પગ આવા છે ?''

મેં ડોકુ ધુણાવી હા પાડી. પણ હું રડી પડ્યો. મેં માંડીને મારી વાત કરી. ચાઓ કાકાના પકડાઈ જવાથી અને અમારા પૈસા છીનવાઈ જવાની અથથી ઇતિ વાત કરી. મારી વાત સાંભળી બન્ને સ્ત્રીઓને મારા પ્રત્યે સહાનુભૂતિ થઈ. તેમણે મને કહ્યું, ''ભલે, તું અમારી સાથે રહેજે.'' તેમણે કાવડના એક બાજુએ કાંસકીઓ, રંગીન દોરાઓ, બટન, સ્કાર્ફ અને બીજી વસ્તુઓ ભરી. એક બાજુ લીલીને બેસાડ્યો અને બીજી ખાલી કરેલ બાજુમાં મને બેસાડ્યો. આ બન્ને સ્ત્રીઓ એક ગામથી બીજે ગામ તેમનો માલ વેચતી. તેમના આ વેપારમાં અમને બન્નેને પણ લાગણીથી સંભાળવા લાગી.

બે કાંગસીઓ વેચનારી સ્ત્રીઓેએ એક બાજુ લીલીને બેસાડયો અને બીજી ખાલી કરેલ બાજુમાં મને બેસાડયો.

મને સહારો મળ્યો હોવા છતાં ચાઓ કાકાના ચાલ્યા જવાથી મારો ઉત્સાહ ઓછો થઈ ગયો હતો. હું મારા ભાવિ વિષે કલ્પના પણ નહોતો કરી શકતો. જોકે આ બન્ને સ્ત્રીઓનું વર્તન અમારા પ્રત્યે માયાળું હતું. તેઓ અમને પૂરતું અને સારું ખાવાનું આપતી. તે બન્ને અભણ અને ગામડીયણ બાઈઓ હતી. બન્ને એકબીજા સાથે ઝગડતી ત્યારે એકબીજાના વાળ ખેંચવા સુધી ઝગડતી પણ બન્નેમાં સુમેળ હોય ત્યારે માછલી અને માંસ ખરીદી સારું ભોજન જમતી.

શરૂઆતમાં તો અમે બન્ને આ લોકોની સાથે બરાબર ગોઠવાઈ ગયા હતા. જોકે ચાઓ કાકાની સાથે જેટલું અમે કમાતા તેટલું તો અત્યારે કમાઈ શકતા નહિ. અમે એક રોગગ્રસ્ત ગામમાં આવ્યા ત્યારે તો અમારી કમાણી સાવ ઘટી ગઈ. ત્યાંથી અમે બીજા ગામ ગયા. ત્યાં પણ લોકોની એજ દશા હતી. વધુ સમય તે ગામમાં રહેતાં મોટી સ્ત્રીને તે રોગ લાગુ પડ્યો. તેની દવા કરવા માટે અમે અમારી એક પૈડાવાળી સાઈકલ વેચી દીધી. તેના કારણે અમારો ખેલ જોવાવાળાની સંખ્યામાં ઘટાડો થયો. ઘોર નિરાશામાં અમે બીજે ગામ ગયા.

અહીંયાં આવી પહોંચતાં મેં મનોમન આશા રાખી હતી કે અહીંયાં તો ત્રાંબાના સિક્કા વરસાદનાં ફોરાંની જેમ વરસવા લાગશે. પણ..... અફસોસ ! તે ગામના એક પણ કુટુંબે અમને એક રાત રહેવા આશ્રય પણ ન આપ્યો ! છેવટે ગામનું મંદિર અમારા માટે આશ્રય સ્થાન બન્યું. અમે મંદિરના પાછલા ભાગમાં ઘાસમાં પડ્યા રહ્યા. તે જગ્યામાં એક ભિખારીઓનું ટોળું એઠું ખાવાનું લઈને ગાવા બજાવવાના સાધનો સાથે પડ્યું હતું. કેટલાક ભિખારીઓ પાસેથી તો દુર્ગંધ આવતી હતી. આ જગ્યા પર મચ્છરો પણ પુષ્કળ પ્રમાણમાં હતા. મારું આખું શરીર મચ્છરોના ડંખથી વીંધાઈ ગયું હતું. તે રાત કાઢવી મારા માટે અસહ્ય બની.

છેવટે કૂકડો બોલ્યો. આ ગંદી જગ્યાએથી છૂટકારો મળતાં નિરાંત થઈ. ત્યાંથી માંડ થોડું ચાલ્યા હશુ ત્યાંજ આશ્ચર્ય પામી પાછળ ફરીને જોયું તો ભિખારીઓ લાકડીઓલઈને અમારી તરફ દોડ્યા આવતા હતા. પાસે આવતાં જ તેઓએ અમારો સામાન આંચકી લીધો. અમે તેમની વસ્તુઓ ચોરી લીધી છે તેવો આરોપ મૂકવા લાગ્યા. અમારા સામાનમાંથી તેમને બે સિક્કા અને લીલીના કોટમાંથી ખોરાકના એકાદ બે ટુકડા મળી આવ્યા. કેટલાક ભિખારીઓ લીલીને મારવા લાગ્યા અને સામાન વેર વિખેર કરવા લાગ્યા.

બન્ને સ્ત્રીઓ તેમના ગુસ્સાને હવે કાબૂમાં રાખી શકી નહિ. વાંસની લાકડી લઈને પેલી યુવાન સ્ત્રી એક તગડા માણસ સામે થઈ. પેલો માણસ ચીસ પાડી ઊઠ્યો. ઝીંથરા વાળ વાળી એક કદાવર ભિખારણ આ જોઈ ગઈ. ગુસ્સે થઈને તેણે એક મોટી ઈંટ લીધી અને આ યુવાન સ્ત્રીના માથામાં ઝીંકી. તે યુવાન સ્ત્રી નીચે પટકાઈ પડી અને ત્યાં ને ત્યાંજ મૃત્યુ પામી. તેને મરી ગયેલ જોઈને ભિખારીઓ ત્યાંથી પોબારા ભણી ગયા.

આ ડરામણા અને અશુભ પ્રસંગ પછી પેલી ઉંમરલાયક સ્ત્રી મને અપશુકનિયાળ ગણવા લાગી. તે એમ માનતી હતી કે ચાઓ કાકાની ધરપકડ માટે હું જ જવાબદાર હતો. ત્યાં આ મૃત્યુના પ્રસંગથી મારા પ્રત્યે વધુ પૂર્વગ્રહ બંધાયો. અમારા પ્રત્યેની તેની લાગણી નફરતમાં ફેરવાઈ ગઈ. એક રાત્રે તે સ્ત્રી અમને ઊંઘતા મૂકીને ચાલી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics