STORYMIRROR

Janakbhai Shah

Classics Children

3  

Janakbhai Shah

Classics Children

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 4

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 4

1 min
14.6K


તમાશેબાજની જિંદગી

...આશ્ચર્યથી હું બેઠો થયો અને મારી બાજુમાં મેં પેલા વૃદ્ધ માણસને સૂતેલો જોયો. તો શું મારા મા-બાપે મને આ વૃદ્ધના કબજામાં સોંપી દીધો હતો ? કે પછી આ ઉઠાવગીર મને ઉઠાવી લાવ્યો હતો ? મને શંકા ગઈ. મારી બહેન મને ઘણીવાર કહેતી કે ઉઠાવગીરો બાળકોના માથા પર હાથ મૂકીને એમની યાદદાસ્ત ગુમાવરાવે છે, અને પછી બાળકો તેમની પાછળ પાછળ દોરાય છે. પછી આ ઉઠાવગીરો બાળકોનાં કાળજા અને જઠર ખાઈ જાય છે.

આ વિચારથી હું કંપી ઊઠ્યો. અતિશય ડરના કારણે હું ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો. વૃદ્ધ માણસ જાગી ગયો અને મૃદુતાથી બોલ્યો, ''રડીશ નહિ બેટા ! હું તારા માટે ઘણું બધું ખાવાનું લાવીશ. તને સુંદર કપડાં પહેરાવીશ, તને વાંચતા-લખતા શિખવીશ.''

''મારે કાંઈ જોઈતું નથી. મને મારી મા લાવી આપો.'' મેં આવેશમાં આવી જઈને કહ્યું.

''જો. આપણી લીલી તને બોલાવે.'' મને સાંભળ્યા વગર વૃદ્ધે સ્મિત કરતાં કહ્યું. મેં જોયું તો માંકડું તેના હાથ અને માથું હલાવીને મારો ડર દૂર કરવા પ્રયત્ન કરતું હતું. તેના આ નખરા જોઈને હું ખડખડાટ હસી પડ્યો.

ચાઓ કાકા (Uncle Chao)મા-બાપની અને ઘરની યાદ ભૂલાવવા ખૂબ પ્રયત્ન કરતા હતા. મને આવી મુસાફરી ગમી જાય અને તેમની દવા વેચવામાં હું મદદરૃપ બનું તેવું તે ઇચ્છતા. પહેલી રાત્રે હું નિરાંતે ઊંઘી શક્યો નહિ. પરંતુ ધીમે ધીમે ચાઓ કાકાના લાગણીભર્યા વર્તને મારું દિલ જીતી લીધું. લીલીના માનવીય વર્તનને જોઈને મેં મારા આ નવજીવનને સહર્ષ સ્વીકારી લીધું.


Rate this content
Log in

Similar gujarati story from Classics