Janakbhai Shah

Classics Inspirational

4  

Janakbhai Shah

Classics Inspirational

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 3

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 3

4 mins
14.4K


વૃદ્ધ એવા ચાઓ કાકા અને માંકડું

બીજા બાળકોની જેમ આઠ-નવ મહિના સુધી પેટ ઢસડીને હું સરકતો હતો. પરંતુ પછી પણ સુધી એમજ ઢસડાઈને ચાલતો રહ્યો. મા જ્યાં જતી ત્યાં તેની પાછળ હું ઢસડાઈને જવા પ્રયત્ન કરતો. પાડોશીના ઘરે મા જતી તો મને સાથે લઈ જતી. કોઈ મારા પગને અડવા પ્રયત્ન કરતું તો હું મારા પગ માના વસ્ત્રોમાં છુપાવી દેતો.

પ્રાણીની માફક હું માથું નીચું કરીને હાથ અને ગોઠણથી ઢસડાઈને ચાલવા પ્રયત્ન કરતો. ધખધખતા ઉનાળાની ખૂબ તપેલી રેતી પર અને પાનખરના કાદવમાં પણ હું આ રીતે ભાખોડિયે ચાલ્યો હતો. આ સફર દરમિયાન મેં અસહ્ય વેદના સહન કરી હતી. મેં ઘણું બધું જોયું હતું. ભાખોડિયા ચાલતા ચાલતા મેં કાંકરાઓ, તૂટેલી ટાઈલ્સ અને અસંખ્ય નકામી ચીજો ગણી હતી. છાણ અને નાની-મોટી અસંખ્ય જીવાતોના શબોની દુર્ગંધ મેં લીધી હતી. મારી પાછળ મને ચીડવતા દોડ્યા આવતા બાળકોના અવાજો અને મોટેરાઓને આ કમનસીબ બિચારા લંગડાને ચીડવવાની મનાઈ કરતા મેં સાંભળ્યા હતા. ઘણીવાર આ પરિસ્થિતિથી થાકીને ભાખોડિયે ચાલતા ચાલતા અટકીને હું વિચારતો, ''શું આખી જિંદગી આમજ વીતાવવાની?''

સાંજે બાળકોને હસતાં-રમતાં અને કૂદતા જોતો અને એકલા બેઠા બેઠા તેમના હાસ્યમાં હું ભાગ પડાવતો. કોઈક વખત તો છાનો માનો હું ઊંચા ઘાસમાં કબૂતરોને પકડવા કે ચામાચિડીયાના અનિયમિત ઉડ્ડયનો જોવા સરકી જતો. અમારું ગામ એક તળાવના કિનારે વસેલું હતું. મોટાભાગના ગામના હંસો અને બતકો તે તળાવમાં રહેતા. રોજ સાંજે મારી બીજા નંબરની બહેન ખેતરેથી આવીને મને ઊંચકી તળાવે લઈ જતી. હંસોના અનેક ઝૂંડો એક કાંઠેથી બીજા કાંઠે તરતા અને પાણી ઉછાળતા. ગામની ભેંસો માથું ધુણાવીને તળાવમાં પડતી. કિનારા પરનાં વૃક્ષની ડાળીઓ પર નાના નાના પક્ષીઓ છુપાઈને જોતાં અને તે વૃક્ષના મથાળેથી ચંદ્ર ડોકિયું કરવા મથતો. હું એક કાંઠે ઊભા ઊભા હંસોના ટોળાને બૂમો પાડતો અને બીજે કાંઠેથી કોઈ જવાબ આપતું હોય એમ લાગતું.

દાદાની દફનક્રિયા પછી એક દિવસ હું અને મારી મા એક બટેટાના કોથળાને બાંધતા હતા ત્યાં એક વૃદ્ધ માણસ સાઈકલ ચલાવતો અમારી પાસે આવીને ઊભો રહ્યો. સાઈકલની આગળ એક નાનું માકડું બેઠું હતું. સાઈકલની કેરીયર પર એક મોટી પેટી હતી. તે માણસ મને જોઈને અટક્યો હતો. તેણે આંખો પરથી મોટાં ચશ્મા ઉતાર્યાં અને મારા પગને ઝીણવટથી જોવા લાગ્યો. હું ઝડપથી મારી મા પાછળ સરક્યો અને પકડાવવાની બીકે મેં મારા હાથ માની ગરદન પાછળ વીંટી દીધા.

માંકડું કેળું ખાતું હતું. તેના તરફ મેં ભૂખાળવી નજરે જોયું. મારી ભૂખી નજરો જોઈને પેલા વૃદ્ધ માણસે મને એક કેળું આપ્યું. કેળું ખાઈને હું ધ્યાનથી માંકડાને જોવા લાગ્યો તેણે લીલો કોટ અને લાલ સ્કર્ટ પહેર્યું હતું. માથા પર ફૂલનો મુગટ હતો. મેં પેલા વૃદ્ધ માણસને પૂછ્યું, ''આ માંકડું છે કે છોકરું ?''

''ધારીને જો. તારી ધારણા સાચી પડશે તો તને બીજું કેળું ખાવા મળશે.'' પેલા વૃદ્ધે જવાબ આપ્યો. હું માંકડાની નજીક ગયો. મેં આ પહેલાં આવું વિચિત્ર પ્રાણી જોયું ન હતું. તેના હાથે રુંવાટી હતી. આંખો લાલ હતી. પણ તેણે છોકરાના કપડા પહેર્યાં હોવાના કારણે મેં તેને છોકરું માની લીધું.

''તે છોકરું છે.'' મેં વિશ્વાસપૂર્વક દૃઢતાથી કહ્યું. વૃદ્ધ માણસે મને બીજું કેળું આપ્યું. હું સાચો ઠર્યાે છું એમ માનીને રાજી થયો. કેળું ખાઈ લીધા પછી પેલા વૃદ્ધે મને કહ્યું, ''તું ખોટો છું. તે માંકડું છે પણ તે તેની ખૂબ હોંશિયારીથી માણસ કરતાં પણ ચડિયાતું છે.''

વૃદ્ધ માણસ એક ફરતો ઊંટ વૈદ્ય હતો. ગામડામાં સાઈકલ પર ફરતાં ફરતાં તે ઘરગથ્થુ દવાની ફેરી કરતો હતો. કલાકો સુધી તે વૃદ્ધ માણસ બટેટાના ઢગલા પાસે વાંસની ખુરશીમાં બેસીને મા સાથે વાતો કરતો રહ્યો. મને એટલું યાદ છે કે ''બાપુજી સાંજ સુધી નહિ આવે'' એવું માએ કહેલું. તે દિવસે રાતના તે અમારી સાથે સૂતો. અમે જમતા હતા તે વખતે પેલા વૃદ્ધે મારા બાપુજીને કહ્યું, ''આ છોકરાને તમે મુસાફરી કરવા દેશો તો તેને સાજા થવાની વધુ તક મળશે. તેના આ વિકૃત પગોમાં કાંઈક સુધારો થશે.'' મેં બાપુજીને તેની વાત સાથે સંમત થતા જોયા.

અર્ધાે જાગતો હું પથારીમાં પડ્યો હતો ત્યારે મા મારી પાસે આવી. ઘણું બધું કહેવા આવી હોય એવી નજરે તેણે મારી સામે જોયું. પણ...! અચાનક તે પીઠ ફેરવી ગઈ. મેં પૂછ્યું, ''મા તું રડે છે? રડ નહિ.'' તેના રડવાથી હું વધુ ઉદાસ બન્યો. મને ઓઢાડી તે ઝડપથી બહાર નીકળી ગઈ.

અને...! હું જાગ્યો ત્યારે બધું જ બદલાઈ ગયું હતું. છત પર ડાઘ ન હતા. તરબૂચ, કેળા, માણસો વગેરેના દૃશ્ય ચિત્રો દીવાલ પરથી અદૃશ્ય થઈ ગયાં હતાં. આ શું ? હું ક્યાં હતો ?


Rate this content
Log in

Similar gujarati story from Classics