Lata Bhatt

Classics Inspirational Others

3  

Lata Bhatt

Classics Inspirational Others

ચાલ્યા ચરણ-સોનેટ

ચાલ્યા ચરણ-સોનેટ

2 mins
14.4K


ચાલ્યા ચાલ્યા ચરણ મુજ જો, જોજનો દૂર આ તે,

માહે માહે રવ પગ તણા, મેળવે સૂર સાથે.

જાવું કે ના ગડમથલ આ ચાલતી'તી પહેલા,

ઝાળા કેવા મુજ મન મહી કૈંક એવા રચેલા,

રસ્તે જાતા અડગ મનના જોઇ મુસાફરોને,

નિશ્ચે મારો ડગુમગુ હતો, સ્થિર આજે થયો એ

એ માર્ગેથી સકલ જન જાશે મુકામે પછીથી

કેડી એ તો સમતલ થશે, આખી મેં જે રચી'તી.

રાત્રિકેરા તમ .અવગણીને પથે જો સિધાવે,

આવી કોઇ દિપક જલતો નિજ હાથે થમાવે,

ક્ષુધા કે ના, તરસ તડપાવે ન યાદો સતાવે,

પાંચે અશ્વો ય હણહણતા દોડતા સાથ આવે.

છઠ્ઠે ઘોડે, કરકમલમાં ઝાલીને એની ધુરા,

આપ્યું જે તે પરત જ અહી આપીને જાય શૂરા


Rate this content
Log in

Similar gujarati story from Classics