STORYMIRROR

Lata Bhatt

Drama Thriller

3  

Lata Bhatt

Drama Thriller

અનફ્રેન્ડ

અનફ્રેન્ડ

1 min
27.5K


ફેસબુકના મેસેજબોક્સ સામે હું જોઇ રહ્યો મારા બાળપણના મિત્ર વેદાંતના મેસેજ હતા. "યાર, તને મારી પોસ્ટને એક લાઇક કરવાનોય ટાઇમ નથી મળતો? દિપાને એસ.એસ.સી. માં ત્રાણું ટકા આવ્યા ત્યારે એના ફોટા મૂક્યાતા આ નવી કાર લીધી એના ય ફોટા મૂક્યાતા..આ અમારી મેરેજ એનીવર્સરી કે મારા જન્મદિવસે ય તે ફેસબુકમાં શુભેચ્છા ન પાઠવી? અરે જેની સાથે આંખનીય ઓળખાણ નહોતી એના ય મેસેજ આવી ગયા પણ તે એક લાઇક કરી?…”

‘અરે પણ મેં તને એ ચારે ય દિવસે ફોન પર વીશ તો કર્યું 'તુ"

“પણ ફેસબુકમાં તે વીશ કર્યું? તારી દરેકે દરેક કવિતાને હું લાઇક કરું છું કમેન્ટ પણ કરું છું”,

“મને એમ કે તને કવિતા ગમતી હશે એટલે લાઇક કરે છે.”

“અરે મને ક્યાં કવિતાનો શોખ છે ને તારી ધડમાથા વગરની કવિતા મને સમજાતી ય નથી.”

“તો મેં તને લાઇક કરવાનું કહ્યું હતું? ને જો વેદાંત સાચું કહું તો હું ફેસબુક દિવસમાં માંડ એકાદ વાર ખોલું છું અને મારા એટલા બધા ફ્રેન્ડ છે કે તારી પોસ્ટ મારી નજરમાં નથી આવતી.”

“હા, હવે અમે ક્યાંથી નજરમાં આવતા…..”

ને મારા એ વરસો જૂના મિત્રએ મને ફેસબુક પર અનફ્રેન્ડ કરી દીધો. ફેસબુકના લાઇક અનલાઇકના આ ચક્કરમાં..!


Rate this content
Log in

Similar gujarati story from Drama