STORYMIRROR

Lata Bhatt

Drama Inspirational

3  

Lata Bhatt

Drama Inspirational

ઇશ્વર

ઇશ્વર

1 min
15.7K


-

ઇશ્વર અને આવા સાદા વેશમાં!... હા, એ ઇશ્વર જ હતા, હું તેને ઓળખી જ ન શકી.. કેવી ભવ્ય અને દિવ્ય કલ્પના કરી હતી મેં ઇશ્વર વિષે.!... તે દિવસે હજુ તો ઓફિસેથી છૂટીને બસની રાહ જોતી ઊભી હતી ત્યાં જ તેને મેં જોયા, તેણે કહ્યું કે હું ઇશ્વર છું. મેં તેને કહ્યું, કે હું નથી માનતી, કોઇ ચમત્કાર બતાવો. તેણે કહ્યું શું ચમત્કાર કરે તે જ ઇશ્વર અને તારા માનવા ન માનવાથી મને કોઇ ફરક નહીં પડે ને હસતા હસતા ઇશ્વર ત્યાંથી ચાલતા થયા.

ને હજું તો હું બસમાં બેસવા ડગ ભરું ત્યાં જ મારી સાડીનો ફોલ મારા પગમાં ભરાણો ને હું પડતા પડતા બચી ને મારો હાથ બેલ પર દબાઇ ગયો ને મારી આંખ ખૂલી ગઇ. સામે પટાવાળો નંદુ આવીને ઊભો રહ્યો,

"શું કામ છે મેડમ?

મેં તેને પ્રેમથી કહ્યું,

“ભાઇ, મને એક ગ્લાસ પાણી આપીશ?’

ને નંદુ ખુશ થતા બોલ્યો,

“હમણા જ લાવું બેન”

ને તે દોડતો દોડતો મારા માટે પાણી લઇ આવ્યો.

એ પછી તો મને દરેક વ્યક્તિમાં ઇશ્વર દેખાય છે!


Rate this content
Log in

Similar gujarati story from Drama