Lata Bhatt

Inspirational Thriller

3  

Lata Bhatt

Inspirational Thriller

ઢોંગી બાબા

ઢોંગી બાબા

4 mins
7.9K


"વિમળા, લે આ થાળી મહારાજને આપી આવ‘ ને હા જમે ત્યાં સુધી ઊભી રહેજે એમને કંઇ જોઇતું હોય તો"

થાળી લેતા વિમળાનો હાથ સહેજ ધ્રૂજ્યો. એક ડર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. શ્રધ્ધાની ચકોર નજરે તેની નોંધ લીધી. શ્રધ્ધા લગ્ન પછી પહેલી વાર ધવલ સાથે તેના માસીસાસુને ત્યાં જમવા આવી હતી, માસીજીના ઘેર પાંચેક દિવસથી એક મહારાજએ પધરામણી કરી હતી. વિમળા જાણે પરાણે ચાલતી હોય તેમ આગળ વધી. શ્રધ્ધા તરત તેની પાછળ ગઇ. માસીજી સાંભળે અને જુએ નહીં તેમ વિમળાને પૂછ્યું, "વિમળા શું વાત છે તું આટલી બધી ડરે છે કેમ?" "દીદી, ગુરુજીની નજર સારી નથી. હું જાઉં એટલે તે અને તેનો શિષ્ય મને કોઇને કોઇ બહાને... ને ગઇ કાલે તો ..."

એટલામાં માસી જોઇ ગયા, "અરે હજુ તું ગઇ નથી? મહારાજ ભૂખ્યા થયા હશે." શ્રધ્ધાએ કહ્યું, "ચાલ હું તારી સાથે આવું. મારે મહારાજના દર્શન કરવા છે." તે ઉપરના માળે વિમળા સાથે ગઇ. મહારાજ તેને જોઇ રહ્યા. થોડી વાર પછી કહ્યું, "બહુ ભાગ્યશાળી છો બેટા, તારું લલાટ ઝગારા મારે છે." શ્રધ્ધાએ ચરણસ્પર્શ કર્યો. મહારાજે તેને માથે હાથ મૂકી, અઘટિત સ્પર્શ કરી ઊભી કરી..શ્રધ્ધાને હવે મનમાં કોઇ શંકા ન રહી. વિમળાએ મહારાજને જમવાનું પીરસ્યું. શ્રધ્ધા પણ વિમળા સાથે ઊભી રહી.

બપોરે શ્રધ્ધાએ વિમળાને કહ્યું મારે થોડું શોપીંગ કરવું છે મોલમાં તું મારી સાથે અવીશ? ને પછી ઘરની બહાર નીકળી થોડે દૂર ગયા પછી શ્રધ્ધાએ વિમળાને કહ્યું, "બોલ તું શું કહેતી હતી મહારાજ વિશે....મને કોઇને કોઇ બહાને ..એક વાર તો. માસી બહાર ગયા હતા ત્યારે મને બાથમાં ભરવાય કોશિશ કરી એ તો કંઇક અવાજ અવ્યો એટલે તે સચેત થઇ ગયા અને હું રુમની બહાર દોડી ગઇ." "તે માસીને વાત ન કરી?" "માસી તો એને ભગવાન માને છે. રોજ્ બપોરે તેની સાથે રાસલીલા ય રમે છે..દર વરસે મહારાજ એકાદ મહીનો અહીં રોકાય છે?" "તું સાચુ કહે છે?" "હા,દીદી ,એક વખત બારણાને અંદરથી સ્ટોપર નહોતી મારી મેં ખોલીને જોયું તો...જોકે માસીને કે ગુરુજીને આની ખબર નહોતી."

રાતે શ્રધ્ધાએ ધવલને વાત કરી પણ ધવલ કહે એમાં આપણે શું કરી શકીએ? માસી માસા બન્નેને તેના પ્રત્યે એટલી શ્રધ્ધા છે." "આવું થોડું ચાલવા દેવાય?" ધવલ કહે "અરે મેડમજી, તમારે પત્રકારિત્વને થોડી વાર બાજુ પર મૂકશો? હજુ હમણાં આપણાં લગ્ન થયા છે, આપણે આ બધામાં ક્યાં પડવું?" શ્રધ્ધા બોલી, "જુઓ ધવલ, મેં તમને પહેલા જ કહ્યું હતું ઘરમાં કે બહાર હું ક્યાંય કશું ખોટું નહીં ચલાવી લઉં. હું પહેલા એક પત્રકાર છું ને પછી તમારી પત્ની " "પણ મહારાજ એટલા ચાલાક હશે કે આપણી વાત કોઇ સાચી પણ નહીં માને. અને માસાને આ બધી વાત કરશું તો તેમનું ઘર ભાંગશે."

"એ બધું તમે મારી ઉપર છોડી દ્યો."

બીજા દિવસે શ્રધ્ધા રુદ્રને મળી. રુદ્ર એક ફોટોગ્રાફર હતો બન્નેએ સાથે મળી મહારાજનો પર્દાફાશ કરવાની યોજના ઘડી. વિમળાંને આ યોજનામાં સાથે લેવા શ્રધ્ધા વિમળાને બહાર મળી. વિમળાએ પહેલા તો એ યોજનામાં સાથ આપવાની ના પાડી પણ શ્રધ્ધાએ વિમળા ખાતરી અપી કે તારું કામ જો છૂટી જશે તો હું બીજુ અપાવીશ એટલે તે તૈયાર થઇ બીજા દિવસે તેનો શિષ્ય બહાર ગયો હતો ત્યારે જેવા મહારાજ સ્નાન કરવા ગયા કે શ્રધ્ધાએ કહેલી જગ્યાએ તેણે કેમેરા ગોઠવી દીધા..બપોરે મહારાજે પોતાની લીલા ચાલું કરી પહેલા તો તેણે થોડા ભજન કર્યાં ને પછી પ્રસાદી કહીને કોઇ પીણું માસીને પીવા આપ્યું. ને પોતે કૃષ્ણનો અવતાર છે ને માસી એ સમયની એક ગોપી છે ને તેને મળીને ધન્ય થઇ રહી છે તેમ માસીના મનમાં ઠસાવ્યું માસી પગ દાબવા લાગ્યા ને તે પછી અર્ધબેહોશ અવસ્થામાં માસી તેને વશ થઇ ગયા કેટલીય વાર પછી માસી હોશમાં આવ્યા ત્યારે ગુરુજી ધ્યાન માં બેઠા હતા. કેમેરામાં આ સઘળું કેદ થઇ ગયું.

ધવલ અને શ્રધ્ધાને માસાને મળવા તેમની કંપનીમાં ગયા અને સૌ પ્રથમ યોગ્ય ભૂમિકા બાંધી શ્રધ્ધાએ જ આ સઘળી વાત કરી. પહેલા તો માસાને માસી પર ખૂબ ગુસ્સો આવ્યો પણ શ્રધ્ધા અને ધવલે તેમને સમજાવ્યા કે માસી કોઇ રીતે દોષિત નથી. માત્ર અંધશ્રધ્ધાનો ભોગ બન્યાં છે. માસાએ કહ્યું હવે અગળ શું કરવાનું છે" "માસીનું નામ ખરાબ ન થાય તે રીતે આપણે આગળની કાર્યવાહી કરશું"

“માસા, તમે ભણેલા ગણેલા થઇને આ મહારાજના ચક્કરમાં કેમ આવી ગયા?"

"એમાં એવું છે ને કે પાંચેક વરસ પહેલા મારા ધંધામાં મંદી આવી ગઇ હતી ત્યારે હું બહું ડિપ્રેસ થઇ ગયો હતો શું કરવું તે જ સમજાતું નહોતું એ વખતે મારા એક મિત્રએ મને આ મહારાજ વિશે વાત કરી અમે તેને મળવા ગયા અને વિગતવાર બધી વાત કરી તેમણે થોડી વિધિ કરાવી અને એક યંત્ર આપ્યું અને કેટલાક મંત્રજાપ કરવાનું કહ્યું અને થોડાં દિવસમાં જ બધું સારું થઇ ગયું એ પછી મને તેમના પ્રત્યે શ્રધ્ધા જાગી અને દર વરસે એકાદ મહીનો અમારે ત્યાં રોકાય છે. આ ઉપરાંત દર મહીને તેમને પાંચ હજાર મોકલું છું મને તેમના આ અસલી રુપની ખબર નહોતી.''

શ્રધ્ધાએ કહ્યું, "આવા લોકો થોડી સાધના કરીને થોડી ઘણી સિધ્ધિ મેળવી લે છે અને પછી ચમત્કાર બતાવીને લોકોને પોતાના વશમાં કરે છે લોકો સામે ચાલીને તેમને પોતાની સંપત્તિ ધરી દે છે એ પછી એમની તાકાત વધતી જાય છે ઘણી વાર તો તેઓ માથાભારે ગુંડા રાખે છે અને કોઇ એકલ દોકલ અવાજ તેમની સામે ઊઠે તો તેમનો અવાજ દબાવી દે છે”.

માસાએ કહ્યું સાચી વાત છે આ આશારામ બાપુનો જ કિસ્સો જુઓને સાક્ષીઓના ખૂન કરાવતા પણ અચકાતા નથી." “બસ આપણે જ જાગૃત થવું પડશે.”

માસાએ જ પોલીસમાં ફરિયાદ કરી અને મહારાજ અને તેના શિષ્યની ધરપક્ડ કરાવી. એ પછી તો તેમના આશ્રમ પર પણ દરોડા પડ્યા કેટલાય ગેરકાનૂની કામ ત્યાં થતા હતા.

માસા અને માસી બન્નેએ શ્રધ્ધા ધવલ અને રુદ્રનો ખૂબ આભાર માન્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational