ચાલો, આભના પ્રવાસે - 5
ચાલો, આભના પ્રવાસે - 5
મને ગર્વ છે કે મારા માં-બાપે આ અવાજો ને અવગણ્યા અને મારા પાઇલોટ બનવા ના સ્વપ્ન ને અનુસરવા પ્રોત્સાહન આપ્યું. ઉડાન ભરવી સહેલી નથી ઘણાં સંઘર્ષ પછી સફળ થઈ શકો છો.શરૂઆત માં તે ઘણું જ ખર્ચાળ હોય છે લાઈસન્સ મેળવવા માટે જ 200 ફલાઇટ કલાકો આવશ્યક છે પ્રત્યેક કલાકે તેની કિંમત 20 થી 25 લાખ રૂપિયા ની હોય છે. છતાં,તેઓ એ ચેલેન્જ સ્વીકારી ને મને મારાં ધ્યેય સુધી પહોંચાડી.
જ્યારે હું 2012 માં સૌ પ્રથમ બનસ્થલી માં ગઈ ત્યારે તે તેની પહેલી ફલાઇટ ની રાહ જોઈ રહી હતી. ડિસેમ્બર 2013 માં આખરે એ દિવસ આવી ગયો. એક પ્રશિક્ષિકા સાથે હતી અને મારા ટીચરે મને કહ્યું “થોડું ચક્કર જેવું આવશે અને ઉબકા પણ આવશે “પણ,મને તો ઉત્તેજના સિવાય કંઈ જ લાગ્યું નહોતું.મારા માનવા માં પણ નહોતું આવતું કે હવા માં રહેવું આટલું સુંદર લાગે છે.હું વધુ 5-10 મિનિટ ઉડવા માંગતી હતી આમ,અંતે મને મારું લક્ષ્ય મળી ગયું.