Zalak Bhatt

Drama

3  

Zalak Bhatt

Drama

ચાલો, આભના પ્રવાસે - 4

ચાલો, આભના પ્રવાસે - 4

2 mins
161


   આ રીતે બનસ્થલી અન્ય ગ્રામ માટે ઉદાહરણ બની ગયું હતું. પૂરું ગામ એક પરીવાર ની જેમ જ રહેતું હતું અને તેમાં વૃદ્ધો નો આદર, યુવાનોનો જુસ્સો તથા બાળકોનો તરવરાટ સમાતો ન હતો. ખરેખર, કુદરત પણ આ ગામ પર મોહાઇ હોય એ રીતે ખેતર ને પાક,ફૂલ,ફળ થી લહેરાવતી રહેતી હતી. પરંતુ, કહેવાય છે ને કે ‘કાળ ની ગતિ ન્યારી’ બસ, એ જ રીતે બાળકો સાથે હસતી-રમતી, ભણતી-ભણાવતી, કૂદતી-થનગનતી એ હિરાલાલ ની પુત્રી ઝરણાં 12 વર્ષ ની નાની ઉંમરમાં જ કોઈ અસાધ્ય બીમારી ને કારણે મૃત્યુ પામી અને બનસ્થલી ગામ તો જાણે રણ જ થઈ ગયું ! ગામ ના હર વૃદ્ધ,વયસ્ક અને બાળ ના માનસ માંથી એ ઝરણાં ની આહટ ભૂંસાતી નહોતી .તો પછી, તેના માતા-પિતા ની તો વાત જ શી કરવી?સ્તબ્ધ બનેલા એ શૂન્ય મનષ્ક માતા-પિતા ને એ વાત સ્વીકારવી ઘણી અઘરી હતી કે ઝરણાં હવે તેમની સાથે નથી.પરંતુ, હિરાલાલ ને તેમની પત્ની નિયતિ એ હિંમત આપી અને તેઓ પોતાની પુત્રી ઝરણાં ને પોતાનાં કાર્ય માં જીવંત રાખી ને આગળ વધ્યા અને બનસ્થલી ગામ ની જગ્યા પર જ એક હવાઈ પટ્ટી તૈયાર કરી.તેમણે ગામ માં રહેતી મહિલાઓ ને પ્રોત્સાહન આપ્યું.

તેમને સામાજીક માન્યતાઓથી ઉપર ઉઠાવી ભરત,ગૂંથણ, નાટય,પાર્લર,રમત-ગમત,કિચન-કેર જેવા કેટલાય વિષયો માં પારંગત બનાવી. તેનો મુખ્ય ધ્યેય હતો ઝરણાં ને પાઇલોટ બનાવવાનો એથી જ મહિલાઓ ને તેઓ કરાટે,જિમ,ફુફુ જેવા ગુરુઓ ના માર્ગદર્શન માં આગળ વધારવા લાગ્યાં. અને ત્યારબાદ બનસ્થલી ગામ એક હવાઈપટ્ટી માં પલટી ગયું. ત્યાં પણ મહિલાઓ ને જ પ્રમુખતા આપવામાં આવી.

(વધુ ભાગ -5 માં)


Rate this content
Log in

Similar gujarati story from Drama