ચાલો, આભના પ્રવાસે - 3
ચાલો, આભના પ્રવાસે - 3


હિરાલાલ બાળકોને શિક્ષણ આપતાં અને ઝરણાં તેમને નવી-નવી રમત કે જેનાથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય મળે તે શીખવતી. દોડ, દોરડાકુદ, આંધળો પાડો, હાથ-સાંકળ ,ઘર-ઘરતાં રમતાં બાળકો ક્યારે એક્ટીવીટી અને થર્ડ આઈ ની ડિગ્રી મેળવી લેતાં તેની ગ્રામ્ય જનો ને ખબર ભી નહોતી પડતી. વળી, ખેતરમાં કાર્ય કરતાં હોવાથી ગામના બાળકો ને ઘણાં વૃક્ષ,વનસ્પતિઓના નામ ન આવડતાં છતાં તેમનાં ગુણોની જાણકારી રહેતી.અને ખરા સમયે તેઓ તેનો ઉપયોગ ભી કરતાં હતાં. ઝરણાં પિતાના સાનિધ્યમાં રહીને આયુર્વેદની અમુક ઔષધિઓ ને ભી ઓળખી ચુકી હતી.જેમકે
અજમો – કફ માટે
હાથ સાંકળ – સાંધા ના દુખાવા માટે
પર્ણ કુટી(પથ્થરવટી – પથરી માટે
કડવું કરિયાતું – બાળકો માટે
આસોપાલવ – શ્વાસ માટે
ને જો લીમડા નું દાંતણ રોજ થાય તો બીમારી નજીક પણ ના આવે આ રીતે ઝરણાં સહુ બાળકો ને રમત-ગમત ,જ્ઞાન અને માર્ગદર્શન આપતી હતી. બનસ્થલી ગામ કોઈપણ ત્યોહાર ને નાત -જાતનાં ભેદ -ભાવ વગર તેની મહતા ને પૂર્ણતઃ સમજી લઈને વ્યવહાર,વિચાર અને આધ્યાત્મની ત્રિવેણીથી મનાવતું હતું.
શ્રી હિરાલાલનું માન ગામ માં પંચાયતથી પણ વધુ હતું.કોઈપણ સારા-માઠા પ્રસંગ માં હિરાલાલ નું સ્થાન મોખરે હતું.
(વધુ ભાગ -4 માં)