ચાલો, આભના પ્રવાસે 2
ચાલો, આભના પ્રવાસે 2


‘પાત્રો’
કેપ્ટન – સુમન સક્સેના
કેપ્ટન ની મમ્મી – નેહા સક્સેના(પોલીસ)
કેપ્ટન ના પપ્પા – મૌલિક સક્સેના (પ્રોફેસર)
કેપ્ટન ની બહેન - હિના સક્સેના
યુનિવર્સિટી ના હેડ – હિરાલાલ શાસ્ત્રી
હીરાલાલ શાસ્ત્રી ની પત્ની -નિયતિ શાસ્ત્રી
હિરાલાલ શાસ્ત્રી ના પૌત્ર – આદિત્ય લાલ શાસ્ત્રી
આપણે એવા દેશમાં રહીએ છીએ કે જેમાં મહિલાઓ ને વધુ પ્રગતિ કરતાં અટકાવવામાં આવે છે. સ્ત્રીઓ ને ઘર ના કાર્ય માં વ્યસ્ત રાખવી એ આપણા પરંપરાગત પરિવારો ની એક માનસિકતા છે. જ્યારે, બનસ્થલી એક એવી વિદ્યાપીઠ છે કે જ્યાં મહિલાઓ ને પણ એટલી જ મહત્તા આપવામાં આવે છે. તે માટે સુમન સક્સેના કહે છે કે “તેઓ છોકરીઓ ને વિમાન વિશે શીખવવાની તક આપે છે. ઉડવા ની તક આપે છે. જે સ્ત્રીઓ માટે મોટું પગલું છે. ”
આ યુનિવર્સિટી ના સ્થાપન પાછળ એક સમાજસેવી, દયાળુ હિરાલાલ શાસ્ત્રી ની જીવનકથા જોડાયેલી છે. જયપુર માં રહેતાં હિરાલાલ શાસ્ત્રી ઇ. સ. 1929 માં કોઈ કારણોસર જયપુર થી આશરે 50 માઈલ દૂર દક્ષિણમાં આવેલા બનસ્થલી ગામ માં સ્થળાંતર કરે છે. અને આ ગામમાં સ્થાયી થઈ ને ગામ ના લોકો ને પ્રશિક્ષિત કરવાનું,ખેડૂતો ને માર્ગદર્શન આપવાનું તથા ત્યાંની મહિલાઓ તથા બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય તેમણે પોતાની પત્ની નિયતિ શાસ્ત્રીના સહકારથી જીવનમાં અપનાવ્યું અને તેના આવા સામાજીક વ્યવહારના કાર્યમાં તેમની પુત્રી ઝરણાં પણ સાથ આપતી હતી.