બૃનો
બૃનો
અમારા પડોશી ચૈતાલી બહેન એક કૂતરું પાળ્યું. જેનું નામ પાડ્યું બૃનો. બિચારા બૃનોને એ એક મહિનાનો હતો ત્યારે જ ચૈતાલી બહેન લઈ આવ્યા.
એ જે પણ ખાય તે બૃનોને ખવડાવે, આઈસ્ક્રીમ, પીઝા, ચીઝ, તળેલી વસ્તુઓ ને એવું બધું. પણ કૂતરાને બહુ તેલ, ઘી કે એવી ફેટવાળી વસ્તુઓ ના અપાય,એવી એમને ખબર નથી. એટલે બૃનોનાં વાળ ઉતરવા લાગ્યા અને તે બિમાર રહેવા લાગ્યું. તેને ડોક્ટર પાસે લઈ ગયા અને ડોક્ટરે તપાસ કરી ને એનો ખોરાક બદલાવ્યો. હવે તો બૃનો બહુ જ તોફાની થઈ ગયો છે.
