Kalpesh Patel

Drama

4.9  

Kalpesh Patel

Drama

બંધ ગળાનું સ્વેટર

બંધ ગળાનું સ્વેટર

4 mins
2.0K


પાત્ર પરિચય :-

કમલ:- જનરલ ફિજીશિયન –મેડિકલ પ્રેકટિશનર, પિંકી :- ડોક્ટર કમલની નર્સ, નયન :- ડોક્ટર કમલનો મિત્ર. નૈરા :- કમલ અને નયનની સહપાઠી.

~~~

દ્રશ્ય –પહેલું ~ બજારમાં આવેલા દવાખાનાનો સ્વાગત કક્ષ- સમય આશરે સવારે દસનો. 

નયન :-તેના માથે હાથ દબાવીને દવાખાનામાં દાખલ થતાં બોલે છે ઑ રે ... મરી ગયો... છે કોઈ ?..... જલ્દી કરો ... ક્યાં છે ડોકટર ?....આ લોહી બંધ કરો.

પિંકી :- અરે ભાઈ આમ મોટા માણસ થઈને નાના બાળકની માકક ખોટી રાડ ના પાડો ...કોઈ મોટી ઈજા નથી થઈ તમને.

નયન :-ના ના મેડમ.. તમને શું ખબર ... મને કેટલું દુ:ખે છે ? ડોકટર છે ? મહેરબાની કરી ...મને તેમની પાસે લઈ જાવ.

 પિંકી :- અરે ભાઈ શાંતિ રાખો, ડોક્ટર સાહેબ છે, અને હમણાંજ આવ્યા છે .. જરા ખમો ... પણ હા આ તમારું આસમાની બંધ ગળાનું સ્વેટર સરસ છે, કહેતા તે નયનની પાસે જઈ સ્વેટરને નજીકથી જુવે છે .. ઓહ ખુબજ સરસ અને નવી ડિઝાઈનની ગૂંથણી છે.

નયન :- અરે મેડમ સ્વેટરને મારો ગોલી.. પહેલા મારો ઈલાજ કરાવો...

પિંકી :- ઈન્ટર કોમ ઉપર ...ડોકટર સાહેબ કોઈ પેશન્ટ આવેલ છે, માથે ઈજા થયેલી છે ... મોકલું .. તમારી પાસે.... ઑ કે,,, ભાઈ ચાલો .. મારી સાથે... ડોક્ટર સાહેબ પાસે ..

નયન :-- ઑ ડોક્ટર સાહેબ ... કઈક કરો .. મારૂ માથું ફાટી જશે, બહુ દુ:ખે છે ...કઈક કરો..

કમલ:- અરે ભાઈ આમ છોકરવેડા ના કરો .. કઈ મોટી ઈજા નથી ... ડોક્ટર પેઈન કીલરનું ઈંજેક્ષન આપે છે અને નયન ને થોડી રાહત થાય છે ..

કમલ:- પિંકી આ પેશન્ટનું ડ્રેસિંગ કરો .. અને પછી મારી પાસે મોકલો.

દ્રશ્ય –બીજું ~ કમલ ડોકટરનો ક્ક્ષ

નયન :-- ડોક્ટર સાહેબ તમારા હાથમાં તો ભારે જાદુ છે !.. મારૂ દરદ ગાયબ ... કહેતા ડોકટર સામે જોઈ .. તે ચોંકી ઊઠે છે.. અરે કમલ તું છે ? તે તું ક્યારે મારા શહેરમા આવ્યો ? બેટમજી ચૂપચાપ આવ્યો અને દવાખાનું પણ ચાલુ કર્યું અને.......

કમલ:- વચ્ચે નયનની વાત કાપી અને બોલતા.... અરે નયન તું છે યાર, તું તો અમેરિકા જવાનો હતો ને યાર ? ... હજુ નથી ગયો.. અરે તારું બંધ ગળાનું સ્વેટર તો સરસ છે, અને શું આ તને ભાભીએ વેલણ ફટકાર્યું કે શું..?.

નયન :--અરે કમલ .. તારી ભાભી મને વેલણ મારે એવા ખુશનસીબ મારા ક્યાંથી..? બંદા હજુ સિંગલ જ છે.. અને હા રહી વાત સ્વેટરની, તો તને તો ખબર છે ..મારી બહેનને ઉનના સ્વેટર બનાવવાનો શોખ છે, તે નવા નવા બનાવતી રહે અને બંદા પહેરી આજેય રોલો પડતાં રહે છે.

 કમલ:- તો યાર , હવે કહેતો ખરો ...તને આ માથે ક્યાંથી વાગ્યું ?

નયન :-થોડી લાંબી વાત છે .. નયન સ્વગત વિચારમાં પડી થોડું રોકાઈ બોલે છે.. તને પેલી નૈરા પંજાબી તો યાદ છેને..

કમલ:- હા .. હા કેમ નહીં, બે ચોટલા વાળી અને લાંબડી...અમને તો , તે અભિમાની કોઈ ભાવ આપતી નહતી, પણ તારી વાત જુદી હતી ... શિયાળામાં....જયારે ભાઈ નવા નવા સ્વેટર ઠઠારિને આવતો ત્યારે તારો ભાવ ઊંચો રહેતો. અને આ નૈરા તારા સ્વેટરની ડિઝાઈન જોવા તારી લગોલગ આવી તારા સ્વેટરને ઊથલાવી ઊથલાવી જોતી ત્યારે મને દૂર ઊભા ઊભા પણ ગલગલિયા થતાં હતા.

નયન :-અરે દોસ્ત ગલગલિયા તો મને ત્યારેય થતાં હતા, પણ વિચારતો તેને થોડુ કહેવાય, કે નૈરા બસ તું આમ મારૂ સ્વેટર જોતી રહે.. અરે યાર એના નામથી અત્યારે મનેય પણ ગલગલિયા થાય છે ..

 કમલ:- અરે ગલગલિયાને મૂક બાજુમાં અને કહે તો ખરો આ વાગ્યું શી રીતે.... મુદ્દાની વાત કર.

નયન :- દોસ્ત મુદ્દા ઉપરજ આવું છું... હું બસ સ્ટોપ ઉપર .. બસની રાહ જોતો હતો અને સામેથી એક બાનુંને એક બાળક તેની કેડમાં અને બીજું તેની આંગળીએ વળગાડી આવતી મે જોઈ.. ચહેરો થોડો જાણીતો લાગ્યો.. પણ કઈ તાકી તાકીને થોડુ જોવાય ? એટલે નીચું જોઈ ઊભો હતો, ત્યાં તે મારી પાસે આવી અને બોલી ... અરે તમારું આ બંધ ગળાનું સ્વેટર અફલાતૂન છે ને કઈ ? કહીને તેણે મારા આ સ્વેટરના બંધ ગળામાં આંગળી નાંખી તેણે ઊથલાવી અને આ ડાર્ક બ્લૂ રંગના કોલરની ડિઝાઈન જોવા લાગી.. યાર તેની મારા ગળે ફરતી મુલાયમ આંગળીઓથી મને ગલગલીયા આવતા હું હાલી ગયો ... ત્યારે તે બોલી .. જનાબ શું થાય છે સીધા ઊભા નથી રહેવાતું ?

અરે નૈરા .. ઓહ તું છે તું છે? .. જો શેતાની ના કર.. મને આ મારા સ્વેટરના બંધ ગળે તારી ફરતી આંગળીએ ગલીપચી થાય છે, વધારે તું આમ કરીશ તો, હું કઈ કરી બેસીસ, સમજ તો ખરી !  

નૈરા:- અરે જનાબ, તારાથી કશુજ નહીં થાય, ગલગલિયાની ઉમર હતી ત્યારે, તું સાધુ બનીને લાઈટનો થાંભલો બની જતો હતો.. !

નયન :- અને દોસ્ત બરોબર એ વખતે આ મારૂ માથું બસ સ્ટેન્ડના થાંભળે અફળાયુ .......અને...

પિંકી :- ડોકટર સાહેબ.. હું આવું ...?

કમલ:- કેમ ?

પિંકી :-સોરી .. સાહેબ, પણ મારે આ પેશન્ટે પહેરલા બંઘ ગળાના સ્વેટરના કોલરની ગૂંથણીની ડિઝાઈન જોવી છે ....પ્લીઝ !


Rate this content
Log in

Similar gujarati story from Drama