Lata Bhatt

Children Classics Inspirational

4  

Lata Bhatt

Children Classics Inspirational

બિલાડી આડી ઉતરી

બિલાડી આડી ઉતરી

5 mins
10.3K


બિલાડી આડી ઊતરી.......

વિનાયકરાય હજુ તો ઘરની બહાર પગ મૂકવા જ જતા હતા ને એક બિલાડી ઘરના બારણાં પાસેથી પસાર થઇ.તરત બા બોલ્યા,"અરે વિનુ, બિલાડી આડી ઊતરી હવે હમણા સ્કૂલે ન જવાય."

"બા,તમને કેટલી વાર કહ્યું હું આ બધી અંધશ્રધ્ધામાં નર્થી માનતો."

"પણ બેટા, આ બધુ આપણા માનવા પર નથી હોતું, આપણે માનીએ કે ન માનીએ એ થઇને જ રહે છે."

"બા, અત્યારે મારે મોડું થાય છે, દસ વાગે શાળાના ઇન્સ્પેક્શન માટે સાહેબ આવવાના છે".

“તો એક કામ કર, ઘરના પાછળના બારણેથી જતો રહે”.

બા સાથે માથાકૂટ કરવાનો કોઇ ફાયદો નહોતો.

કમને વિનાયકરાય ઘરના પાછલા બારણે ગયા. જોગાનુંજોગ તે બિલાડી પાછલા બારણા પાસેથી પણ પસાર થઇ.વિનાયકરાયે આ જોયું બાજુમાં ઊભેલી તેમની પુત્રી રિયાએ પણ આ જોયું. તે સહેજ હસી. બાનું ધ્યાન નહોતું વિનાયકરાય જલ્દીથી ઘરની બહાર નીકળી ગયા. પણ બસમાં બેઠા પછી તેણે વિચાર્યું. એક બાને સમજાવવાથી શું થશે. લોકોમાં આ અંધશ્રધ્ધા દૂર કરવા માટે કંઇક નક્કર થવું જોઇએ.

ઘણાં સમયથી વિનાયકરાય સમાજ માટે કંઇક કરવા માંગતા હતા આજે તેમને લક્ષ્ય મળી ગયું. તેમની વિચારધારા આગળ ચાલી આપણા સમજમા વ્યસન પછીનુ સૌથી મોટુ કોઈ દૂષણ હોય તો એ છે'અંધશ્રધ્ધા' આ અંધશ્રધ્ધા વતા ઓછા પ્રમાણમા લગભગ દરેક વ્યક્તિમા જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે ઘણા શિક્ષીત લોકો પણ કશુંક અશુભ થવાના ભયથી આવી વાહિયાત બાબતોમા માને છે. પોતાના મનથી સમજવાની અને વિચારવાની શક્તિ ગુમાવે છે ત્યારે વ્યક્તિ આવી વાયકાઓનો આશરો લે છે.

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની આ ભેદરેખા કેટલી પાતળી છે કોણ જાણે ક્યાંથી આ અંધશ્રધ્ધા ઉભી થતી હશે પહેલાના સમયમાં તો આ મોબાઇલ નહોતા કે વ્હોટસએપ કે ફેસબુકનો તો સવાલ જ નહોતો છતાય લોકોના માનસમાં દ્રઢ થયેલી આ માન્યતાઓ કઇ રીતે વિસ્તાર પામતી હશે. લોકસાહિત્યની જેમ કંઠોપકંઠ વિસ્તરતી જતી આ માન્યતાઓ સદીઓથી ચાલી આવે છે. દરેક પેઢી તેની આવનારી પેઢીને તે વારસામાં આપતી જાય છે.

બીજા જ દિવસથી તેમણે 'તથ્ય શું છે શું ઇતર,ચાલો જઇએ ઘટનાની ભીતર" પ્રોજેક્ટ શરું કર્યો ને તેને ટૂંકમાં નામ આપ્યું ’ઘટનાની ભીતર’ સૌ પ્રથમ તો લોકોના માનસ પર છવાયેલી આ માન્યતાઓની યાદી બનાવી તે માટે વિદ્યાર્થીઓની પણ મદદ લીધી આપણને માન્યામાં ન આવે તેવી માન્યતાઓ લોકોમાં પ્રચલિત છે. ઉંબરામાં બેસી જમાય નહીં, જમવાનું હંમેશા જમણા હાથે જ જમાય, દિતવાર મંગળવાર ચણાં ન ખવાય,દરેક શુભ કાર્ય જમણા હાથે જ થાય,શનિવારે માથામાં તેલ ન નખાય કે દાઢી ન થાય, વાળ કે નખ કપાય, કોઈના મરણ સમાચારની માહિતી આપતી ''અશુભ'' લખેલી પત્રિકા ને ધરની બહાર જ રાખવી અથવા તેને તરત ફાડી નાખવી જોઇએ. ડાબો હાથ અપશુકનીયાળ-જમણો હાથ શુકનીયાળ, ડાબી આંખ ફફડે તો શુકન થાય, જમણી ફફડે તો અપશકુન થાય, છીક એકી સંખ્યામા આવે તો શુકન થાય, બેકી સંખ્યામા આવે તો અપશકુન.ગ્રહણ એક ખગોળીય ઘટના છે. એને અંધશ્રધ્ધા સાથે જોડી ઘણા લોકો ગ્રહણ થાય એટલે પાણીના માટલા ઉંધા વાળી બહાર ગામને ચોરે મુકાતા આવે છે, સાવરણી વગેરે ને પનોતી સમજી ત્યાગ કરે છે.

આ લોકો રસોડામા રહેલા તેલ-ઘીના ડબરા કેમ ઉંધા વાળતા નથી? ગ્રહણની અસર જો પાણીમા થાય તો ધી મા અને તેલમાં પણ થાય જ કે નહી ?તેમાં .સગવડિયા વૃત્તિ જોવા મળે છે.

વિનાયકરાયે એ પછી સૌ પ્રથમ તો પોતાની જ શાળાના વિદ્યાર્થીઓને પ્રવચન આપી સમજાવ્યું કે કેટલીક માન્યતાઓ કઇ રીતે જન્મી હશે. જેમ કે દૂધ ઢોળાય તો અપશુકન થાય. પહેલાના સમયમાં દરેક ઘરમાં ચૂલા હતા. ગેસસ્ટવની જેમ તેની આંચ ધીમી કે વધુ થઇ શકે તેમ નહોતી. તેથી દૂધ ગરમ કરવા મૂક્યું હોય તો તે ઉભરાઇ જવાથી દૂધ વેડફાય અને ચૂલો પણ ઠરી જાય તેથી દૂધ ચૂલે મૂકનાર સાવધ રહે તે ઉદેશ્યથી એમ કહેવાતું કે દૂધ ઊભરાવાથી અપશુકન થાય. તે જ રીતે કાચની ચીજ સહેજ ટક્કર લાગવાથી ફૂટી જાય છે વળી કાચ એક એવી વસ્તું છે જે તૂટે તો ફરી જોડી શકાતો નથી. ભૂલથી ફૂટી જાય તો તે માટે સાસું વહુંને સંભળાવે નહી તેથી કાચ ફૂટવાથી ઘરમાંથી કંકાસ જાય એવું કહેવાતું હશે. દિવાળીમાં ચોપડા પૂજન કરવાનો રિવાજ છે, એ એટલા માટે કે પૂજા કરેલ ચોપડામાં વેપારીઓ ખોટા કે ગોટાળાવાળા હિસાબ લખતા ડરે અને દરેક વરસે નવેસરથી ચોપડા લખાય આ બધી પહેલાનાજમાનાના માણસોની કોઠાસૂઝ હતી પણ પછીથી એ રુઢી થઇ ગઇ હવે તો એ ચોપડામાં કંઇક ગોટાળા જોવા મળે છે. કાળા નાણાનો ચોપડો અલગ રાખવામાં આવે છે અને તેની પણ પૂજા થાય છે. 'કાગનું બેસવું અને ડાળનુંપડવું' એ રીતે ક્યારેક એકાદ બે વાર કોઇ ઘટના અન્ય કોઇ ઘટના માટે કારણભૂત બની હોય તો લોકો એ કાયમ એ ઘટનાને જ કારણભૂત માને છે.

કેટલીક વાર મિલ્કત પચાવી પાડવા માટે કે પોતાના સ્વાર્થ માટે ગામડામાં કોઇ સ્ત્રીને ચૂડેલ ઠરાવવામાં આવે છે તે પછી તેને મારી નાખવામાં આવે છે આ ઉપરાંત કેટલાક મકાનને ભૂતિયા ઠરાવવામાં આવે છે જ્યાં ખરેખર તો બે નંબરના ધંધાનો અડ્ડો બનાવામાં આવે છે જેથી ત્યાં આસાનીથી કોઇની રોકટોક વગર ધંધો થઇ શકે મૂહરત કે શુભ ચોઘડિયા જોઇને જ દરેક શુભ કામ કરવામાં આવે છે પણ મુસલમાન કે અન્ય દેશના લોકો આવું માનતા નથી છતાય કોઇ વિઘ્ન આવતું નથી વાસ્તુંશાસ્ત્ર પ્રમાણે ઘર અને તેની ગોઠવણી કરવામાં આવે છે પણ ઘરમાં સાચી શાંતિ અને સમૃધ્ધિ તો તે ઘરમાં રહેતા લોકોના વર્તન અને કાર્યો પર આધારિત હોય છે દિકરો 'બાપને તારે' એ માન્યતાને કારણે દીકરાના જન્મનેમહત્વ આપવાં આવે છે અનેક દિકરીઓને માતાના ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. દીકરી કરતા દીકરાને ઘરમાં વધુ માન અને મહત્વ આપવામા આવે છે ક્યારેક દીકરો કપાતર નિવડતા જીવતા જ નરક દેખાડે છે.નરબલિ કે પશુબલિથી કદી કોઇ દેવતા રાજી ન થાય છતાય અનેક પશુઓ અને માણસિનો ભોગ લેવાય છે.

ઘણાં લોકો ૧૩ ના આંકડાને અપશુકનીયાળ માને છે. વાહનોના નંબરનો સરવાળો ૧૩ થતો હોય તો એવાહનો લેવાનુ ટાળે છે. આ મુર્ખામી ભરી વાત છે. ૧૩નો આકંડો વાહનોની નંબર પ્લેટમા હોય તો એક્સીડન્ટની શક્યતા રહે એવુ માનતા લોકોને એક્સીડન્ટ થાય ત્યારે દવાખાને પહોચાડતી એમ્બુલન્સનો નંબર કદાચ ૧૩ હોય તો તેનો એને વાંધો હોતો નથી. પરીક્ષામા સીટ નંબર ૧૩ આવે ત્યારે કેમ પરીક્ષા આપવાનુ ટાળતા નથી? માની લ્યો કે ૧૩ નો આંકડો ખરેખર અપશુકનીયાળ હોય છે તો ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લામા R.T.O. પાસીંગની સીરીઝ GJ-13 થી ચાલુ થાય છે ત્યા એક્સીડન્ટ મોટા પ્રમાણમા થવા જોઈએ પણ એવું થતું નથી પરીક્ષા આપતી વખતે દહીં સાકર ખાઇને જવાથી સફળતા મળે છે ખરેખર તો જેટલી મહેનત કરશે તેટલું જ ફળ મળશે.ક્યારેક જ્યોતિષશાસ્ત્ર,અંકશાસ્ર વાસ્તુશાસ્ત્ વગેરે શાસ્ત્રો લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવામાં નિમિત બને છે ફિલ્મ કલાકારો રાજકારણીઓ વગેરે પણ આનાથી બાકાત નથી ગળામાં લોકેટ,હાથમાં અલગ અલગનંગની વીંટીઓ પહેરે છે, કોઇ ચોક્કસ તારીખો ફિલ્મ રિલીઝ કરવી, નામના સ્પેલીંગમાં ફેરફાર કરવો, અમુક જ રંગના કપડાં કે જૂતા પહેરવા વગેરે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ સૂચવે છે. ભારતના જ નહીં અન્ય વિકસિત દેશની પ્રજા પણ કેટલીક માન્યતાની જાળમાં ફસાયેલી છે.

બાવા સાધુઓ લોકોને ધૂતવા માટે કેવા કેવા ચમત્કારો બતાવે છે, વિદ્યાર્થીઓને તે માટેના વૈજ્ઞાનિક તથ્યને સમજાવવા વિનાયકરાયે વિદ્યાર્થીઓની હાજરીમાં લેબોરેટરીમાં કેટલાક પ્રયોગો કરી તેની વિડિયો કેસેટ બનાવરાવી જેમ કે કોરા કાગળ પર મીણબતીથી લખવું,પાણીને રંગીન બનાવવું અને તેનો રંગ દુર કરવો , લાલ દોરાને કાળો કરવો, લીંબુ માંથી લોહી કાઢવું સુકા ઘાસ માં આગ લગાડવી, રૂમાલમાં આગ લગાડવીનાળીયેલમાંથી લોહી, રૂમાલ, ચુંદડી કે ફૂલ કાઢવું એ બધુ કઇ રીતે કરવામાં આવે છે તે કોઇ ચમત્કાર નથી.તે સમજાવ્યું 

વિનાયકરાયનું કાર્ય વિસ્તરતું ગયું, તેમના પત્ની, પુત્રી અને અનેક લોકોનો સાથ મળવા લાગ્યો. તેઓ આ વિષયને અનુલક્ષીને નિબંધસ્પર્ધા, ચિત્ર હરિફાઇ વક્તૃત્વસ્પર્ધા વગેરેનું રાજ્યકક્ષાએ આયોજન કરતા શેરીનાટકો તૈયાર કરી ગામડાના લોકોને બતાવતા વિદાર્થીઓને પ્રવચન આપતા તે અંગેની શોર્ટફિલ્મો અને વિડિયો પોતાના ખર્ચે તૈયાર કરી જુદી જુદી શાળાઓમાં તે બતાવતા. ગામડાના લોકોને ય પ્રવચન આપતા.

વિનાયકરાયને પછી તો અનેક સામાજિક સંસ્થામાં પ્રવચન આપવા આમંત્રણ મળતું. તેમનું બહુમાન થતું , ઇનામ મળતાં એટલું જ નહી. તેમને રાષ્ટ્રકક્ષાએ બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો.અને એ બધાનું નિમિત બની આડી ઊતરેલી બિલાડી. વિનાયકરાયે બાને વાત કરી બા હવે માને છે કે બિલાડી આડી ઉતરવાથી કશું અશુભ થતું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Children