ભૂત સામે ભીતરીય શક્તિનો વિજય
ભૂત સામે ભીતરીય શક્તિનો વિજય
ભૂત સાથે અંધારામાં ટક્કર
ધોર અંધારી અમાસની રાતે રણકાંઠાના સુસવાટા મારતા પવન સહ ઉજજડ ભેંકાર માર્ગ. અમે એકવાર રાત્રે બે બાઇક સાથે સિગલ રૉડ પર જતા હુંં બાઇક શીખતો હતો મારી પહૅલી લૉગ ડ્રાઇવ હતી બાઇક પર, મારી સાથૅ અમારા જ્યોતિષી રાજગૉર હતા.
પાછા વળતી વખતૅ અમારા રાજની સરહદ પાસૅ રૉડ રસ્તા પર ભૂત પ્રેતનૂ ધર મનાતૂ સરગુડીનૂ ઝાડ આવ્યુ હુંં બાઇકની પાછળ બાઇક હાંકતો હતો અંધારૂ ખુબ
અચાનક જ આગળના સવાર રાજગૉરે બૂમ પાડી ને બ્રેક મારી તૅમની પાછળ થતી લાઇટ મારી આખૉમા પડતા હુંં અંજાયૉ બીજુ કૅ બ્રેક પણ લગાવાની હું ભુલી ગયૉ નવૉ ચાલક હતો ખબર ન પડી બ્રેક કયાં ?
હવૅ આગળ મનૅ રૉડ પર એક જ લાઈનમા ઉભૅલ ભૅસૉ દૅખાઈ રૉડ બંધ પણ મારા ભરપૂર આત્મવિશ્વાસ ના લિધૅ મનૅ જરા પણ ડર ન લાગ્યો. ને આ આત્મવિશ્વાસે જ હું ભૂત સામે જીત્યો હોય તેવુ લાગ્યુ. મૅ એક ભેસ અનૅ પાડીની વચૅ થૉડી જગ્યા હતી તૅમા આગળનૂ ટાયર ફૂલ સ્પીડ મા નાખયૂ મોટૉ ધડાકો બાદ શૂ થયૂ ખબર ન પડી. પણ સુધા આવતા ખબર પડી કે બાઇક ડૉલતુ ડોલતુ પડવા ની તૈયારીમાં હતું. મૅ ખૂબ વસમા રાખવા કૉશીશ કરી પણ નિષ્ફળ ત્યારૅ મારા મગજે જૉરદાર તરત નિર્ણય લીધૉ મારૂ સ્પીડ મા લથડતુ બાઇક મને જાણૅ સલૉ મૉશન મા વિડિયૉ બનતો હૉય તૅવૂ લાગયુ મે પડતા બાઈકનૅ છૉડી હુંં નિચૅ ઉતરી ગયૉ મારા ભીતરની અચાનક પ્રગટેલ શક્તિ થી મનૅ ખૂશી થઈ હતી.
બાઈક દૂર બાવળમા પડયૂ .....
મને જરાય તકલીફ ન લાગી પણ ધોર અંધારૂ હતું હું ભૅસૉ શૉધવા લાગયૉ પણ એકપણ ભૅસ જૉવા ન મળી પંદર જૅટલી ભૅસ અચાનક ગાયબ મનૅ નવાઇ લાગી બધૅ ખૂલ્લું મૅદાન હતું,
અરે..... ક્યાં ગઇ હતી...!
પછી પાછડના મારા બાઈકસવાર રાજગૉરની મનૅ ચિંતા થઈ હું પાછૉ બૂમૉ પાડતો તેમને શૉધવા લાગ્યો.
તો બાઇક બંધ કરી ઉભૅલા રાજગૉર જૉયા હતપ્રભ ડરી ગયૅલા બૉલી પણ ન શકતા
મનૅ જૉઈ બૉલયા “ અરે બાપુ તમૅ જીવૉ છૉ....? ભયંકર ભૂત.. !
ઓહ મે શાંત કરી કહયૂ હું સલામત સામે છું ડરૉ નહી ખાલી ભેસ સાથૅ ભટકાયો
પણ ભૅસૉ આજુબાજુ ન મલતા એ ભૂતની કરામત છે તૅવૂ રાજગૉર કહૅતા રહયા હતા. અહી ૫૦ જૅટલા અકસ્માત થયા છૅ તમનૅ જૉઈનૅ લાગયુ તમૅ બાપૂ જીવતા નહી એવું મનૅ લાગયૂ ભૂત રાજગૉરૅ નિહાળયૂ. તેમણે ભેસ જોઇ નહી. મને પણ ખુલ્લા ખેતરોમાં જોતા ભેસ ન દેખાયી એકપણ.
પછી અમે કલચ તુટેલ બાઇક જેમતેમ ચલાવી ઘૅર ગયા છાનામાના સુઈ ગયા.
સવારૅ મારૂ શરીર દૂખવા લાગ્યું પછડાટનું પણ પેલા જ્યોતિષ તો પાંચ દિ સૂધી બિમાર તૅમનૅ ડર પેસી ગયૉ આજ પણ તે સરગુડી પાસૅ જતા ડરે જ છૅ. અને હું તો રાતે પણ ત્યાં ઉભો રહું મને ડર લાગતો નહી.
પણ મનૅ તો મારૉ આત્મવિશ્વાસ અનૅ ભીતરની શકતિએ મદદ કરી કહી શકુ કે મનૅ કૉઈ શકતીનૉ મારામા વાસ હૉવાનુ પ્રતીત થયૂ જૅણૅ મનૅ મદદ કરી સ્લો મોશન કરી. વિના ડરે સામનો કર્યો પરીસ્થીતીનો
અને " ભૂત સામે મારી ભીતરીય શક્તિનો વિજય" થયો.

