STORYMIRROR

રાજેશ નાયક "રાજ"

Romance

3  

રાજેશ નાયક "રાજ"

Romance

ભરોસો

ભરોસો

2 mins
410

આજે શાળામાંથી મોડું થઈ ગયું હતું અને ઘરે ચાલીને જઈ રહ્યો હતો. અચાનક જ અષાઢી મેઘ ગાજવીજ સાથે ધોધમાર વરસવા લાગ્યો. શરૂઆતથી જ મુશળધાર વરસાદથી થોડીકવાર આશરો લેવા એક નાનકડી લોજમાં ગયો. વાતાવરણમાં ઠંડક અને ભીની માટીની સુવાસમાં ચા પીવાની ખૂબ જ તાલાવેલી થઈ. ચાની એક - એક ચૂસકીથી મન અને તનમાં તાજગીનો અનુભવ થઈ રહ્યો હતો. ચા પીને નીકળવાની ગણતરી કરતો હતો.

તે જ સમયે એક કાર લોજ આગળ આવી ઊભી રહી. તેમાંથી એક સુંદર સ્ત્રી નીચે ઉતરી, અમારી આંખો મળી, તેણીએ લોજમાંથી થોડોક સામાન લેતી વેળાએ વારે ઘડીએ મને જોયા કરતી, મારી નજીક આવી બોલ્યાં," સાહેબ ભૂલી ગયાં કે શું ? એ અષાઢી મેઘ." હું વિચારતો જ હતો ત્યાં જ તેણીએ આગળ કહ્યું,"હું કલાવતી, યાદ આવ્યું. એકવાર રાત્રે મારે મોડું થઈ ગયેલ, કોઈ સાધન મળતું ન હતું. વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો. તમે છત્રી લઈને મને ઘરે મૂકી ગયાં હતાં." હા, મને યાદ આવી ગયું. પણ તમે અહીં ક્યાંથી ?

અહીંયા નજીકમાં અમારું ફાર્મ હાઉસ છે. કોઈકવાર જોવા માટે આવીએ છીએ. " ચાલો, સાહેબ કારમાં બેસી જાઓ." અને હું કારમાં બેસી ગયો. તેણીએ આગળ કહ્યું, " એ એકલતા, રાત્રીનો અંધકાર, અષાઢી મેઘ અને આપણાં બંનેની ભરજુવાની છતાં પણ તમે મારો ભરોસો અકબંધ રાખ્યો. તે દિવસથી આ જિંદગી તમારી અમાનત થઈ ગયેલ છે. સાહેબ, મારો સાથ જીવનભર નિભાવશો ?" અમારી બંનેની આંખો સહર્ષ મળી, તેણીનો હાથ મારા હાથમાં આવી ગયો. મેં કહ્યું," આ હાથ જીવનભર છોડુું તો કહેજો." આ પ્રેમી યુગલને જોઈને અષાઢી મેઘ ધોધમાર વરસવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance