ભારતમાતા
ભારતમાતા


‘ગઈકાલે રાત્રે શહેરના ખ્યાતનામ નેતાના છોકરાએ એક યુવતીની એકલતાનો લાભ ઉઠાવી, બળજબરીપૂર્વક તેનો બળાત્કાર કર્યો, જેના લીધે આજે તે યુવતીએ આત્મહત્યા કરી લીધી.’
ટી.વી. પર આવતાં સમાચારમાંની તે યુવતીનો ચહેરો જોઈ મને યાદ આવ્યું કે, આ તો એ જ છોકરી છે જે ગઈકાલે ૨૬મી જાન્યુઆરી નિમિત્તે શહેરમાં યોજાયેલ રાષ્ટ્રને ઉજાગર કરતાં જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘ભારતમાતા’ બની હતી !