STORYMIRROR

Bipin Agravat

Inspirational Classics Children

3  

Bipin Agravat

Inspirational Classics Children

દીકરીના દિવ્ય-દર્શન

દીકરીના દિવ્ય-દર્શન

1 min
28.6K


આજે મારે દીકરીને લઈ જીવનમાં થયેલા એક અનુભવની વાત કરવી છે, એક સત્યઘટનાનું ભાવવિભોર હૃદયસ્પર્શી વર્ણન કરવું છે. આશા રાખું કે વાચકમિત્રોને આ જરૂર ગમશે.

એક મોટું નગર અને એ નગરની મુખ્ય બજાર. એ બજાર નજીક મધ્યમ વર્ગની વસ્તીથી ખીચોખીચ ભરેલી એક સાંકડી એવી શેરી. એ શેરીનાં ખૂણે નાની એવી એક દુકાન. દુકાનની બાજુમાં જ નાની એવી ઓરડીનો લોખંડનો નીચેથી ટૂટી ગયેલો દરવાજો. આ દરવાજા પર ચોકથી લખી અંગ્રેજી શીખવાડતી આઠેક વર્ષની એક દીકરી અને શેરીની ધૂળમાં બેસી અંગ્રેજી શીખી રહેલી પાંચ-છ વર્ષની બે દીકરીઓ. આસપાસના ઘોંઘાટથી ભરપૂર વાતાવરણને નજરઅંદાજ કરી, પોતાના ભણવાનાં કાર્યમાં મગ્ન એવી આ દીકરીઓને જોતાં જ જાણે આ ભાગદોડની જિંદગીનો બધો જ થાક દૂર થઈ ગયો. ખરેખર, આ દ્રશ્યને બાલસહજ વર્તન કહેવું કે જીવનમાં યેનકેન પ્રકારે પણ કંઈક બનવાની - કંઈક કરવાની આકાંક્ષા...!

સમયની આ અલૌકિક ભેટ મળ્યા પછી દીકરીને લઈ એક સત્ય સમજાઈ ગયું કે આપણને આપણું જ સંતાન દીકરી હોય અને એ જ આપણને ખુશી કે સુખ આપી શકે એવું નથી, પરંતુ ઘણીવાર આપણી સાથે સામાજિક સંબંધોથી જોડાયેલા સગાંસંબંધીઓનું સંતાન કે આ રીતે જેની સાથે આંખની પણ ઓળખાણ નથી તેવી દીકરીઓ પણ એટલી જ ખુશી ને સુખ આપી શકે છે. બસ, જરૂર હોય છે નિઃસ્વાર્થ નજરની કે જે એને ઓળખી શકે, તેનાં દિવ્ય-દર્શન કરી શકે...

(તા.૧૧/૧૦/૨૦૧૪ ને શનિવાર)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational