ભાર
ભાર


“તમારી ઓળખાણ ન પડી.”
”જી હું એનો પિતા છું. મારો માધવ પહેલેથી નિડર અને સહનશીલ. કેટલા સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો. એ આ એવોર્ડ મેળવવાનો સંપૂર્ણ હકદાર છે. મને એના પિતા હોવાનો બહુ ગર્વ છે. હું પહેલેથી જાણતો હતો કે એ એક દિવસ મારું નામ રોશન કરશે જ.”
મોહન પ્રિન્સિપાલ સાથે પોરસાઈ પોરસાઇને વાત કરી રહ્યો હતો.
શ્રેષ્ઠ સંગીતશિક્ષકનો એવોર્ડ મેળવવા બદલ યોજાયેલ સન્માન સમારોહમાં માધવ પોતાના અંધાપાથી કંટાળીને વર્ષો પહેલાં શહેરની સીટીબસમાં ક્રુરતાપૂર્વક એકલો અને અનાથ મુકીને ભાગી જનાર અને આજે આટલાં વર્ષે અચાનક ગામડેથી પ્રગટ થયેલ પિતા સામે એકદમ નિસ્પૃહી નજરે નિહાળી રહ્યો હતો.
અને....
મોહનને માધવની અંધ નજરનો ભાર લાગ્યો.