Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

ભાઈ બહેનની પ્રિત

ભાઈ બહેનની પ્રિત

4 mins
111


"અહોહો..દીદી.. અત્યારે..સવારે? હજુ રક્ષાબંધનના તો ત્રણ દિવસ બાકી છે..આમ અચાનક?" ડોક્ટર સુભાષ બોલ્યા..

"ભાઈ...હા.. રક્ષાબંધનના ત્રણ દિવસ બાકી છે..પણ આજે હું તને રાખડી બાંધવા આવી છું" સુભાષ ની દીદી ડોક્ટર સુનિતા બોલી...

"પણ દી.... તમે તો રૂબરૂ રાખી બાંધે બહુ વખત થયો..મારો ભાણિયો તો મજા માં ને? એકલો રહેશે..ને દી..મારા જીજુ ના આવ્યા?" ડો.સુભાષ બોલ્યા..                 

"જો ભાઇ મારે તારી સાથે ખુલ્લા દિલે થી વાત કરવી છે..તારા મનમાં શું છે? એ ખબર પડતી નથી..અને ..હા..મારો આયુષ તો હવે નર્સરી માં જાય છે.. મારી નણંદ ના ઘરે મૂકીને આવી છું..વળતી ફ્લાઈટમાં જબલપુર પાછી.." ડો.સુનિતા બોલી......                   

 "સારું સારું..સિસ્ટર.. તમારી ક્લિનિક કેવી ચાલે છે? જીજુ ને તો ટાઈમ જ નથી મળતો."-: ડો.સુભાષ             

" હા..જો ને એની હોસ્પિટલ તો સરસ ચાલે છે.. આજે રવિવાર છે..તારા જીજુ કોઈ સેમિનારમાં કલકત્તા ગયા છે. મારે આજે કોઈ ખાસ કામ નથી..મારા આસિસ્ટન્ટ ને સોંપી ને આવી છું. ચલ..પહેલા હું ફ્રેશ થઈ ને તને રાખી બાંધું.આજે સાત વર્ષ થી કુરિયરથી મોકલતી હતી..ચાલ હું આવું". ડો.સુનિતા બોલી......                   

"હા દી ,મારે પણ આજે હોલીડે છે ..સંડે ક્લિનિક બંધ રાખું છું..".

      થોડી વારમાં ડો.સુનિતા ફ્રેશ થઈ ને આવી અને પોતાના નાના ભાઈ ડો.સુભાષ ને રાખી બાંધી..અને એના આંખમાંથી આંસુ આવી ગયા.

" દીદી રડો નહીં.. શું થયું છે ? એ કહો.".         

"ના.ના..આ તો ખુશી ના આંસુ...હવે હું ખુલ્લા દિલે તને જે પૂછું એનો સાચો જવાબ આપજે."                

"હા દીદી બોલો...".                         

 "જો તું હવે ચોત્રીસ વર્ષ નો થયો..મારા કરતાં તું બે વર્ષ નાનો છે..એટલી મોટી દીદી તરીકે પૂછું ? "           

"હા.. બોલો..પણ રાખી નું કવર લો..આ ભાણિયા માટે..કવર...એને તો જન્મ થયા પછી જોયો જ નથી. સમય જ નથી મળતો.".                         

" હા..આપણે ડોક્ટર ને તો સોશ્યલ લાઈફ જેવું રહેતું નથી....પણ તારી ક્લિનિક તો સારી ચાલે છે ને?"    

"હા.દીદી કેમ આમ પૂછો છો?"       

"જો ભાઇ આજે સ્પેશ્યલ એક કામ માટે જ હું અહીં ભોપાલ આવી....બોલ મને કહે તું હજુ લગ્ન કરવાની કેમ ના પાડે છે? આમ તો તારૂં જીવન એકલું પડી જશે.આપણી માં તો બાળપણમાં જ મૃત્યુ પામી..બાઉજી એ સ્થિતિ સારી નહોતી.. છતાં પણ પ્રાથમિક શિક્ષણ આપ્યું... પછી આર્થિક સ્થિતિ સારી ના હોવાથી આપણા અરમાનો પુરા કરી શકે એમ નહોતા.. એટલામાં બાઉજી જબલપુર ના જે આશ્રમ માં સત્સંગ માટે જતા ત્યાં "માં ચંદ્ર કલા માં" ને ખબર પડી..આપણા ડોક્ટરી ભણવાનો બધો ખર્ચો એમણે કાઢ્યો. મારા મેરેજ પછી બાઉજી આપણ ને મુકીને વૈકુંઠ પામ્યા...". "હા..દીદી મને ખબર છે... માં એ આપણા ને બહુ મદદરૂપ થયા છે..આ હું પચાસ હજાર નો ચેક આપું છું એ 'માં ' ના ચરણોમાં આપજો.. જેથી જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય..પણ દીદી તમે તો કોઈ ખુલ્લા દિલે વાત કરવાના હતા એ કહો...તમારો ભાઈ બેઠો છે મદદ કરવા...".

   "બસ.. હું આજ શબ્દોની રાહ જોતી હતી... બોલેલું પાળજે..મારા વીરા..".           

 "હા..હા..બોલો...પણ પહેલા ચા નાસ્તો તો કરો. ".   

 "ના.મારે આજે વ્રત છે..પણ હું પૂછું એનો સાચો જવાબ આપ... તું મેરેજ કેમ કરતો નથી? કોઈ પ્રોબ્લેમ છે? કે કોઈ સાથે..એટેચમેન્ટ...!! જો તું એકલો રહે નોકરો સાથે એ મને ગમે નહીં જો મારો આયુષ કેટલાય દિવસથી પૂછે છે કે મામાની મામી ક્યાં છે? બોલ ભાઈ....... "               

 " દીદી સાચું કહું..પહેલાં પણ મેં તમને વાત કરી હતી કે ઇન્દોર ની મેડિકલ કોલેજ માં અમે સાથે સાથે હતા.."...

"પણ અમે એટલે કોણ? એ જ જાણવા માગું છું."     

"દીદી... એનું નામ ડો.મમતા શર્મા.. અમને બેને સારું બનતું.. પછી પ્રેમમાં પડ્યા...પણ મમતા ફિઝીયોથેરેપીમાં ગઈ... હું મેડિસન.ફિશીશીયન.. અમે અમારા સંબંધો સાચવ્યા. ડો.મમતા પર આખા કુટુંબ ની જવાબદારી હતી. નાના બે ભાઈઓ... છતાં પણ એ મારી સાથે મેરેજ કરવા તૈયાર થઈ..એની શરતો પર ..પણ... સમાજ નો ડર.. એ   શર્મા....અને હું અગ્રવાલ.....એના પપ્પાની તબિયત સારી રહેતી નહોતી.. એણે આજીવન અનમેરીડ રહેવાનું નક્કી કર્યું. હાલ માં એ ખંડવા છે. મારું પણ બીજા કોઈ સાથે મેરેજ કરવા માનતું નહોતું. એટલે..એટલે...".              

"બસ.. આટલું જ..તમને બંનેને શું થયું છે? હું મારી રીતે પ્રયત્ન કરીશ..તને હું વચન આપું છું કે આવતા વર્ષ ના રાખી પૂનમ પર તારૂં ગોઠવી દઈશ..... તેં ખુલ્લા દિલે વાત કરી એ ગમ્યું...જો એ ડો.મમતા શર્મા ફરીથી ના પાડે તો મારી પસંદ કરેલી યુવતી સાથે મેરેજ કરવા પડશે જ.. આવતી રાખી પૂનમે તો તારી સગાઈ કરાવી ને જંપીશ.. અત્યારે માં ની જગ્યાએ છું.. તું મારો એક નો એક વ્હાલો ભાઇ છે.".  આમ બોલી ને ડો.સુનિતા રડી પડી.  

"દીદી..તમે કહેશો એ પ્રમાણે.....જ માનીશ..પણ મારા લીધે દુઃખી ના થાવ.. લો આ ચેક માં ને આપજો.. આજે રોકાઈ જાવ.. આપણે સુખદુઃખ ની વાત કરીશું......"

"ના..ના..આ મારી ફ્લાઈટ નો ટાઇમ થાય છે...જે દિવસે તું મેરેજ માટે હા પાડીશ એ દિવસે હું ખુશ થઈશ.".

રક્ષાબંધન નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમનો આ પ્રસંગ..આપને પસંદ પડશે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama