ભાગ્ય
ભાગ્ય
તમને ભાગ્ય પર ભરોસો કેટલો ?
જુઓ ભાગ્ય પર ભરોસો કરો, પણ અમદાવાદમાં ઘેરાયેલા કાળા કાળા વાદળો જેટલો. કાળા વાદળો ઘેરાય પણ વરસાદ જલ્દી પડે નહીં. હાથતાળી આપીને જતા રહે.
ઓકે ઓકે.પણ તમારા જીવનમાં ભાગ્યએ સાથ આપ્યો કે કર્મોએ ?
જુઓ દરેકના જીવનમાં કર્મ જ અગત્યનું છે. સાથે સાથે ભાગ્ય હોવું પણ જરૂરી છે. મારા જીવનમાં સારા સંસ્કારના લીધે સારા કર્મ કરવા પ્રેરાઈ જાઉં છું અને ઘણી વખત ભાગ્ય પણ સાથ આપે છે.
