STORYMIRROR

Mohammed Talha sidat

Abstract Inspirational Others

3  

Mohammed Talha sidat

Abstract Inspirational Others

બગડેલા‌ બટાટા

બગડેલા‌ બટાટા

2 mins
213

કોલેજના એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનું ટાસ્ક આપ્યું.

પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતાં હોય એટલા બટાટા લઈ આવજો.

એક એક બટાટાને તમે નફરત કરતાં હોય એનું નામ આપજો.

બીજા દિવસે સ્ટુડન્ટ્સ બટાટા લાવ્યા. કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે બટાટા હતા. કોઈની થેલીમાં પાંચ-સાત બટાટા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. બધાં સ્ટુડન્ટ્સે પ્રોફેસરને પોતપોતાની થેલી બતાવી.

પ્રોફેસરે કહ્યું કે,બહુ જ સરસ.

હવે તમારે એક જ કામ કરવાનું છે. એક મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે.

બધાં સ્ટુડન્ટ્સે કહ્યું કે,ઓકે.

બે-ત્રણ દિવસ તો વાંધો ન આવ્યો પણ પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે ધીમે બટાટા કોહવાતા ગયા અને તેમાંથી વાસ આવવા લાગી.

આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ.

પ્રોફેસરે હસીને કહ્યું કે,તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે ?

નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી, વેર અને બીજા કેટલા બટાટા તમે કેટલાં દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો ?

એ કોહવાઈ ગયા છે. વાસ આવેછે. તમે તમારી સાથે જ એ લઈને ફરો છો.

તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે ? કારણ કે તમે એ બટાટા ફેંકતા જ નથી.

જાવ,આ બટાટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો.

સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે એને હટાવી દો. જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો.

દરેક માણસ સારો જ છે, બસ જરુર છે જુની સડેલી વાતો મગજમાંથી કાઢી તે માણસની સારપ જોવાની.


Rate this content
Log in

Similar gujarati story from Abstract