Meenaz Vasaya. "મૌસમી"

Romance Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Tragedy

બેહિસાબ ચાહત

બેહિસાબ ચાહત

3 mins
347


સાંજનું અલૌકિક ખુશનુમા વાતાવરણ હતું. આ નટખટ રૂપાળી વાદળી આકાશમાં આમતેમ દોડાદોડી કરી રહી હતી. સૂરજ સાથે સંતાકૂકડી રમી રહી હતી. બેફિકરાઈથી આમતેમ દોડતી હતી. પંખીઓ કલરવ કરી રહ્યા હતા. થાક્યો પાક્યો સૂરજ સંધ્યાની બાહોમાં એવી રીતે લપાયો જેમ કોઈ સ્કૂલેથી થાક્યું પાક્યું બાળકમાંના પાલવમાં સંતાઈ એમ. સિંદુરી શામ વાતાવરણને સુંદર બનાવી રહી હતી.

આવા ખૂબસૂરત વાતાવરણમાં ઈશાન બગીચાના બાંકડા પર આવીને બેઠો. એનો દરરોજનો એ ક્રમ હતો. ઈશાન ગામડેથી શહેરમાં આવ્યો હતો. મલટીનેશનલ કંપનીમાંનોકરી કરતો હતો. શહેરમાં કોઈ મિત્રો નહોતા. અને ઘરે કોઈ રાહ જોવાવાળું નહોતું એટલે બાજુના બગીચામાં આવીને બેસતો.

બગીચો ખૂબ સુંદર હતો. પવનનો ફેરિયો ફૂલોની ખુશ્બૂ વહેચી રહ્યો હતો. ક્ષિતિજે આકાશ ધરાને ચુંબન કરી રહ્યો હતો. બાળકો અવનવી રાઇડ પર સવારીનો આનંદમાંણી રહ્યા હતા. યુવાનો મિત્રો સાથે તોળ ટપ્પામાંરી રહ્યા હતા. વડીલો ભૂતકાળને યાદ કરીને સોનેરી સફરની ક્ષણોમાંણી રહ્યા હતા. આ પંખી ઓ આપસમાં ગુફ્તગુ કરી રહ્યા હતા. આ ભમરો ફૂલોને પ્રપોઝ કરી ગીત ગાઈ રહ્યા હતા.  

ફૂલો જાણે મલકાય રહ્યા હતા. કોનું આગમન થયું હશે કોણ જાણે!આ આખો બાગ ખુશ હતો. છોડ નૃત્ય કરી રહ્યા હતા. પંખી ઑ ગીત ગાઈ રહ્યા હતા. હવા પણ નર્તન કરી રહી હતી. ટેપ પર"આજ મૌસમ બડા બેઈમાન હૈ"રફી સાહેબના અવાજમાં મૌસમને વધારે આનંદદાયી બનાવી રહ્યું હતું. ઈશાન આ બધી ગતિવિધિ ઓને શૂન્યમનસ્કમાંણી રહ્યો હતો. આવું ખૂબ સુરત વાતાવરણ પણ તેને ખુશી આપી શકતું નહોતું.

એટલામાં "કેમ છો ?કોની શોધી રહ્યા છો ?માંરા મિત્ર બનશો ?" એવું સુમધુર અવાજ સંભળાયો.

પાછળ ફરીને જુવે છે તો, ૨૪થી ૨૫ વર્ષની એક ખૂબસૂરત યુવતી હતી. આસમાની કલરના કપડામાં એ આકાશી પરી લાગતી હતી. ભાલમાં લાલ બિંદુ હાથમાં ચૂડીયા શોભતી હતી. કમળ જેવું વદન એનું,હોઠ પર કાળુ તલ એની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું હતુ. લાંબા કાળા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા. પવનને પણ શાયદ એ રૂપ સુંદરી સાથે ઇશ્ક થઈ ગયો હશે કદાચ એટલે જ એની ચુનરી સાથે અડપલા કરી રહ્યો હતો. એકબીજાનો પરિચય આપી વાતો એ વળગ્યા. અને કેટલીય બધી ખુશીઓ લઈ. બીજા દિવસે પણ મળવાનો વાયદો કરી. બંને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે છે.

હવે બંને લાગતું હોય છે કે સાંજ બહુ મોડી પડે છે. સાંજ પડતાં જ લાખો વાતોની આપ લે કરે છે. અને આમને આમ દિવસો પસાર થવા લાગે છે. છ મહિનામાં તો બંને એકબીજાના પ્રેમમાં ઘણા આગળ નીકળી ગયા. અને એકબીજાને સાથે જીવવા મરવાના કોલ પણ આપી દીધા. હવે ઈશાનને અણગમતું શહેર પોતીકું લાગવામાંડ્યું હતું. ઉદાસ ચહેરા પર હસી હતી. દિલમાં ઈશાનીનો પ્રેમ હતો. ખૂબસૂરત સપનામાં એ રાચતો હતો.

ઈશાની પણ ઈશાન સાથેના સહજીવનના સપના જોઈ રહી હતી. પણ બધા દિવસો ક્યાં સરખા હોય છે. ઈશાનીનું અચાનક વજન ઘટવા લાગે છે. અને શરીરમાં તાવ રહેવા લાગે છે. રિપોર્ટ આવતા ખબર પડે છે કે તેને બ્લડ કેન્સર હોય છે. અને ફક્ત ત્રણ મહિનાની મહેમાન છે. ઈશાની ખૂબ દુખી થાય છે. ઈશ્વરને ફરિયાદ કરે છેમાંરી સાથે આમ કેમ ?પોતે ઈશાનને મળવાનું પણ છોડી દે છે.

ઈશાન રોજ ઈશાનીની વાટ જુવે છે. પણ ઈશાની આવતી જ નથી. દિવસો પછી મહિનાઓ પસાર થવા લાગ્યા. ઈશાન વિચારવા લાગ્યો કે ઈશાની બેવફા છે. કોઈની સાથે લગ્ન કરી લીધા હશે. આમ માંનીને ખૂબ દુખી થાય છે. અને ઈશ્વરને ફરિયાદ કરે છે કે તારે મારી ખુશી છીનવી લેવી હતી, તો આપી શું કામ ? મનોમન ખૂબ દુઃખી થાય છે.

પછીના દિવસે બાગના બાંકડે બેઠો હોય છે. અને ઈશાની જેવી જ એક યુવતી આવે છે. અને ઈશાનને સવાલ કરે છે. "તમે જ ઈશાન મલહોત્રા છો ?ઈશાનીને ઓળખો છો ? ત્યારે ઈશાન નવાઈ પામે છે. ત્યારે એ યુવતી જે ઈશાનીની નાની બહેન ઈશા હતી. એ એક પત્ર આપે છે. અને પત્રમાં ઈશાની પોતે ઈશાનને બહુ ચાહતી હોય છે. એનો ઉલ્લેખ કર્યો હતો. અને ઈશા સાથે લગ્ન કરવા અને એની સંભાળ રાખવામાંટે,ઈશાનને ભલામણ કરે છે. ઈશાની અને ઉધા બંને અનાથ હોય છે. ઈશાની નોકરી કરીનાની બહેનને ભણાવતી હતી. ઈશા સાથે લગ્ન કરી લેવા ભલામણ કરે છે.

ઈશાની આઈસીયુમાં છેલ્લા શ્વાસો લઈ રહી છે. હવે ઘડીની મહેમાન છે એમ કહી ઈશા ઈશાનને પોતાની સાથે હોસ્પિટલમાં લઇ જાય છે. ઈશા બોલી શકે એવી હાલતમાં હતી નહિ. ઈશાનો લઈ ઈશાનના હાથમાં આપે છે. અને સદાનેમાંટે આંખો મીચી દે છે. ઈશાન અને ઈશા બંને ખૂબ રડે છે. અને રડતી આંખો એ ઈશાનીને અંતિમ વિદાય આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance