Leena Vachhrajani

Tragedy

5.0  

Leena Vachhrajani

Tragedy

બદલતી મોસમ

બદલતી મોસમ

1 min
530


ડોક્ટર મહેતા રેહાનની કબર પર મોસમનું પ્રથમ લાલ ફૂલ મુકતાં ડબડબી ગયા. રેહાનના ડેડી મિ.સોલોમન તરફ ફરીને એમણે દિલસોજી વ્યક્ત કરતાં કહ્યું,


”સોરી મિ.સોલોમન, હું જાણતો હતો કે રેહાનના પ્લેટલેટ્સ હવે ઘટતા જશે અને એ આપણને ક્યારે દગો દેશે એ નક્કી ન કહેવાય. મેં તો માત્ર એને ખોટો દિલાસો આપવા કહ્યું હતું કે,

“રેહાન જો તારા પલંગની બરાબર સામે જે ઝાડ છે એમાં લાલ ફૂલ આવશે અને એ તું દોરીશ તે દિવસે તને હોસ્પિટલમાંથી રજા આપી દઇશ. એ લાલ ફૂલ જોઈ કે દોરી શકશે એ જ અનિશ્ચિત હતું. પણ એના ડ્રોઇંગના શોખને મેં એના છેલ્લા દિવસોનો ઇંતજાર બનાવીને સમય પસાર કરવાનું માધ્યમ બનાવી દીધું હતું.”


મિ.સોલોમન ડોક્ટર સામે સ્તબ્ધ નજરે જોઈ રહ્યા..

“ડોક્ટર એક મિનિટ..”

સોલોમન બહાર મુકેલી ગાડીમાંથી એક કાગળ લઈ આવ્યા જેના પર લાલ ફૂલ દોરેલું હતું.

પાંપણ પર પાળ બાંધીને બેઠેલાં આંસુનો સહારો લઇને સોલોમને ડોક્ટરને કહ્યું,

“હા ડોક્ટરસાહેબ, રેહાને છેલ્લી રાત્રે મારા કાનમાં કહ્યું હતું કે, ડોક્ટરઅંકલને કહેજો કે રેહાનને સાચા લાલ ફૂલનો ઇંતજાર રહ્યો.. “


હોસ્પિટલના રિનોવેશન બાદ ડોક્ટર મહેતાની કેબિનમાં ભીંત પર સુંદર ફ્રેમમાં લાલ ફૂલનું પેઇન્ટિંગ શોભી રહ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy