Jagruti Pandya

Tragedy Children

4.5  

Jagruti Pandya

Tragedy Children

બાપ એવા બેટા

બાપ એવા બેટા

2 mins
448


આજે સોનુના આ પ્રકારના વર્તનથી તેનાં માતા પિતાને ખૂબ જ આઘાત લાગ્યો અને ઊંડા વિચારોમાં સરી ગયા. 

ભાવિનભાઈ જમીને ફટાફટ તેમનાં રૂમમાં ગયા. તેમનાં પત્નિ પણ ઝડપથી રસોડું આટોપી તેમનાં પતિ પાસે પહોંચી ગયા. આજે સોનુના વર્તને તેમની આંખો ખોલી નાખી. ખરેખર આજે તેઓ પેટ ભરીને પસ્તાયા. તેમનાં પત્નિ ખૂબ જ ભલા ભોળાં હતાં. તેઓ બધી પરિસ્થિતિ પામી ગયાં. પારૂલબહેને પતિ ભાવિનભાઈના ખભે હાથ મૂકી સાંત્વના આપતાં કહ્યું, " હવે આ સંસ્કાર એક વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે, નાનપણથી જ બીજારોપણ થઈ ગયું હતું. હું તમને તે સમયે જ કહેતી હતી કે બાળકોની હાજરીમાં આ બધી તમારી ચાલાકી રહેવા દો. બાળકો પર કેવાં સંસ્કાર પડે ? તે સમયે તમે મારી એક ના સાંભળી. તમે જે રીતે તમારાં મા બાપ ને ઉલ્લુ બનાવતાં હતાં અને ખુશામત કરતાં હતાં તે જ આપણો દીકરો આપણી આગળ વર્તી રહ્યો છે. બોલો છે હવે આનો કંઈ ઉપાય ?" 

ભાવિનભાઈને હવે તેમની ભૂલ સમજાઈ. માથું પકડીને પલંગ પર ફસકાઈ પડ્યાં. તેમને તેમની આંખો સામે તેમનો ભૂતકાળનાં ચિત્રો દેખાવા લાગ્યાં. ભાવિનભાઈ એક મોટા બિલ્ડર હતાં. રૂપિયાની રેલમછેલ હતી. છતાં પણ તે પૈસાના પૂજારી. ઘર ખર્ચીમાં કે ક્યાંય ધરમ કરમમાં કદી રૂપિયા ના કાઢે. સંયુક્ત કુટુંબમાં રહેતાં હોવાથી પહેલેથી તેમણે પોતાનાં રૂપિયાની બચત જ કરી હતી. તેમના નાના ભાઈને એક દુકાન હતી. ક્યારેક ભાવિનભાઈ દુકાને પણ બેસે અને ત્યાંથી ગલ્લામાંથી રૂપિયા કાઢી લઈને ઘર માટે ઘી, મીઠાઈ, શાકભાજી, ફળો અને અન્ય જરૂરી સામાન લાવે. મા બાપ ને આ બધી ક્યાંથી ખબર પડે ? એમને તો એમ જ કે મોટોભાઈ આ બધું લાવ્યો. આ સિવાય બાપાની દવા કે અન્ય જરૂરી સામાન લાવવાનો હોય તો હલકી ગુણવત્તાનો અને સસ્તો લાવે અથવા તો જેટલી કિંમતમાં લાવ્યાં હોય તેનાં કરતાં ડબ્બલ રૂપિયા તેમનાં પિતા પાસેથી મેળવી લે. આવી તો ઘણી બધી ચાલાકી કરે. સાથે સાથે મા બાપ ને પણ તેમની વાતોમાં એટલાં બધાં પ્રભાવિત કરેલાં કે માબાપને માટે તો તે રામ સમાન દીકરો ગણાતા. પણ આ ભાઈ બહારથી રામ જેવાં અને અંદર ના ગુણો રાવણ જેવાં. પણ બિચારા માબાપને અને તેના નાના ભોળા ભાઈને ક્યાંથી ખબર ? અને આ બધું તેમનાં બાળકોની હાજરીમાં થતું. બાળકો બાપનાં આ કરતૂત જાણતાં. બાપ પણ જણાવી ખૂશ થતાં. પણ કહેવત છે ને ?  " ભેંસ નાં શિંગડાં ભેંસને ભારી ! "

પણ, કહેવાય છે ને કે, ચોર ચોરને જલ્દી પકડી પાડે છે. અને આમ, ભાવિનભાઈ તેમનાં દીકરાની અદ્દલ તેમનાં જેવી જ સ્ટાઈલમાં કરેલ ચાલાકીઓ ખૂબ જ જલ્દી પારખી ગયા હતા. પણ મજબૂર હતાં. હવે વૃદ્ધ અને અશક્ત હતાં. શું થાય ? તેમનાં કરતા પણ વધે તેવો તેમનો સોનું નીકળ્યો. હવે આમાં કંઇજ થાય તેમ નથી. એક જ ઉપાય છે, પ્રાર્થના !

ખરેખર, " ભેંસનાં શિંગડાં ભેંસને ભારી." અથવા " બાપ એવા બેટા, વડ એવા ટેટા. " આ બંને કહેવતો આ વાર્તાને લાગુ પડે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy