બાનું પેન્શન
બાનું પેન્શન
સડસઠની ઉંમર સુધી ફકત બ્લડ પ્રેશરની ગોળી સિવાય ગંગા બાનું દવાનું ખર્ચ કંઈ નહિ ! પણ હવે વાત જુદી બની...
બ્લડ પ્રેશરની સાથે ડાયાબિટીસ અને કરોડરજ્જુના મણકાની તકલીફે બા ને ભરડો લેતા પેન્શનના આઠ હજારમાંથી આ મહિને દવામાં જ સાત હજાર વપરાયા ને નાની વહુ ધીરેથી બોલી..."સાંભળો, વિષલાના પપ્પા, બા ને હવે મોટાં ભાઈ ભાભી રાખશે... આપણે આજ સુધી ઘણું કર્યું....!!"
