Akshat trivedi

Romance Tragedy Action

3  

Akshat trivedi

Romance Tragedy Action

બાબુએ તેની જાનુને લખેલ પત્ર

બાબુએ તેની જાનુને લખેલ પત્ર

3 mins
156


વ્હાલી જાનુ,

કેમ છે પ્યારી ? આશા હશે કે તું મઝામાં હોઈશ. મારી અર્ધાંગિની બની ત્યારે તો મસ્ત જોરશોરથી ઉજવણી કરીએ છીએ પણ આજે તને યાદ છે કે આજે શું છે ? 

તું વિચાર કરે એની પહેલા હું જણાવી દઉં કે આજે આપણી પ્રથમ મુલાકાત થઈ હતી. 

જી હાં, એ રાત હજુ પણ મને યાદ છે જ્યારે હું તારી મદદ કરવા આવ્યો હતો. એ તારીખ તને યાદ નહીં હોય કારણકે તું મારું ઘર સાચવવામાં ખૂબ વ્યસ્ત થઈ ગઈ છો પણ તારા બાબુને આ તારીખ યાદ છે અને એ તારીખ હજુ પણ મારી જુની ડાયરીમાં લખેલી છે અને એ તારીખ છે 26/7/2019.

કોણ જાણે આ તારીખ લખતા હું ભૂતકાળમાં ખોવાઈ ગયો અને મારી આંખો સામે એ રાત તાદ્દશ થઈ ગઈ.

ઓફિસનું કામકાજ કરવામાં મશગુલ થઈ જતાં ક્યારે રાતના અગિયાર વાગી ગયા તે ખબર ન પડી. બોસ પણ જતા રહ્યા અને આખરે સિક્યોરિટી ગાર્ડ મને બોલાવવા આવ્યો ત્યારે હું ચોંકી ગયો અને ગેટ તરફ ભાગ્યો પણ ત્યાં જ મારી નજર ઘડિયાળ પર જડાઈ ગઈ કારણકે 8 વાગ્યાની મારી ભિલાડ વડોદરા એક્સપ્રેસ ટ્રેન જતી રહી હતી અને હું કંટાળાજનક મૂડ સાથે હું મારા ઓફિસ પાસે આવેલ મારા દોસ્તના ઘેર જઈ તેની પાસેથી બાઇક લઈને અંકલેશ્વર આવવા નિકળ્યો. વરસાદ ખૂબ ધીમી ધારે હતો પણ પાસે આવતા અચાનક વરસાદ વધી ગયો અને હું સાઇડ પર બાઇક ઊભી રાખી એક મકાનના ઓટલે બેસવા ગયો પણ એ ઘરની અંદરથી તારો દર્દનાક વિનંતી ભર્યો અવાજ આવી રહ્યો હતો અને મેં કડી લગાવ્યા વગરના અધખુલ્લે દરવાજેથી જોયું તો બે નરાધમ તારું શિયળ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના તને આ લોકોથી બચાવવાના ઉદ્દેશ્યથી બારણા બહાર પડેલી પીવીસીની પાઇપ ઉઠાવીને અંદર ધસી આવી એક એક કરીને બંનેને ફટકા માર્યા પણ એ લોકો એટલા મજબૂત હતા કે તેમણે મને હાથમાં બે વાર દાતરડું માર્યું પણ હું હિંમત હાર્યા વગર લોહીલુહાણ હાલતમાં તેમને બેહોશ કરીને રહ્યો પછી કામ તમામ મારી નજર જેમ તારા પર પડી તો તું મને ડઘાઈને આઘાત લાગી ગયો હોય તેવી રીતે જોતી હતી અને તારું મગજ પણ સુન્ન મારી ગયું હતું. જોકે તું સારી હાલતમાં હતી અને તારો વાળ પણ વાંકો ન થયો હતો, હું પરિસ્થિતિ પામી ગયો અને તને આ ઘટના વિશે પૂછયું તો જાણવા મળ્યું કે તારું અપહરણ થયું હતું. ત્યારબાદ તને બાઇક પર બેસાડી ચાલુ વરસાદે 6 કિ.મી દૂર આવેલા પોલીસ મથકે લઈ ગયો હતો અને તે નરાધમ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી તેમની ધરપકડ કરાવી હતી. મારો ઘા પાકી ગયો હોવા છતાં મને જરા પણ દર્દ ન થતું હતું કારણકે તેનું કારણ હતું તારી ઈજ્જત લૂંટાઈ જતી બચાવવાનો સંતોષ.

તું મારી હિંમત પર વારી ગઈ હતી અને ત્યારે બહાર નીકળતા વેંત જીવનસાથી તરીકે અપનાવી લીધો હતો. એ રાત મારા માટે સૌથી વધુ સારી અને કિંમતી હતી.

હું હાલમાં ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યો તો ઘણો સમય પસાર થઈ ગયો હતો અને મારા આશ્ચર્ય વચ્ચે આ ઘટના પણ આપોઆપ લખાઈ ગઈ છે. આ પત્ર સાથે એક લાલ સાડી પણ મોકલી રહ્યો છું. જે પહેરીને રાત્રે તારે મારી સાથે કેન્ડલ લાઇટ ડિનર પર આવવાનું છે.

આશા છે કે તને આ સાડી અને આ ઘટના લખેલ પત્ર ગમશે.

આઈ લવ યુ જાનુ

તારો બાબુ


Rate this content
Log in

Similar gujarati story from Romance