સમલૈંગિક
સમલૈંગિક
"હેલો પરેશ, હું રેસ્ટોરન્ટમાં બેઠી છું. તું કેટલી વારમાં આવે છે ?"
"બસ થોડી વારમાં આવું છું અને આજે મારી ગર્લફ્રેંડ સાથે તારી મુલાકાત કરાવીશ."
"વાઉ, સો અમેઝીંગ ! તારી ગર્લફ્રેંડને પણ લેતો આવજે. હું તારી રાહ જોઉં છું.
"હા આવ્યો પાંચ મિનિટમાં. "
દસ મિનિટ બાદ પરેશ રેસ્ટોરન્ટમાં એક તેની ઉંમરના પુરુષ સાથે આવે છે અને નેહાના ટેબલ પાસે જઈને બોલે છે. "હેલો નેહા, ધિસ ઈસ માય ગર્લફ્રેંડ એન્ડ હર નેમ ઈઝ પ્રિયાંશી. કેટલી બ્યુટીફૂલ લાગે છે જો !"
નેહા બે ઘડી સુધી તેની સાથે રહેલા પુરુષ સામે જોઈ રહે છે અને સસ્મિત આવકાર સહિત બંનેને બેસવા કહે છે.
"પરેશ, આ શું ગાંડા કાઢી રહ્યો છે ? તારા મિત્રને તારી ગર્લફ્રેંડ ક્યાંથી કહે છે જરા બતાવ."
"અરે યાર મારી ગર્લફ્રેંડ છે. આ મારી પ્રિયાંશી ડાર્લિંગ તો ડોક્ટર છે."
"હા પણ, ક્યાંક તું ઓલો હીજડો તો નથી થઈ ગયો ને, એન્જિનિયર બનીને તારું મગજ ઢીલું થઈ ગયું છે."
"ના યાર, આ તો આની સાથે રહેવું ગમે છે એટલે આ મારી ગર્લફ્રેંડ છે. "
" હા પણ તમે બંને જાહેરમાં આ શું ગાંડા કાઢી રહ્યા છો ?"
પરેશ કૈંક બોલવા જાય છે પણ ત્યાં તેને કોઈનો ફોન આવે છે અને તે બહાર જાય છે.
"દીદી, વાત કૈંક એવી છે કે અમે ગે છીએ. "
" વોટ ! તમને લોકોને સમાજથી ડર નથી લાગતો ? તારું નામ શું છે? "
"હા, મારું નામ પ્રિયાંશ છે પણ મારા અને પરેશમાં થોડા હોર્મોન્સ અલગ વિકસેલા છે તેથી અમને વિજાતીય આકર્ષણ નહીં પણ સજાતીય આકર્ષણ થાય છે અને સજાતીય આકર્ષણ પ્રેમમાં ફેરવાઈ જતા સજાતીય શારીરિક સંબંધો પણ બંધાય છે. વાત રહી સમાજની તો અમને સમાજનો ડર નથી લાગતો. દુનિયામાં આવા ઘણા લોકો છે જે હોર્મોન્સ ચેન્જ થવાના કારણે સ્ત્રી સ્ત્રી સાથે અને પુરુષ પુરુષ સાથે સંબંધો બાંધે છે. આવા લોકોને સમાજમાં માન સમ્માન નથી મળતું. આવા સંબંધોને સમાજ સ્વીકારતો નથી અને આવા લોકોને હડધૂત કરવામાં આવે છે કારણકે સમાજ માત્ર સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધોને જ માન્ય રાખે છે ના તો કોઈ સમલૈંગિક સંબંધોને. મને આશા છે કે આ વાત સાંભળ્યા પછી સમજીને કદાચ અમારા સંબંધો સ્વીકારી શકો કારણકે દુનિયા તો સંબંધો નહીં સ્વીકારે પણ તમે સ્વીકારી લેશો તો અમને સંતોષ અને ખુશી થશે. "
"તમારા સંબંધોને કેટલો સમય થયો છે ? "
"2 મહિના દીદી, આટલા સમયમાં અમારી વચ્ચે ઘણું ખરું થઈ ચૂક્યું છે અને અમે હવે લગ્ન પણ કરવાનાં છીએ."
"આ સંબંધો હોર્મોનમાં ફેરફાર થવાના કારણે સામાન્ય છે પણ આ સમાજ વચ્ચે જીવવું તમારૂ અઘરું હોવાથી શક્ય છે કે તમે બંને કશે બીજે જતા રહો. હું તમારા બંનેની લાગણીઓને સમજી શકુ છું અને આ સંબંધ મને સ્વીકાર્ય છે. "
"ખૂબ ખૂબ આભાર દીદી કે તમે અમારા સંબંધને સ્વીકારી લીધો. હવે અમને તમારી સામે આ સંબંધ વિશે કોઈ સંકોચ નહીં રહે."
નેહા પછી 3 પ્લેટ પાવભાજી ઓર્ડર કરે છે અને ત્યાં તેની નજર ફોન પૂરો કરીને આવતા પરેશ પર પડે છે અને તે પરેશને માનભરી નજરે સ્મિત સાથે જોઈ રહે છે.

