Akshat trivedi

Romance Others

3  

Akshat trivedi

Romance Others

પ્રણયને નામ એક તાર

પ્રણયને નામ એક તાર

3 mins
331


વહાલી અને પ્રાણપ્યારી જાનકી,

જાનકી, તું કેમ છે ? આશા હશે કે તું મઝામાં હોઈશ. ઘરે પણ બધા મઝામાં હશે અને બધા પરિવારના સભ્યોની તબિયત ઈશ્વરકૃપાથી સારી હશે. 

આજે ઘણા સમય બાદ તને આ 21 મી સદીના આધુનિક 5 જી ઇન્ટરનેટના જમાનામાં એક પત્ર લખવાની સુવર્ણ તક મળી છે. તારા સાથે છેલ્લા 3 વર્ષથી સંપર્ક અચાનક કપાઈ ગયા હોવાથી કોઈ સંપર્ક ન હતો પણ 4 દિવસ પહેલા મારી જીવનસાથી રોશનીનું અકાળે મૃત્યુ થતાં તારી અચાનક ખૂબ યાદ આવી રહી છે. 

"સાચે કહું તો રોશનીએ માત્ર એક રોબોટ જેવી જિંદગી જીવી છે. સવારે પાંચ વાગ્યે યંત્રવત્ રીતે ઊઠીને ચા બનાવવી, નાસ્તો બનાવવો, મને ઓફિસ માટે બધું તૈયાર કરી આપવું, કાર્તિકને શાળાએ મોકલવો, જમવાનું બનાવવું અને આરામ કર્યો ન કર્યો કે સાંજે પાછું રોજીંદા કામમાં પરોવાઈ જવું અને રાત્રે મને બેડ પર ખુશ કરવો. તેની ઈચ્છા ન હોવા છતાં મેં તેની સાથે બળજબરીથી લગ્ન કર્યા અને તેને અહીં લઈ આવ્યો અને તેને હું માત્ર મારા હાથની કઠપૂતળી માનીને તેને હુકમ કરતો રહ્યો અને તે તેના પ્રેમીની યાદમાં અને અચાનક તેની મરજી વિરુદ્ધ મેં કરેલા લગ્નમાં આઘાતથી તે હતાશાની ગર્તામાં ધકેલાઈને મારો હુકમ માનતી હતી અને આઘાત લાગવાને કારણે અને તેનો સહારો કોઈ ન હોવાને કારણે તે ચૂપ રહી.

રોશની કઈ ન બોલી શકતી પણ 5 દિવસ પહેલા જ્યારે તે અંતિમ શ્વાસ લઈ રહી હતી ત્યારે તેણે વાસ્તવિકતા જણાવી હતી કે, 8 મહિના પહેલા એક્સિડન્ટમાં મારી એક કિડની ડેમેજ થઈ ગઈ હતી ત્યારે ડોક્ટર પાસે ખોટું બોલી તેણે પોતાની કિડની મને આપી હતી અને 17 દિવસ પહેલા જ્યારે રોશનીને પેટમાં દુખવા લાગ્યું ત્યારે હું ખિજાઈ ગયો કે તું તો સાવ નરમ છે અને તે એકલી ચેકઅપ કરાવવા ગઈ ત્યારે ખબર પડી કે એની કિડની પણ વધુ કામ કરવાના કારણે ફેલ થઈ ગઈ છે અને બહુ દિવસો બચ્યા નથી પણ તે મોઢા પર મને ખબર ન પડે તેમ નકલી સ્મિત આપી મારી સેવા કરતી રહી અને બીજી વાત તેણે એ કહી હતી કે જ્યારે મારી આવક ઓછી હતી ત્યારે એ ગર્ભવતી હતી તો મને ગર્ભવતી હોવાની જાણ કર્યા વગર તેણે જાતે એબોર્શન કરી દીધું હતું તેથી મને તકલીફ ન થાય. "

મને આ સાંભળીને ઘણી તકલીફ થઈ હતી પણ ખેર હવે તે આ બધું સાંભળવા અને મારો પ્રેમ પામવા આ દુનિયામાં નથી રહી. તેની અંતિમ ઈચ્છા એ છે કે કાર્તિકને તું અને હું ભણાવી ગણાવી મોટો કરીએ અને આપણે બે લગ્ન કરી લઈએ કારણકે પ્રતીક પણ ઓફ થઈ ગયા છે અને તું એકલી રહે છે, ઉપરથી તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે તેથી આપણાં બે વચ્ચે વધારે આત્મીયતા રહેતી હતી પણ અચાનક 4 મહિના પહેલા રોશનીએ તારા પર મારા સાથે અનૈતિક સંબંધ હોવાના આરોપ લગાવ્યા તેથી તે આ પવિત્ર દોસ્તી તોડી નાખી. 

"પ્યારી, મારી જાનુ, શું તું આ તૂટેલી દોસ્તીને એક પાકી દોસ્તી અને ત્યારબાદ એક પતિ પત્નીના સંબંધમાં ફેરવીશ ? 

શું તું રોશનીની અંતિમ ઈચ્છા પૂરી કરીશ ?

શું તું જુની કડવી યાદો ભૂલીને નવી યાદોની દુનિયા બનાવીશ ? 

શું તું જાનકી પ્રતીક શાહમાંથી જાનકી પ્રણય પરીખ બનવા ઈચ્છીશ ? 

કીટેન, તું ચિંતા ન કરતી હો. મને મારી બધી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને હું તારી જોડે રોશની સાથે જે વ્યવહાર કર્યો હતો તે ક્યારેય નહીં કરું. સ્ત્રી પણ પ્રેમની તરસી હોય છે એમ મને આજે સમજમાં આવ્યું છે બાકી તો મારે મન સ્ત્રી એક રોબોટ છે.

બાબુ, તું તો મને નાનપણથી ઓળખે છે કે હું કેવો છું. પ્લીઝ હવે માફ કરી દે અને નવી શરૂઆત કર ને યાર. જો કાર્તિક પણ અત્યારે એક સ્ત્રીનો પ્રેમ ઝંખે છે. ચાલ તું મારી જિંદગીમાં પત્ની અને કાર્તિકની જિંદગીમાં માંની ખોટ દૂર કર ને.

મને તારા જોડે જિંદગી વિતાવવી વધુ ગમશે. શું મારો હાથ આખી જિંદગી માટે પકડીશ.?

આશા છે કે તું મારો હાથ પકડી લઈશ અને જુની યાદો ભૂલીને નવી શરૂઆત કરીશ... 

તારો જવાબ આવશે તે આશા સાથે આ પત્ર હું અહીં સમાપ્ત કરું છું.

લી. તારો બેસ્ટ ફ્રેન્ડ 

પ્રણય 


Rate this content
Log in

Similar gujarati story from Romance