Leena Vachhrajani

Tragedy

3  

Leena Vachhrajani

Tragedy

અવ્યવહારુ પત્ર

અવ્યવહારુ પત્ર

1 min
11.6K


તારા માટે કોઈ પણ સંબોધન લખવું ગમતું નથી.

ઘરમાં નાનપણથી શો-કેસમાં બેસાડેલા ગાંધીજીના ત્રણ બંદરને જોતો આવ્યો છું. 

મારી મમ્મી ગયા બાદ અને પપ્પાની જીવનસંગિની બનીને ઘરમાં તારા આવ્યા બાદ પપ્પાએ આદર્શના જે પાઠ એ સ્ટેચ્યુને બતાવીને શિખવાડ્યા હતા એ બધા બસ ફરી પેલા શો-કેસમાં બેઠેલા બંદરમાં સમાઈ ગયા.

હું જિંદગીને સમજતો થયો ત્યારથી તને જ જોતો આવ્યો. પણ સ્કુલમાં મા વિશે સાંભળતો ત્યારે નવાઈ લાગતી કે મા આવી હોય! કારણકે મેં તો તારા જેવી મા જ જોઈ-જાણી હતી.

ક્યારેક દુ:ખ, ક્યારેક ગુસ્સો, ક્યારેક આક્રોશ-બસ ચોવીસ વર્ષ આ બધી લાગણી અને કાયમી અન્યાય સાથે જ વહ્યાં.

પપ્પાને ફરિયાદ કરવાની હિંમત ન થઈ. એમનું તારી સાથેનું સુખી જીવન છીનવી લઉં એવો હું તારા જેવો નગુણો નથી.

અત્યાર સુધી ગમે તે રીતે તેં મને નિભાવ્યો. મને સારા-નરસાની ગતાગમ પડવા દીધી. 

તારી મલિન વૃત્તિવાળી શાળામાં જીવન સામે લડવાના પાઠ શીખ્યા.

આ બધા કપટ-કાવાદાવામાંથી જ મારામાં જગત સામે અડીખમ ઉભા રહેવાની તાકાત આવી છે એ બદલ આભાર.

આમ તો બધાં જ ઘરેણાં લઇને જવું હતું પણ ઝવેરીએ તારાં ઘરેણાં સાવ ખોટાં છે એમ કહ્યું એટલે તારાં ઘરેણાં સાથે સોનીનું સર્ટિફિકેટ અને આ પત્રની એક નકલ અત્યાર સુધી છેતરાયેલા મારા પપ્પાને રવાના કરી છે.

જાઉં છું. 

સાવકી મૈયા, તારું ભવિષ્ય તને મુબારક.

- માત્ર પપ્પાનો દિકરો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy