Shaimee Oza

Horror Drama

1.0  

Shaimee Oza

Horror Drama

અરમાનોની આહુતિ

અરમાનોની આહુતિ

10 mins
598


      

    એક હવેલી હતી,વાત છે 5 વર્ષ પછીની ત્યાં એક ગરીબની દિકરી એ અગન પછેડી ઓઢી હતી સદાય ને માટે તે હવેલી 'ભૂતિયા હવેલી'તરીકે ઓળખાય છે. અત્યારે તે હવેલી ખંડેર બની છે. તે ગરીબની દિકરીનો આત્મા ન્યાય માંગે છે. તેની આત્મા ગુનેગારોના રક્તની તરસી છે, તેની કોઈ મદદ કરતું નથી,તે બધાં તેનાથી ડરે છે. ત્યાં કોઈ ચકલું યે ફરકતું નથી. હવેલીમાં રોજ ડરાવના અવાજ અને ચીસો પાડે છે, ઝાંઝરના અવાજો સંભળાય છે, રાત્રે જે કોઈ હવેલી આગળ ફરકતું પણ ન હતું,જે જાય તે પાછું સાજું ન આવતું ડરથી મરી જતું.


   એક ગરીબ ખેડૂત હતો. તે એક શેઠને ત્યાં મજૂરી પણ કરતો. તેને એક દિકરી હતી. તેનું નામ હેમા હતું તેને બધાં પ્રેમથી "હેમુડી "કહેતા હતા. આ વાત છે, પાંચ વર્ષ પહેલાની. હેમા એક ખીલતું ફુલ હતી. તેના ચહેરા નું યૌવન હજી તાજુ તાજુ જ ખિલ્યુ હતું. તેના વાળ કમર સુધી મોટા લાંબા ચમકતા જાણે નાગફણી જેવો ચોટલો લહેરાતો હતો. ગોરો ચહેરો ભરાવદાર બાંધો તેની યુવાની નાં સંકેતો આપી રહ્યા હતા. તેને જોઈ લોકો વાતો કરતાં કે 'ગરીબ ના ઘરે ભગવાને મહેર વરસાવી',તેના ગરીબ બાપ નું અભિમાન હતી હેમા. ધીરે ધીરે સમય વિતતો ગયો. તે હસતી ખેલતી હેમા હવે યુવાની ના ઉંબરે પહોંચી. તેને 12 સુધી ભણાવી પછી લોકો ના કહેવાથી ઉઠાડી દીધી. પછી તેને ખેતી કામે લગાડી દીધી.

તે સુંદર સુશીલ સંસ્કારી ને સમજું અને વ્યવહાર એ કુશળ હતી. તેની માટે સારા સારા ઘરે થી માંગા આવતા.

દેખાવડી દિકરી ને કોણ ન પરણે !


  પણ કુદરત ને કાંઈ બીજું જ મંજુર હતું,શેઠ નો દિકરો તેની પર નજર બગાડી ને બેઠો હતો, તેનું નામ વિશાલ હતું. તે દેખાવે ઘઉંવર્ણો, કસાયેલ શરીર આકર્ષક દેખાવ, તે ઝુનુનીવૃતિ વાળો. તેને જે જોઈએ કોઈપણ હિસાબે મેળવીને જ રહેતો. તે વિવાહીત હોવા છતાંય તેને કુદ્રષ્ટિ થી જોતો હતો. હેમા બહુ ધ્યાન ન આપતી. વિશાલે હેમા સાથે બળાત્કાર કરવાની કોશિશ પણ કરેલી, તે બિચારી મહામુસીબતે જીવ બચાવી ભાગી બિચારી, ત્યારથી શેઠ ને ત્યાં કામે ન આવતી. ‌‌‌‌


  ધીરે ધીરે આ વાત ને વર્ષ વિતી ગયું. શેઠનું અવસાન થયું. હવે વિશાલ છુટો થઈ ગયો. તેને હવે હેમા પર જબરજસ્તી કરવાનો મોકો મળી ગયો. પછી શેઠના દિકરા વિશાલ પર જવાબદારી આવી પડી. હેમા હવે તેના માટે એક ઝુનુન બની ગઇ. તેની સાથે જબરજસ્તી કરવાનો એક મોકો જતો ન કરતો. હેમાના તેના થી દુર જવા પ્રયત્ન કરે પણ તે એટલું તેના નજીક આવતો, હેમાથી વિશાલ ની પત્ની ઇર્ષા કરતી હેમાનો સાથ આપવાના બદલે. તેને ખબર પડી કે તેનો જ સિક્કો ખોટો છે, પછી તો તે પણ શું કરી શકે તે પણ મજબુર હતી. હેમાની આપવીતી સાંભળી તેને તેના પરિવાર ને ગામ છોડવા મદદ કરી, પૈસાની પણ સહાય કરી. હેમાનો પરિવાર ગામ છોડીને ચાલ્યો ગયો. જ્યારે વિશાલ ને આ વાત ની જાણ થાય છે ત્યારે પત્ની ને ઢોર માર માર્યો.


  પછી વિશાલ પણ હેમા ને ભુલી ગયેલો, હેમા હાશકારો અનુભવતી હતી. તે પણ બધું ભૂલી તે જીંદગી જીવવા લાગી. તેને બિચારી ને ખબર જ નહતી કે નિયતીના ખેલ હવે શરુ થશે તેમાં તેને પોતાની જીંદગીથી હાથ ધોવા પડશે,આ વાતથી અંજાન છે,બિચારી. ત્યારથી તો હેમાની જીંદગી ઉલટી ગિનતી શરુ થાય છે. તે બિચારી અંજાન છે. તેને હજી દુનિયાદારીનું ભાન નથી.


 તેના લગ્ન થઈ ગયા, થોડા દિવસ બહુ સારું ચાલ્યું પછી જીંદગી એ વળાંક લેવાનો શરૂ કર્યો. આ લગ્ન તેની માટે બહુ ઘાતક નિવડયા. તેનો પતિ દાનીશ તેના નામ પ્રમાણે ભયાનક હતો. દેખાવે પણ એટલો સુંદર ન હતો સ્વભાવમાં પણ તે એટલો સારો ન હતો. તે બંને ને જોઈ લોકો વાતો કરતા કે "કાગડો દૈથરું લઈ ગયો"તેને આ વિધાન કાંટાની માફક ખુંચતું. હેમા તેના પતિ ને બહુ જ પ્રેમ કરતી. તે કળીયુગની સાવિત્રી હતી. પણ તેના પતિ દાનીશ ને ક્યાં કદર હતી. તે તેની પત્ની ને ધુત્કારે રાખતો, તેની કાળજી પણ ન રાખતો. તેને એવી મારી કે એના બે બાળકો અંદર જ મરી ગયા.


  તેનું કારણ એ હતું,તેનું લગ્ન પહેલાં તેને પ્રેમ સંબંધ હતો, તેની પુર્વ પ્રેમીકા મળી હતી. તે બંને ના તે પોતાના ભુતકાળ માં ખોવાઈ ગયો. તેની સામે પોતાની પત્ની હેમા દેશી ગમાર, ગામડીયણ લાગતી હતી. તેનાથી છુટકારો ચાહતો જેથી તેની પુર્વ પ્રેમીકા જોડે પરણી શકે. હવે તેની પત્ની તેને કાંટો લાગવા લાગી. તેને હવે તેની પત્ની ને ત્રાસ આપવાનું શરુ કર્યું. તે હવે દારૂ ના નશા માં ધુત રહેવા લાગ્યો. તે તેની પત્ની ને ગાળો અપશબ્દો બોલતો, દારુ માટે પૈસા માંગતો આનાકાની કરતી તો એને ઢોરમાર મારતો, તે બિચારી મુંગા મોં એ સહન કરે રાખતી બિચારી, છતાં પણ તે પોતાના પતિ ને દેવ સમાન માનતી.


     હેમા આ વાતથી અંજાન હોય છે. પણ જયારે આ વાતની જાણ ત્યારે પગ નીચેથી જમીન સરકી જાય છે. તે અંદરથી તુટી જાય છે. પણ તે કરી શું શકે તે રહી શકતી નથી ને સહી પણ નથી શકતી. તેને કંઈ સમજાતું નથી. તે શું કરે,તે મા બાપની સમાજ બદનામી ન થાય માટે તે ત્યાં જ રહી જાય છે. તેના ભાઈ બહેન પણ હોય છે તેમને કોઈ તકલીફ ન થાય પોતાના કારણે માટે આ બધું સહન કરી ને ત્યાં જ રહી જાય છે. તેનો પતિ તેને ત્રાસ આપવા માં કંઇ કસર છોડતો નથી.


  તે વિચારે છે એકાંત માં ,શું સ્ત્રી હોવું ગુનો છે? દર વખતે સ્ત્રીઓને જ કેમ ઝુકવુ પડે છે. માં બાપ એ મને શું આ માટે પેદા કરી હશે કે શું? તેનું મગજ હવે કામ કરવાનું બંધ કરી દે છે. તેના પતિ નો ત્રાસ હદ બાર થાય છે, ત્યારે તે છેવટે આત્મહત્યા કરી દે છે. તેના મા-બાપ પર દુઃખના ડુંગર તૂટી પડે છે. તેના મા બાપ ગરીબ હોવાના કારણે પોલીસ ફરિયાદ લેવાની પણ ના કહે છે. તેનો પતિ અને સાસુ સસરા પૈસા ખવડાવી કેસ દબાવવા પ્રયત્ન કરે છે, તેને તો હવે રસ્તો સાફ થાય છે, તેના પતિ ને આ વાત નો બિલકુલ પસ્તાવો નથી કે તેની પત્ની એ બિચારી એ આત્મહત્યા કરી છે. અરે ધિક્કાર છે, જે થોડી ક્ષણ ના પ્રેમ ખાતર તેની પત્નીને પણ મારવા તૈયાર થઇ જાય છે. આવા પતિ ને અને તેનાં માં બાપ ને કે આવા સાપ ને જન્મ આપ્યો છે. તે ઘરમાં બીજા લગ્ન માટે વાત કરે છે. આ હેવાન ની હૈવાનીયત તો જોવો તમે આને કઈ કક્ષા માં મુકશો?આ જાનવર થી પણ ઉતરતી કક્ષાનો છે. તેનાં મા બાપ તેને વઢવાની જગ્યા એ તેને સહકાર આપે છે, અરે છોકરા ઓ આમાં જ ફાટે છે.


   કોઈ પતિ આટલી હદે કેવી રીતે હેવાન કેવી રીતે હોઈ શકે જે પોતાના પ્રેમ ખાતર તેની પત્ની ને આત્મહત્યા કરવા મજબુર કરી શકે આવો તે કેવા પ્રકાર નો પ્રેમ. અરે ધિક્કાર છે, આવા પ્રેમ ને અરે પ્રેમ માં તો કોઇ માટે જાન આપવાની હોય પણ પોતાના સ્વાર્થ માટે જાન કોઈ ને આત્મહત્યા માટે પ્રેરવું આ કયો પ્રકાર છે. પ્રેમ નો મને પણ જાણવો છે. તેનો પતિ બેશર્મ બીજા લગ્ન કરે છે, તેની પત્ની મરી ગયે બહુ દિવસ પણ નથી થયાં ને આ દાનીશ બીજા લગ્ન કરવાની તૈયારી કરે છે, તે ગરીબ માં બાપ તો કરુણ કલ્પાંત કરે છે. તેમની કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી,તો પણ તે ગરીબ મા બાપ પોતાની મૃતક દિકરી ને ન્યાય અપાવવા પૂરો પ્રયત્ન કરે છે. એક ગરીબ બાપ પોતાની દિકરી ને માટે રોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે, તો એક ગરીબ બાપ ને પોલીસ વાળા તરફથી પણ તેને અત્યાચાર સહન કરવો પડે છે.


  તે સ્ત્રી નો આત્મા રડે છે, હવે તે પણ સહન કરી કરી ને નઠોર બની ગયો હતો. હવે તેનો આત્મા જવાબ માંગે છે. તેને વફાદારી નો આવો ન્યાય મળ્યો,તે મૃત સ્ત્રી નો આત્મા પણ આજ હસે છે,કે આવા પતિ માટે તે વફાદારી નિભાવી,પણ તેનો આત્મા ની અંદર બદલા ની આગ ભડકે છે,તે બદલો તો કોઇ પણ કાળે લઈ ને રહેસે જ,તે કોઇ દિવસ નથી બોલી તેના પતિ સામે પણ આજ એનો આત્મા પૂછે છે. તે તેના પતિ ની બીજી સગાઈમાં વિઘ્ન લાવવા પ્રયત્ન કરે છે. તેનાં સાસુ સસરા ને પણ ડરાવે છે.


    હેમા મૌસમીને મળે છે,ત્યારે હેમા ચીસો પાડે છે, ડરી જાય છે, તેના મમ્મી પપ્પા દોડી આવે છે, ત્યાં સુધી હેમાનો આત્મા ગાયબ થઇ જાય છે. તેના મમ્મી પપ્પા ડોક્ટર ને બોલાવે છે, મૌસમી આવી રીતે ડરી જાય છે તો. મૌસમી જ્યારે ઓફિસ જવા નિકળે છે. ત્યારે પણ સફેદ સાડી વાળી એજ હેમા મળે છે.

    

       દાનિશ સુતો હોય ત્યારે ડરામણા અવાજો આવે છે, જોર જોર થી બારણાં અને બારી ભટકાય છે,પવન જોર જોર થી સુસવાટા મારે છે. તે દાનીશ સફાળો જાગી જાય છે, તે પરસેવો પરસેવો થઈ જાય છે, તે બહાર નિકળવા જાય ત્યાં દરવાજો જાતે જ એની મેળે લોક થઇ જાય છે, તે ડરી જાય છે. તે ઘર ની બહાર ભાગે છે, બીક નો માર્યો, અચાનક વાવાઝોડું આવે છે,ત્યાં જ એક સફેદ સાડી વાળી એક સ્ત્રી દેખાય છે, દાનીશ વિનવે છે, ચીસો પાડે છે, આજીજી કરે છે, હેમા ની આત્મા તેને મારી નાખવાની કોશીશ કરે છે . દાનીશ આ વાત કરે છે ત્યારે તેના દાનિશ અને તેના મમ્મી પપ્પા ઘર ને હવેલી છોડી અને કાયમ માટે તે ગામ છોડીને જતા રહે છે.


   પણ હવેલી છોડવાથી શું થાય, કરેલું ક્યાં જાય, કેમ કે તમે જે કર્યું હોય તે તમારે અહીંયા જ ભોગવવું પડે છે. હવેલી છોડવાથી બધું છુટી જતું નથી. તમે નીચે નાં કાનુન ખરીદી શકો પૈસા થી તમે ઉપર વાળા નો કાનુન કેમ ખરીદી શકો. તમને તમારું કર્મ છોડતું નથી.


    તે તેના પતિની પ્રેમિકા પાસે જવા પ્રયત્ન કરે છે, તે મૃત હેમા ને જોઈ ડરી જાય છે, તેને ડરાવવા માટે નહીં, તેની પાસે તેની અસલીયત બતાવવા માટે આવી હતી,કે દાનિશે, એના ગરીબ બાપ ને કેવી રીતે છેતર્યો હતો,એના હેમા ના પપ્પા એ દાનિશ ના પપ્પા પાસે ઉધાર રુપિયા લીધા હતા. તે ગરીબ બાપ પૈસા ન ચુકવી શક્યો તો તેમનેે બહુ જ યાતનાઓ આપવામાં આવી, તે મારો બાપ એમનું દેવું ચુકવી ન શક્યો,એના બદલે તમારી દિકરી મારા દિકરા ને પરણાવો,મારાબાપ પાસે કોઇ આરો નહતો,માટે મારા બાપે મને કરજા માંથી ઉતરવા માટે પરણાવી દીધી. મને પુછવામાં પણ ન આવ્યું,મારા બાપા મજબુરી માં કંઈ કરી શકે તેમ નથી. અમને તમારા આ પ્રેમ સંબંધ થી પણ અંધારા માં રાખ્યા,આ સાંભળી દાનીશ ની પ્રેમિકા ને હવે તેને પોતાનો પ્રેમી કહેતા પણ શરમ આવતી,કોઈ આટલી હદે ઘાતકી કેવી રીતે બની શકે છે. કોઈની મજબુરી નો આવો ફાયદો કેવી રીતે લઈ શકે? મૌસમી હેમા ની આત્મા ને પુરો ન્યાય આપવા મદદ કરશે તેવું વચન આપે છે.


     દાનીશ ની પ્રેમીકા મૌસમી હેમા ની આ વાત સાંભળી રડી પડે છે. તેને પણ હવે પછતાવો થાય છે, દ "હેમા મૌસમી ને કહે છે,બહેન સાંભળ, મારા જેવી ભુલ ન કરતી,મારી તો મજબુરી હતી,મારા બાપ ની તો મજબુરી હતી. તુ આની વાતો માં ન આવતી આ લોકો બહુ ખરાબ છે,આમની મીઠી મીઠી વાતો માં આવતી નહીં આ તારી પણ આજ હાલત કરશે, મારા જેમ મારી મજબુરી ગરીબ બાપ નું દેવું હતું તુ જાણી જોઇને આમાં ન પડતી બહેન મારી આટલી વિંનતી છે. "અને તું પણ સંભાળી ને રહેજે આ લોકો થી આ જેવા લાગે છે, તેવા છે નહીં આમની હકીકત કંઈ અલગ છે.

   

   મૌસમી કહે છે બહેન હેમા તારી હું શું મદદ કરું,તો તારી આત્મા ને મુક્તિ મળે ? હેમા મૌસમી ને કહે છે, તું મારા બાપ ને સંભાળજે તે રડી રહ્યા છે. તું એમને મદદ કરજે જે મને ન્યાય અપાવવા પ્રયત્ન રહ્યા છે,છતાં તેમની પોલીસ કે કાનુન મદદ નથી કરી રહ્યું. હું મારો બદલો લેવાજ ભટકી રહી છું, હું કોઇ ને ડરાવવા કે કષ્ટ આપવા નહીં. બધાં લોકો મારાથી ડરતા હતાં,પછી બહેન મને તું મળી એટલે મેં તારી મદદ માંગી. તું મને મદદ કરીશ ને ?મને ન્યાય અપાવીશ ને ?મારા બાપુ ને સંભાળીશ ને બોલ ને બહેના,મૌસમી કહે છે કેમ ન આજ તારી સાથે થયું કાલે મારી સાથે પણ થઇ શકતું હતું. હેમા કહે છે તારી રક્ષા હું કરે, હેમા ભલે મરી ગઈ હોય એની આત્મા નું કંઈ નહીં કરી શકે, મારી આત્મા ને તારા સિવાય કોઈ નહીં જોઈ શકે, હું તારી સાથે જ હોઈશ.


    દાનીશ ને મૌસમીના વ્યહાર માં બદલાવ દેખાય છે, તે હવે જાસુસી કરવાનું ચાલું કરે છે, મૌસમી હવે હવેલી માં તેને હેમા ને મળવા હવેલી જાય છે, ત્યારે મૌસમી દાનીશ ને જોઇ જાય છે, તે ડરી જાય છે,ત્યારે દાનિશ તેને લાફો મારવા જાય ત્યારે હેમા નો આત્મા મૌસમી ને બચાવી લે છે. દાનીશ હેવાનિયત ની હદ પાર કરી દે છે. જ્યારે પાપ નો ઘડો ભરાય છે,ત્યારે આપો આપ ફુટી જાય છે. ત્યારે પથ્થર મારવાની જરુર પડતી નથી, તેમ હવે દાનીશનો અંત થવાનો હતો.

   

   હેમા તેને એક એક કદમ વિચારી વિચારી ને ભરવા કહે છે, તેને એ પણ કહે છે કે તું એને એવું લાગવા નહીં દેતી કે તારું વર્તન એના માટે બદલાયું છે. એમને લાગવું ન જોઈએ અને આપણે પ્લાન બનાવ્યો તેમ જ કરજે તારી જાન નું રક્ષણ હું કરે. પછી તે મુજબ મૌસમી કરે છે. તે દરેક સમયે મૌસમીનું રક્ષણ કરતી હોય છે.


જ્યારે મૌસમી નું દાનીશ ગળુ દબાવવા પ્રયત્ન કરે છે ત્યારે હેમા તેના પતિ દાનીશ નો તે કાલી મા ની જેમ સંહાર કરે છે, તેના એક એક દિવસના આંસુઓનો હિસાબ માંગે છે. તેના અસલી સ્થાને પહોંચાડે છે અને તેનો આત્મા ને મુક્તિ મળી જાય છે. તે મૌસમી નો આભાર વ્યકત કરે છે.


   એક દિકરી કરજ નામે હોમાય,

લગ્ન ના નામે મોત પ્રણય થાય છે.


હજી કન્યા સપનાં યુવાની નાં,

એક ચિંગારી કન્યા નો જીવ લઈ જાય છે.


  દિલ માં વાતો છે, એક દિન બાપની લાચારી,

દિકરીને અગન પછેડી ઓઢાડી દે છે સદાય ને માટે.


પ્રેમ ના સપનાં સપનાં રહી જાય છે,

મોત તેના નામનું મંગળસૂત્ર પહેરાવી જાય છે.


"દિલ થી નિકળેલો એક એક શબ્દ"


Rate this content
Log in

Similar gujarati story from Horror