Shobhana Shah

Romance Others

3  

Shobhana Shah

Romance Others

અનુબંધનું ઐક્ય.

અનુબંધનું ઐક્ય.

2 mins
7.2K


એક વૃક્ષ વૃક્ષની સામે ઓટલો. ઓટલા પર બેસીને અમે સાથે વૃદ્ધ થવાનું નક્કી કર્યું હતું. આજે આ "સાથ "ને 25 વર્ષ પૂરાં થાય છે.

અમે હજી વૃદ્ધ તો નથી થયા પરંતુ પ્રેમમાં પરિપકવતા વધી હોવાથી પ્રેમ વૃદ્ધિ જરૂર પામ્યો છે. ભગવાને મને હંમેશા જરૂર કરતા વધુ જ આપ્યું છે અને મને ભગવાન પર શ્રધ્ધા પણ અપાર છે. મારે મારા વિચારો આપ સૌ ને વહેંચવા છે. 

અમારા લગ્ન માત્ર ત્રણ જણની હાજરીમાં થયા હતા. બાળપણથી મને લગ્નની વીધી ખૂબ ગમતી. થોડા સમય પહેલાં તો એવો વિચાર પણ આવ્યો હતો કે એકાદ લગ્ન તિથિ એ લગ્ન વિધિ કરી લઈએ.....! 

પણ પછી તરત જ વિધિ ન કરી શકાઈ એમા પણ ચોક્કસ કંઈક કારણ હશે એમ હું માનું છું પણ આ વિધિ સાથે અમારા વિચારોના સમજણનો સેતુ અકબંધ રહ્યો છે જેમ કે મંગળ સૂત્રની વિધિ તો એક દિવસ પુરતી જ હોય છે. જ્યારે અમારા એકમેક પ્રત્યેના મંગળ વિચારો રોજ સવારે અમારા સાથે હોય છે. 

હસ્ત મેળાપ સમયે એકબીજાનો પકડવા મા આવતો હાથ પછી ફરી ક્યારે આટલા પ્રેમથી પકડાતો હશે ખબર નથી. પરંતુ હું નસીબદાર છું કે વિધાતા એ મારા નસીબમાં એક દિવસની વિધિ ના બદલે આ જીવન એકમેકના હાથ પકડીને હંમેશા માટેનો આ અનોખો હસ્ત મેળાપ આપ્યો છે જે અમારા માટે આશીર્વાદ સમાન છે. (ધણી વાર લાકડી સાથે રાખવાનું સૂચન પણ મળ્યું છે પરંતુ આ હસ્ત મેળાપથી વંચિત થવા અમે બન્નેમાંથી કોઈ તૈયાર નહોતા.)

આનાથી વધારે ભગવાન શું આપે ? 

આપણી સમજણ કાચી પડતી હોય છે બાકી ભગવાન..! 

કુદરતે બાંધેલા સંબંધમાં સમજણનો સેતુ હશે તો અનુબંધનું ઐક્ય અચુક થશે જ.


Rate this content
Log in

Similar gujarati story from Romance