STORYMIRROR

Shobhana Shah

Others

3  

Shobhana Shah

Others

ચૈત્રી નવરાત્રિ.

ચૈત્રી નવરાત્રિ.

2 mins
15.1K


આધ્યાત્મિક રીતે વૈજ્ઞાનિક રીતે કે પછી આરોગ્યની રીતે જેને જે રીતે જોવું હોય તે રીતે જોઈ શકાય. ચૈત્ર મહિનાની શરૂઆત સાથે બધા જ જ્ઞાતિના ધાર્મિક તહેવારો સમાયેલા જોવા મળે છે. ચૈત્રી નવરાત્રિ, ચેટી ચાંદ, ગુડી પડવો, આયંબીલની ઓળી. બદલાતા રૂતુચક્રની સાથે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા જાળવવા માટે આ પ્રકારના ધર્મ વૈજ્ઞાનિક દૃષ્ટિ કોણ થી ગોઠવાયેલા છે. બદલાતી ઋતુની સીધી જ અસર શરીરની પાચનશકિત પર થતી હોય છે જેને કારણે માંદગી અને રોગ થવાની શક્યતા વધી જાય છે અને એટલે જ ધાર્મિક લાગણીને જોડવાથી ભક્તિ અને શક્તિ આપોઆપ સચવાય છે.

શક્તિની વાત આવે ત્યારે મા અંબાના ચરણોમાં સમર્પણ કરવું જ પડે.

માતાજીના દશ હાથમા અલગ અલગ હથિયારો જોવા મળે છે. આ દશેય હથિયારોની શક્તિનો સમન્વય એટલે આધયશકતિ. મા પાસે તીર, ત્રિશૂળ, શંખ, ચક્ર, ધનુષ, ગદા, તલવાર, અગ્નિ, કમળ અને ઢાલ આ બધી જ શક્તિ ઓ હોવા છતાં એનો જ્યાં ત્યાં એ ધારે તો કરી શકવાની ક્ષમતા હોવા છતાં નથી કરતા. આઠ દિવસની આરાધના ઉપાસના અને ભક્તિ કરવાથી મા પ્રસન્ન થાય છે આ વાત સાચી છે કે નહીં એ મારો વિષય નથી પરંતુ શકિત એ સ્ત્રીનું રૂપ કહી શકાય અને મા પાસે દશ શકિતશાળી હથિયાર છે તો આપણી પાસે દસ આંગળીઓ છે આ દસ આંગળીઓને એક સાથે બંધ કરીએ તો મુઠ્ઠીની તાકાત બની જાય છે એક એક આંગળી મા માતાજીના હથિયારો સમજીને આવનાર સમય દરમિયાન એનો સમજીને ઉપયોગ કરવામાં આવે તો કદાચ દશેય આંગળીઓ ભેગી થઈ ને ભલભલા રોગ, તકલીફ, દુખ, સમસ્યાઓનો સામનો કરવામાં સફળતા મેળવી શકે. સ્ત્રીને ભગવાન આ દસ આંગળીઓ પર એક એક શક્તિ મૂકેલી છે બસ આપણને એ શકિત શોધતા આવડી જાય તો..!

નવરાત્રિ ની શુભકામનાઓ.


Rate this content
Log in