STORYMIRROR

Shobhana Shah

Others Tragedy

3  

Shobhana Shah

Others Tragedy

લાગણીનો ટુકડો પાલવ

લાગણીનો ટુકડો પાલવ

6 mins
29.1K


બીનાકા ગીતમાલા મેં આપકા સ્વાગત હે.

હા.... તો... બહેનો ઔર ભાઈઓ.. આપકી ફરમાઈશ મેં આજ પેશ હે યહ ગાના..... શબ્દ હૈ....

"બાબુલ કી દુઆએ લેતી જા.. જા તુજકો સુખી સંસાર મિલે...

મૈકે કી કભી ના યાદ આયે... સસુરાલ મે ઈતના પ્યાર મિલે....

જયાં સુધી રેડિયો પર અમીન સયાનીનું બીનાકા ગીતમાલા ન સાંભળે ત્યાં સુધી આ નારીને ઊંધ ન આવે. 1955 મા જન્મેલી આ નારના સમયગાળામાં અમીન સયાનીના સ્વર પાછળ યુવાન હૈયા પાગલ હતાં. નારીને રોજ રેડિયો સાંભળતા સાંભળતા સુવાની આદત. રેડિયો એના જીવન નો અભિન્ન અંગ બની ગયું હતું.

આજે આ નારીની કથામાં રહેલી અદ્શ્ય વ્યથા સુધી પહોંચવું છે.

રેડિયો પર વાગતા આ સંવેદનશીલ ગીત પહેલાં નારીના બાળપણની થોડી વાતોથી આરપાર થઈએ જેથી નારીને સમજવું સરળ બનશે.

ધરમા બધા દીદી કહીને બોલાવે કારણકે નારી સૌથી મોટી. ત્રણ બહેનોની અલગ અલગ જવાબદારી સ્વૈચ્છિક રીતે સંભાળતા સંભાળતા અને માંગ્યા વગર મળેલા "દીદી"ના સંબોધનમાં એના શૈશવ નો લેવાયેલો ભોગ ને કરવો પડશે ત્યાગ એ તો વિધાતા નેય નહોતી ખબર. પણ મળેલા માનને સાચવવા માટે બાળપણથી જ ત્રણ બહેનોની મા ક્યારે બની ગઈ એ ખબર જ ન રહી. દીકરીની ભૂમિકા કરતા અન્ય ભૂમિકા ઓ નિભાવવાની આવી ત્યારે હ્દય ના એક ખૂણામાં દીકરીનું મન ડુસકાં ભરતું હતું.

એક પછી એક પરિસ્થિતિના કારણે આ મન સુધી પહોંચવાનો મોકો પણ નહોતો મળતો. એટલે ડુમો અકબંધ રહ્યો. હવે ધરની સૌથી મોટી જવાબદાર અને સુશીલ દીકરીના વળાવવાના દિવસો નજીકમાં હતાં. વિદાયની વેળા એટલે સુખ દુઃખનો સરવાળો. દીકરી માટે જેટલી મિશ્રિત લાગણી હોય છે એટલી જ પિતા માટે પણ આ ક્ષણ અસહ્ય હોય છે. સંસ્કાર નું પાનેતર પહેરીને જ્યારે વિદાયની વસમી વેળા આવી પહોંચે છે ને

"બાબુલ કી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે..એક બાજુ ગીત ના શબ્દો ગુંજી રહ્યા છે...

ત્યારે દહેજમાં આપેલા પિતાના શિખમણના શબ્દો "સુખ મળે કે દુઃખ ત્યાં જ મરવું કદી પાછી ના ફરવું"ને સાર્થક કરતા કરતા કેટકેટલી લાગણીની આહુતિ ઓ આપતી કેટ કેટલા વેદનાઓના વાવાઝોડાને પાલવમા સમેટતી કેટકેટલી ધટનાઓના ધુંટડા ઓને પી જનાર આ દીદીને સલામ. પિતાની શિખામણને બહમ વાક્યમાની જીવનાર નારી ક્યાં કોઈ એવોર્ડની મહોતાજ હતી એને તો બસ વારસામા મળેલા લાગણીના શબ્દોની લાજ રાખવાની હતી. એક ધરનો ઊંબરો ઓળંગીને બીજા ધરના આંગણા ને ઉજાગર કરતી આ નારીના જીવન સાથે જાણે દુઃખને શું અટુત નાતો હતો કે કદી છુટયો જ નહી. નાના મોટા દુઃખને સહન કરતા તો જાણે ગર્ભમાંથી જ શીખીને આવી હોય એમ એક પછી એક દુઃખને વીંધીને વધતી જતી કોઈને જણાવતી પણ નહીં અને સહન કરતી ગઈ.

સમયના અશ્વોની ગતિ એ વેગ પકડયો... નારીના જીવન મા એક નાના સમાચારે નવ ચેતના જગાડી. જીવવા માટે નવુ જીવન મળ્યું હોય એમ ખુશખુશાલ થઈને બધા ને સમાચાર આપે છે કે નારી "મા" બનવાની છે.. મા બનવાની આ ધટનાના છેડે આવેલા બન્ને પક્ષે ખુશીનો માહોલ છવાઈ ગયો. બધા જ દુઃખને ભુલીને આવનાર જીવના સ્વાગતમાં લાગેલા મનની વાતો પણ સાંભળવા જેવી ખરી. રોજ રાત્રે મા અને બાળક બંને વાતો કરતા. અલક મલકની વાતો કરતા કરતા ક્યારેક હસી લેતી નારી તો ક્યારેક ડરી જતી એને આવનાર બાળકની ચિંતા પણ પજવતીને ત્યારે અંદર રહેલ બાળક નાની લાત મારીને માને જગાડીને હિંમત આપતું. આમ આ વાતોમાંને વાતોમાં નવ મહિના ક્યાં પુરા થઈ ગયા ખબર જ ન પડી.

બાળકને બહાર આવવાનો સમય થઈ ગયો હતો. હોસ્પિટલમાં સૌની નજર દરવાજા ઉપર સ્થિર થયેલી હતી ત્યાં જ નર્સ "લક્ષ્મી પધાર્યા છે"ના સમાચાર આપે છે. અને હર્ષ ની લાગણી પ્રસરી જાય છે. એક ચહેરો એવો હતો જે ઉદાસ હતો અને એ ચહેરો હતો નારીની માનો. નારીની માનું હ્દય કોણ જાણે દીકરીના ખોળે દીકરી જન્મી એ વાતથી ખુશ નહોતી પણ બહારથી રાજી હોય એવું લાગતું હતું.(એ જમાનામાં દીકરી કરતા દીકરા નું મહત્તમ ખુબ હતું).

અઠવાડિયા પછી અચાનક એક દિવસ બાળકી પર નજર ગઈ તો આખું શરીર એકદમ લીલું પડી ગયુ હતું. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નારી ઘરે અને દીકરી હોસ્પિટલમાં. હવે પેટમાં આંતરડા ચોંટી ગયા હોવાથી ઓપરેશન બાદ પણ દીકરી ને બચાવી શક્યા નહીં. એક મા જે હજી હાલમાં જ મા બની હોય અને અચાનક હવે દીકરી ન હોવાના સમાચાર મળતાં જ શું થયું હશે એનું વર્ણન કરવાની તાકાત પણ નથી. આંગણામાં પારણું બંધાય અને એ પારણામાં બાળક ન રહે ત્યારે છીનવી લીધેલા માતૃત્વની ફરિયાદ ક્યાં કરવી ?

જયાં વિધાતા જ સ્વયં જવાબદાર હોય એની સામે કોણ થાય ?

અનરાધાર વહેતા આંસુને સ્વીકારવા સીવાય કોઇ વિકલ્પ જ નહોતો. એના કરતાં મા જ ન બનાવી હોત તો ? જેવા વિચાર સાથે જીવવું અશક્ય બની ગયું હતું. મન પર ચડેલા આ વિચારને તો હજી યે સમજાવીને ઊતારી શકાય એમ હતું પણ સ્તન પર ચડેલા માના ઘાવણ નું શુ? પણ કહેવાય છેને કે જેટલો ઊંડો ધા એટલી જ સહનશકિત ભગવાન આપતો જ હોય છે. તેમ નારી પણ જેમ તેમ કરીને મળેલા ધા પર સમયનો મલમ લગાવી ને ધીમે ધીમે સ્વસ્થતા કેળવી રહી હતી.

સમય જતાં ફરીથી પારણું બંધાય છે. આ વખતે હરખને પણ હરખાતા ડર લાગે છે. ફરી થી દીકરીનો જન્મ થાય છે. આ વખતે દીકરીના સ્મિતે ભૂતકાળને સાવ ભૂંસી નાખ્યો હતો. ધીમો ઘીમો ડરીને ડગલાં ભરતો સમય આગળ વધી રહ્યો હતો. નારીની આંખો રોજ દીકરીના હોઠ પર રહેતી કે ક્યારે આ બે કળી જેવા હોઠ વચ્ચે થી "મા"શબ્દ નીકળે ?

ભગવાનની રચના પણ અદભુત છે. બાળકના એક અક્ષર મા શબ્દના અવાજ મા આખા જીવતરનું સુખ સમાયેલું હોય છે. "મા" શબ્દ માટે તરસ તા માતૃત્વ ના નસીબ મા આ સુખ પણ નહોતું.

જેવું દીકરી મા બોલતી થઈને હજી તો એ આનંદ એના હ્દય સુધી પહોંચે એ પહેલાં જ છીનવાઈ જાય છે. આ દીકરીને સગી માને મા ન કહેવાનો હુકમ ફરમાવામા આવે છે. અહીં ફરીથી એક વાર માતૃત્વ છીનવાતા નારીની વેદનાની ચીસો સાંભળવા કોઇ કાન તૈયાર નહોતા. રોજ કાનમાં અથડાતો શબ્દ "મા" એને માટે નહોતો. મા નો "મા"શબ્દનો આટલો મોટો ત્યાગ એ માત્રને માત્ર વળાવતી વખતે કહેલા પિતાના શબ્દો ની લાજ રાખવા માટે જ કરવો પડ્યો હતો. હવે જે દીકરી ને બાપે વળાવતી વખતે કહેલા અને આપેલા વચનને પાળવામાં આટલું મોટું બલિદાન ભગવાન માગી લેશે ? એ ક્યાં ખબર હતી. કરૂણતાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે ? લાગણી નો એક ખૂણો હંમેશા ભીનો જ રહી ગયો છે એ ક્યારેય સૂકાઈ શક્યો નથી.

સમય નો પાલવ પકડી ને ક્યા સુધી પ્રતિક્ષા કરવી ?

"બાબુલ કી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે'

(ન દેખાતી આ માના હ્દયની દિવાલો પર કોતરાયેલા સવાલો આજેય અકબંધ છે... જેમ કે.... શૈશવ છીનવીને સમયથી પહેલાં એ માની ભૂમિકા શું કામ ? શું ગુનો હતો કે કોઈ પણ સ્વાર્થ વગર બાપે આપેલા વચનની વિરુદ્ધ ન ગઈ ?

એક પછી એક દુઃખની સાથે દોસ્તી કરતી ગઈ એની આટલી મોટી સજા ? ને આવા તો કંઈક સવાલોના ઢગલા પર બેસીને શ્ર્વસતી નારી એક નથી આવી તો કંઈ કેટલીયે દીકરીઓ પિતાના ધરે પાછા ન જવાના ભોગે પીડાતી હશે.)

કોણ કહે છે કે સીતા, દૌપદી મીરાં જન્મતા નથી ? એ વાત જુદી છે કે હવે બદલાતા યુગમાં અગ્નિ પરીક્ષા, વસ્ત્ર હરણ અને ઝેરના પ્યાલો નથી અપાતો પરંતુ અગ્નિ પરીક્ષા આજેય લેવાય છે, વસ્ત્ર હરણ આજેય થાય છે અને ઝેરના ધુંટડા આજેય પીનારી સ્ત્રીઓની કમી નથી ફક્ત એમના નામ સીતા, દૌપદી કે મીરાં નથી હોતા. પીડા એટલી જ અકબંધ છે. સ્ત્રી પોતે જ પોતાના અજવાળે જીવતી હોય છે.


Rate this content
Log in