Shobhana Shah

Romance Others

3  

Shobhana Shah

Romance Others

અમર પ્રેમ

અમર પ્રેમ

4 mins
14.4K


રવિવારનો દિવસ હતો.

બાલ્કનીમાં વાળ કોરા કરતા કરતા કેશા ચોવી વર્ષ પહેલાંની યાદોમા પહોંચી ગઈ.

કેશા અને અમરના પ્રેમ લગ્ન હતા. બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા જેટલો પ્રેમ કરતા એટલો જ ઝધડતા પણ હતાં. વાતવાતમાં હસી પણ લેતા ને વાતવાતમાં કોઈક વિષય પર ચર્ચા એ ચડી જતા ટુંકમાં એમને જોઈને બધા ને અદેખાઈ આવતી. અમરને સરપ્રાઇઝ આપવાની ટેવ ને કેશા ને એ માણવા ની ટેવ. બન્નેમાં વિરોધાભાસ હોવા છતાં એકબીજા નીખૂબ જ નજીક. 

આજે કેશા અમરના લગ્ન ને ચોવીસ વર્ષ પૂરાં થયાં હતાં.

કેશા ખૂબ સુંદરને એમાય એના કાળા ધટાદાર રેશમી મુલાયમ વાળનું તો કહેવું જ શું ? સુંદર વાળ ને કારણે કોલેજ મા યોજાયેલી "કેશકલા પ્રતિયોગિતા"માં પ્રથમ નંબરે આવી હતી. એ દિવસે અમરે કેશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અને બન્ને એકબીજાના મનને પારખી અંતે પરણી ગયા હતા.

કેશાને ફોટા નો ભારે શોખ.

વાતવાતમાં ફોટા પાડેને અમર બગડે "આ શું આખો દિવસ જ્યા ત્યાં ફોટા પાડવા માડે છે" આવું કહેતા જ એ ફોન તરત જ મુકી દેતી. પણ ઘણીવાર અમરે સામેથી એને ફોટા પાડી આપી ને ખુબ ખૂશ કરી છે. એટલે જ્યારે અમરને ન ગમે તો વિરોધ કર્યા વગર હસતા મોઢે વાતને સ્વિકારી લેતી. અને એના આ સમજણ ભર્યા સ્વભાવના કારણે જ અમરની એ ખાસ હતી. 

જૂની વાતોને વાગોળતાં વાગોળતાં અચાનક એક લટ ઉડીને ગાલ પર આવી ને અટકી, હજી તો લટને સરખી કરે એ પહેલાં જ ફોટો પાડવા ના વિચારે ફોન હાથમાં લીધોને જ્યાં સેલ્ફી લેવાની શરુ કરે ત્યાં જ... "કેશા કેશા... અરે ક્યા ગઈ ?  આજો... તને હજાર વાર કહ્યું છે કે નાહિ ને નિકળે કે તરત જ બાથરૂમમાં થી વાળ ના ગુછછા લઈ લેવા.

અમરનો અવાજ સાંભળતા જ લટબટ લપેટીને વાળને ઊંચે બાધીં બક્કલ ભરાવતાની સાથે જ બાથરૂમ સાફ કરવા પહોંચી ગઈ. 

અમર દરરોજ નાહીને તૈયાર થઈ ને દિવા બતિ કરતો અને પછી જમવા બેસે. 

ગરમ રોટલીની પડેલી ટેવને ટેકો આપતી કેશા ખૂબજ ભાવથી જમાડતી. જમતા જમતા "સાંજે ક્યાં જવું છે શું કરવું છે એ બધું તુ નક્કી કરી લે જે" અમર કહેતા કહેતા કેશાની સામે જુએ છે. કેશાનું ધ્યાન પુરેપુરુ રોટલીમા રાખવુ પડે નહીં તો આવી બને એક રોટલી પુરી થતાં જ છેલ્લો કોળિયો જેવો મો મા જાય છે "આ શું ? 

વાળને હાથમાં પકડી લાંબો કરતાં કરતાં" હજાર વાર કહ્યું કે રસોઇ કરતી વખતે માથું બાંધી ને કામ કર રોજ રોજનો ત્રાસ 

એક દિવસ એવોના હોય કે જમવામાં વાળ ના આવે ! ખબર જ ના પડે કે રસોઈમાં વાળ છે કે વાળની વાનગી. ચોવી ચોવીસ વર્ના વાણા વાયા તોય કોઈ સુધારો ના આવે, બે બે પેઢી ઓ બદલાઈ ગઈ પણ જમવા માટે વાળનો નિત્યક્રમ એ નો એજ "

"આના કરતા તો ટોલુ કરાવી નાંખ ને તોય સારું" 

કહીને હાથ ધોઈ નાખ્યા અને આઓફિસે જવા બૂટની દોરી બાંધવા લાગ્યો. "જય અંબે"કહી ને નીકળી ગયો. 

જતાને આવતા એકબીજા ને જય અંબેમા કહેવાની પ્રથા યથાવત હતી. 

અમરના શબ્દો આજના નહોતા આતો દરરોજનુ હતું.  દરરોજ અમરના ગયા પછી કેશા નક્કી કરતી કે પુરેપુરુ ધ્યાન રાખતી છતાંય આ વાળ કયાથી આવી જતોને તે પણ બીજા કોઈના ભાણામાં ના આવે ને અમરના જ કોળિયામાંથી નીકળે. 

"હે ભગવાન કઈક કર આ વાળનું હવે તો હું પણ કંટાળી ગઈ છું "

મનમાં ભગવાન સાથે વાત કરતા કરતા રસોડું સમેટવા લાગે છે 

અચાનક હાથમાંથી તપેલી છટકી જાય છે જેવી એ લેવા વાંકી નમે છે કે બસ. અસહ્ય માથામાં દુખાવો થવા લાગ્યો. બે હાથે માથું પકડી ને ચીસો પાડવા લાગી અને બે કે ત્રણ મિનિટમાં તો બેભાન ! 

એકટીવાની ચાવી લેવાનું ભૂલી ગયેલા અમરે જ્યારે બેભાન અવસ્થામાં કેશાને જોઈ બેબાકળો બની ગયો. 

108 આવે છે કેશાને એડમિટ કરવામાં આવે છે. ઓપરેશન થિયેટરમાં ડોક્ટરો નિર્ણય કરી રહ્યા છે . અનિમેષ આંખે અમર ઓપરેશન થિયેટરની લાઈટ સામે ટીકી રહે છે. એક કલાકના અંતે લાઈટ બંધ થાય છે.

"હવે આપ આપની પત્ની ને મળી શકો છો "

નર્સના શબ્દો સાંભળી અમરના પગ દોડવા લાગ્યા. ધૃજતા હાથે દરવાજો ખોલી કેશાની આંખો સામે જોતા જ. "નહીં.." એવું કઈ પણ બોલે તે પહેલાં જ.

"લો બસ... હવે થી તમારા ભાણા મા વાળ નહીં આવે." એક ઊંડા શ્વાસ લીધા બાદ સુંદર સ્મિત સાથે નીકળેલા શબ્દો નો પડઘો ગુંજે છે.... 

લાસ્ટ સ્ટેજ પર પહોચેલ કેન્સરના કારણે કીમો થેરાપી આ રીતે અમર અને કેશાના જીવનની સમસ્યા નું સમાધાન કરશે એ કોને ખબર હતી ? 

ભગવાન ને આપેલી સરપ્રાઇઝ અમર ને ભારે પડી !  મારી આ કાલ્પનિક વાર્તા મહદઅંશે સત્ય છે. પરંતુ લગભગ દરેકના ઘરમાં બનતી આ વાસ્તવિક ધટના છે. ભગવાન ક્યારે તથાસ્તુ કરી દે છે આપણને ખબર નથી પડતી.  નજીવી બાબતોને સ્વિકારવાથી કદાચ ઘણી મોટી સમસ્યા ઓ ટાળી શકાય છે. શીર્ષક વગર ની આ વાર્તા આપ સૌ સાથે એક શુભ સંદેશ સ્વરુપે રજૂ કરૂ છું 

આપના મતે શીર્ષક શું રાખી શકાય..?


Rate this content
Log in

Similar gujarati story from Romance