STORYMIRROR

Shobhana Shah

Others

2  

Shobhana Shah

Others

સમજણની "કેદ"

સમજણની "કેદ"

1 min
14.5K


એકવીસ વર્ષના આયુષ્ય ધરાવતા એ શરીરને

આજે મારી આંખોની અદાલતમાં હાજર કરવામાં આવ્યુ.

ઊંમરના ઓટલે બેસીને બોલાયેલા શબ્દો, વચનોના પુરાવા ક્યાથી લાવે ? લાગણીની કરેલી વાવણીમા કોનો હતો હાથ ?

સમજણથી સ્નેહ, કે સ્નેહ નો સેતુ હ્દય સુધી..!

સ્વેચ્છાએ કરેલી ઈચ્છાનો અગ્નિ સંસ્કાર જ સાક્ષી જાહેર થયો.

સમજદારી એ રાજીનામું શું આપ્યું, બસ ત્યાં તો આખાય જગતમાં ખળભળાટ મચી ગયો.

આંખો એ અદાલત તો ભરી,પણ હ્દય ? હ્દય નો શો ગુનો???

હોય હાર કે જીત બન્ને બાજુ ધવાશે તો પોતે જ. તું તો ઉંમરના ઓઠા હેઠળ બેકસુર છુટી જાય પણ મેં તો જાણી ને પીધા 'તારી એ ઝેરના ધુંટડા એનું શું ? એનું શું ? એનું શું ?


Rate this content
Log in