હાસ્ય રંગ
હાસ્ય રંગ
માણસો ની ધૂળેટી અનેક વખત જોઈ હશે આવો આજે અંદરો અંદર રમી રહેલા રંગો ની ધૂળેટી પર એક નજર કરીએ.
એક મોટી લારીમા બધા રંગો ની ઢગલી ઓ હતી. લાલ રંગ સૌથી વધુ ખુશ દેખાતો હતો. લાલ રંગ ખુશખુશાલ મૂડમાં બોલ્યો,
"મારા વગર તો ધુળેટી રમવી જ અશક્ય છે.."
"બેસને હવે છાનો માનો ચાંપલા... લાલ લાલ કરીને બહુ માથે ચડાવ્યો છે માણસો એ.. બાકી તું છે શું ? જવાબ આપતા પીળો બોલ્યો. ગુલાબી રંગને ઝધડાથી ડર લાગે એટલે, ગુલાબી રંગે શાંત પાડતા કહ્યું કે,
"અરે રે પણ તું શું કામ અકળાયા છે કારણ વગર ?
હજી તો બિચારો આગળ બોલવા જાય તે પહેલાં જ, અચાનક કેસરી રંગ તાડકયો,
"તારે ક્યાં વચ્ચે બોલવાનું આવ્યું તું તો બાજુ મા જ રેને ભાઈ... નકામો... પાછો ક્યાંક તું રહ્યો નાજુક, છોકરી ઓની પસંદ બની બની છોકરીઓ જેવો તેમા... ખસ આધો..."
અંદરોઅંદર એક બીજા પર દોષારોપણ કરતા જોઈને લીલો બોલ્યો,
"કેસરી તું ચુપ થઈ જા ને ભાઈ કેમકે જીવન જ્યારે રંગ હીન લાગવા માંડે છે ને ત્યારે માણસો ભગવો જ ધારણ કરી લે છે એટલે ચુપ થઈ જા ભાઈ..."
મૂળ તો પોતે રહયો ઠંડક ફેલાવનાર ને... શાંતિ થી બધાની વાતો સાંભળીને કાળો બોલ્યો, "રેવા દો ને ભાઈ હમણાં હું ફરી વળીશ ને તો બધાય....
એક બીજા ની સામે બધા રંગો ધુરતા હતા ત્યાં જ,
'રંગોની દુનિયાથી મન ભરાઈ જાય ત્યારે આવજો મારી પાસે...આવજો... હું સમય નો રંગ છું. સફેદ :ઓમ શાંતિ !
