Shobhana Shah

Inspirational Others

1.1  

Shobhana Shah

Inspirational Others

મૌન ચહેરો

મૌન ચહેરો

7 mins
14.4K


પચાસ વર્ષની એક યુવતી. યુવતી શબ્દને ઉંમરના આંક સાથે 

હસવા જેવું લાગે પણ  શરીરની ઉંમરને પણ શરમાવે એવું યુવાન હ્દયની એક માત્ર માલિકીન છે. એના ઊરમા ઊભરાતા ઊમંગો, ઊર્મિઓ એને વૃદ્ધ થવા દેતા જ નથી. રોજ એક દિવસ ઉમેરાય છે ને એ જુવાન થતી જાય છે. અને એને જુવાન રાખવામાં મદદ કરે એવો એક અજીબ શોખ. (શોખ શબ્દ એટલા માટે વાપરો છે કારણ કે એને જે સ્વભાવ બનાવો હોય તેનો એ શોખ બનાવી લેતી.) શોખ એ છે કે બધાને પ્રેમ કરે ખુબ પ્રેમ કરે અને બસ જે મળે એને પ્રેમ કરે. પણ એના આ નિર્દોષ પ્રેમ ને સમજનાર ક્યાં હતાં કોઈ !

એક દિવસ બગીચામા બાંકડા પર બેસીને બધાને જોતી હતી. આંખો સામે અવનવા ચહેરા આવ જા કરતા હતા. મનમા જાત સાથે વાર્તાલાપ ચાલુ હતો. એક વર્ષ પછી વનમા પ્રવેશ થશે, હજી આખું એક વર્ષ એટલે કે ત્રણસો પાંસઠ દિવસ છે જે ધારીએ તે કરી શકાય. શેની વાત છે શું કરવું હશે ? આ બધું તો એ જ જાણે. વિચારોનો દૌર ચાલુ હતો એવામા જ એની બાજુમા એક મુસ્લિમ સ્ત્રી આવીને બેઠી. બન્ને એ સામસામે સ્મિત કર્યું. 

બુરખામાં એણે કરેલું સ્મિત તે જોઈ ન શકી પણ અનુમાન કરી શકાય તેમ હતું. થોડી થોડી વારે એ મને ને હું એને જોતી. પ્રાથમિક વાતચીત પછી બન્ને જણા, જાણે વર્ષો થી ઓળખતા હોય તેમ વાતે વળ્યા.(સ્ત્રી ઓ ને ક્યા વાર લાગે છે) 

"નાતો હોય ત્યાં વાતો નથી હોતી, ને વાતો હોય છે ત્યાં નાતો નથી હોતો." વાતોના અંતે, એક જ ઉંમરના ઓટલે હોવા છતાં પરસ્પરની પરિસ્થિતિ સાવ અલગ હતી.એક બુરખામાં સ્વતંત્ર હતી તો બીજી બુરખા વગરના બંધનોમાં કેદ હતી. એકમેક સાથે ભળતા વાર ક્યાં લાગે છે ? બન્ને એકબીજાના કાનમાં કંઈક વાત કરી છુટા પડ્યા.

મહિના પછી.......

રોજ ઊગતો સૂરજ આજે કંઈક અલગ હતો. 

"ચા મૂકી કે નહી?" 

"હા..."

"મમ્મી, મારુ દુધ, પાણીની બોટલ....?" 

"હા..."

"મમ્મી મારુ દુધ નાસ્તાનો ડબ્બો વોટર બોટલ ? 

"હા..."

"અરે સાંભળ આજે મારે વહેલા નીકળવાનું છે તો રસોઇનું જોઈ લેજે..."

"હા..."

હા.... હા..... હા...... હા..... 

સવાર બપોર અને સાંજની સાથે સમાઈ ગયેલો આ "હા "

શબ્દ. ને "હા" શબ્દથી ટેવાઈ ગયેલા એના મનને આજે અકળામણ થતી હોય એવું લાગતું હતું. પણ નક્કી જ હતું કે બસ કરવું તો છે જ.

નિત્યક્રમ પ્રમાણે બન્ને બાળકો અને પતિની બધી જ જવાબદારી ઓ પૂરી કર્યા બાદ એ બપોરે બુરખો પહેરતી અને આગળના બારણે તાળું મારી પાછળના બારણે થી નીકળી જતી. કોઈને પણ ખબર પડે નહીં એ રીતે.(બે થી ચાર એ માત્ર એનો આગવો સમય હતો) 

પચાસ વર્ષથી ટેવાયેલા મનને બદલવા માટે એક મહિનો તો લાગે ને ?  આ જેવો તેવો નિર્ણય નહોતો. પણ મક્કમ મનને ક્યા નડે છે કશું પણ.

બુરખો પહેરીને રીક્ષા ચાલક બની બસ નીકળી પડે દરરોજ. સવારીના બદલામાં એક પણ રૂપિયો ન માંગે. જે ને જરૂર હોય તે પ્રમાણે સવારીની સેવા આપે અને બદલામાં આશિર્વાદ મેળવી ખૂબ ખુશ થતી. કોઈક વાર તો બસ સાવ ગરીબ બાળકોને રીક્ષામાં બેસાડીને રીવરફ્રન્ટ પર લઈ જાય તો ક્યારેક ગાંધી આશ્રમ, તો ક્યારેક ગાર્ડનમાં લાગેલા ફનફેરમા લઈ જાય ને રસ્તામા ભૂખ લાગે તો પાણીપૂરી કે આઈસ્ક્રીમ ખાવા પણ ઊભા રહે. નિર્દોષ બાળકોના ચહેરા પર દેખાતી ખુશી એના માટે કરોડો રૂપિયા બરાબર હતી. ક્યારેક સવારી ન મળે તો વૃદ્ધાશ્રમમાં જઈને બધા સાથે અંતાક્ષરી રમવા લાગે. મનપસંદ ગીતો ગાય અને ગવડાવે. 

એકવાર તો એવું બન્યું કે એક વૃદ્ધ દાદા જે વરસોથી પથારીમાં હતા. મૂળ કવિ જીવ હતો એ બહાર જઈ શકે એમ હતા નહીં (ડાયાબીટીસ ને કારણે બાર વર્ષથી એક પગ કપાવવો પડ્યો હતો) 

અંગત સ્વજનો સેવા કરીને થાકી ગયા હોવાથી આ કવિ હ્દય ની આસપાસ કોઇ બેસતા નહીં. દરરોજ દાદાને હાલચાલ પૂછવા જાય ને એમની મનપસંદ વાનગીઓ બનાવીને આપી આવે. એવું નહોતું કે ઘરમા ખાવાની તકલીફ હતી, પણ કેટલીક અતૃપ્ત ઈચ્છા ઓ જેમ જીવવા નથી દેતી તેમ મરવા પણ નથી દેતી. ક્યારેક ચોકલેટ તો ક્યારેક બદામ ક્યારેક શીરો તો ક્યારેક ઊંધિંયુ, ક્યારેક હાજમાહજમ તો ક્યારેક મીઠું પાન જે માંગે તે લાવી આપતી અને બદલામા રોજ એક કવિતા માંગે. કારણ કે એને ખબર હતી કે આ કવિ હ્દય ને કોઈક સાંભળનાર જોઈતું હતું. અંદર પડેલી થીજી ગયેલી લાગણી ઓને બહાર કાઢવી ખૂબ જરૂરી હતી. એટલે રોજ એક ઈચ્છાની સામે એક કવિતાનો વિનિમય થતો અને જ્યારે દાદા અવનવી કવિતા ઓ બોલતા ત્યારે એમના ચહેરાની કરચલીઓ જાણે દુર થતી ન હોય તેવો અહેસાસ એને થતો. ને ધણી વાર તો ગમતી કવિતા ઓ લખી પણ લેતી. કોણ જાણે શું મળતું હશે એને એ જ જાણે. ને આમ રોજ ગમતું કામ કરતીને આનંદ વહેંચતી ને કરોડોની દુઆ કમાતી. 

ધણી વાર બધા એને નામ પૂછતાં. એનું નામ જાણવાની બધાની કોષિશ ના કામયાબ રહી. કારણ કે એણે એક શરત જાત સાથે કરી હતી. શરત એ હતી કે આ મનગમતુ કાર્ય કરતી વખતે તે પોતાનાની ઓળખ છુપાવશે અને મૌન રહી ને જ કામ કરશે. આ બન્ને શરતો ને કારણે એને કોઈ જોઈ શક્યું નથી. (બુરખા ના કારણે) એને કોઈ સાંભળી શક્યું નથી. (મૌન ના કારણે) અને એને કોઈ ઓળખી નથી શકયું. જરૂર પડે તો પેન અને કાગળનો ઉપયોગ કરી લેતી.  બધાં ની લાખ કોશિશ કરવા છતાં એ, પોતાની ઓળખ સંતાડવામાં સફળ રહી હતી. 

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ નાની મોટી અનેક ખુશીઓ ભેગી કરી ચૂકી હતી. 

ત્રણસો પાંસઠ દિવસ પુરા થવામાં માત્ર એક અઠવાડિયાની જ વાર હતી. જેને જેને મદદ કરી હતી તેમાંથી કોઈ ને પણ એ ખબર નહોતી કે બુરખાની અંદર સ્ત્રી છે કે પુરુષ ? (એના વિચારોની ઉંચાઈ એ હતી કે એને આ જાતીના ભેદથી પર થવા જ બુરખા નો સહારો લીધો હતો) 

ધરની જવાબદારી પણ ખુબ પ્રેમ પૂર્વક નીભાવે કોઈ કચાશ ન હોય. હવે સવાલ એ છે કે તો એ આમ સંતાઈ ને કેમ સેવા કરતી હશે ? કહી ને પણ તો કરી જ શકાય ને ! કેટલાય એન.જી.ઓ. આવી અનેક સેવા કરતા જ હોય છે ને ? 

આવા અનેક સવાલો આપ સૌ ને થતાં જ હશે હે ને ? હમમમ ને થવા જ જોઈએ. તો આવો જાણીએ શું રહસ્ય હતું આ બુરખામા....... 

બસ અઠવાડિયાની વાર હતી. બધું જ બરાબર ચાલતું હતું ખુબ ખુશ હોવાથી આજે એને બધા માટે કેક લઈ જવાની ઈચ્છા થઈ. સાંજના પાંચ વાગ્યા હતા. બે થી પાંચ એ આ અંગત કામ કરતીને પાંચ વાગે તો ઘરે પહોંચી જ ગઈ હોય. કોઈને શક ન થાય અથવા કોઈ જાણી ન જાય તેનું પુરતું ધ્યાન રાખતી. સમય સાથે ચાલવું એ તો જાણે એની આદત હતી પણ આજે સમયે સાથ ન આપ્યો. 

કેક લેવા હજી તો ટર્ન લે છે ત્યાં જ એક બસ અચાનક ક્યાંથી આવી જાય છેને રીક્ષાને ટક્કર મારીને જતી રહે છે. રીક્ષા ઉપર ને એ નીચે. બુરખામા અર્ધ બેભાન અવસ્થામાં ક્યાં કેટલુ વાગ્યું હશે કળવુ અશક્ય હતું .ભેગી થયેલી ભીડ માથી એક સદસ્યે 108 બોલાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરની સલાહ બાદ ઓપરેશન કરવુ પડે તેમ હતું. જે સદસ્યે એડમીટ કરી હતી તે ઓપરેશનના કાગળો પર સહી કરવા તૈયાર નહતો કારણકે એ આમ અજાણી વ્યક્તિના મામલા ફસાવા નહોતો માંગતો અને એમાય પાછુ મુસ્લિમ સમાજ. ડોક્ટર આવી ને કહે છે કે સમય ઓછો છે પ્લીઝ સહી કરી આપો તો સારું. (સદસ્ય મનમાં બોલે છે કે "આજે કોણ જાણે કેમ પત્ની માટે કેક લઈ જવી હતીને હું ક્યા આવીને ફસાઈ ગયો. દયા બરાબર પણ. હવે સહી પણ...) ના, મારે મોડું થઈ ગયું છે મારી પત્ની રાહ જોતી હશે. કહી ને જેવું હજી તો મો ફેરવે છે કે નર્સ ચહેરા પરથી બુરખો ઊંચો કરે છે ત્યાંજ... સદસ્ય ની આંખો પહોળી થઈ ગઈ. અરે તુ ? ના હોય ? આ.... આમ.... બુરખો.. કેમ... બુરખો...

આ સદસ્ય બીજુ કોઈ નહીં પણ એનો પતિ જ હતો. ફટાફટ સહી કરી આપી ઓપરેશન સફળતાપૂર્વક પુરુ થયું ને જેવી પત્ની ભાનમાં આવે છે કે હજારો સવાલ આ બુરખા તરફ ઊઠે છે. પતિપત્ની એકબીજાના હાથમાં હાથ પકડીને એક બીજાની આંખોમાં સવાલ જવાબ આપતા હતા. પતિની સાથે હજારો લોકોના સવાલ નો જવાબ આપતા જણાવે છે કે "મને ખબર છે હું તમને કહેત તો તમે મને મદદ સો ટકા કરતાં પણ મારે એવી સેવા નહોતી કરવી જે સેવા ને ચહેરો હોય, જે સેવા નો અવાજ હોય ને જે સેવાની ઓળખ હોય એ સેવામાં સુખ ઓછુ ને પ્રશંસા જાજી હોય છે મને મારી ઓળખ, વાણી અને ચહેરો ત્રણેય વગર સેવા કરવામાં આ બુરખા એ ખુબ મદદ કરી છે. "હોસ્પિટલમાં જેટલા કાનમાં આ જવાબ પહોંચ્યો હતો તે બધા જ પોતાના હાથ ને રોકી ન શક્યા. તાળીઓના ગડગડાટ વચ્ચે પતિપત્ની ના હરખાતા હ્દય ના ધબકારા કોઇ ન સાંભળી શક્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational