Vijay Shah

Thriller Tragedy

3  

Vijay Shah

Thriller Tragedy

અંત વેદનાઓનો… સુખદ સંવેદનાઓ

અંત વેદનાઓનો… સુખદ સંવેદનાઓ

10 mins
13.6K


કોણ જાણે કેમ આજે બાર વર્ષ વહી ગયા પણ દ્રષ્ટી એ ક્ષણ ને ભુલી નથી….જ્યારે ઘર આંગણે પોલીસવાન આવી હતી અને દીર્ઘનું અચેતન શરીર જોઇ પપ્પા અને મમ્મી ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. ચાર વર્ષની બીજલ અને એક વર્ષનો કુણાલ સાથે દ્રષ્ટી અપલક જોઇ રહી હતી એ વિધિની વક્રતા…

વહેલી સવારે સામાન્ય રીતે હ્યુસ્ટન નો એ વિસ્તાર સુમસામ હોય છે અને દીર્ઘ તે રાત્રે તેના મિત્રને મળીને પાછો આવતો હતો. પાછળથી મોટા ટ્રકે તેને ટક્કર મારી ત્યારે હજી કંઇ સમજે તે પહેલા તે એરબેગ ખુલી જવાને કારણે ગુંગળાયો, ડ્રાઇવર સાઇડનું બારણું ખોલવા મથ્યો.. ના ખુલ્યુ તેથી ઝાટ્કો મારીને તે પેસેંજર સાઇડ ઉપર નીકળ્યો અને હજી બે પગ બહાર કાઢ્યા હશે અને પાછ્ળ બીજી ટ્રક હોર્ન મારતી મારતી આવી અને દીર્ઘનાં સમગ્ર શરીર ને હવામાં ઉડાડી ધસમસતી નીકળી ગઈ…દીર્ઘનાં શરીરનાં હ્રસ્વ થયેલા અંગો હાઇવે ૨૯૦ ઉપર વિખરાયેલા પડ્યા હતા..સમગ્ર ઘટના જોનારા ડ્રાઇવરે ૯૧૧ ઉપર ફોન કરી જણાવ્યું “હીટ અને રન“ ના તબક્કામાં એક માણસ મૃત્યુ પામ્યો છે. તેનું શરીર તરફડી રહ્યું છે.

૯૧૧ ની કારો સાયરન વગાડતી એમ્બ્યુલન્સ સાથે આવે ત્યાં સુધી તો તરફડતા અંગો શાંત પડી ગયા હતા લોહી વહી ચુક્યુ હતુ…પાછળ ટ્રાફીક જામ થઇ ચુક્યો હતો જે ખુલ્લો કરવા ટો વેહીકલોનાં બીલ્લાનો ડ્રૉ કરી પાછળથી ગોબાયેલી કેમરી અને ટ્રક ને ખસેડાયા. વેર વીખરાયેલા અંગોને એકત્ર કરી એમ્બ્યુલન્સ મૃત દેહ લઇ ઘરે આવ્યો ત્યારે સવાર થઇ ચુકી હતી

આટલો મોટો શોક સમજવા અને પચાવવા જેવી દ્રષ્ટીમાં ક્યાં તાકાત હતી? તે મમ્મી આ શું થયું બોલતા જ ઢળી પડી..બીજલ સાયરન ના અવાજ થી ઉઠી ગઇ હતી અને તે પણ મમ્મી મમ્મી કરતા રડતી હતી દ્રષ્ટીને સંભાળે કે મમ્મીને તે દ્વીધામાં પપ્પાજી હતા…

પોલીસ ઓફીસર સંવેદનશીલ હતી..તેણે અકસ્માતનાં કાગળીયા, એફ આર આઇ રીપોર્ટ આપ્યો કેટલાક કાગળીયામાં સહીં કરાવી મૃત દેહ સોંપી રવાના થઇ. પપ્પા એ ફોન કરી મિત્રોમાં જાણ કરી…ફ્યુનરલની તૈયારી થઇ ગઇ. મિત્રવૃંદમાં જેમ વાત ફેલાતી ગઇ તેમ માણસો આવતા ગયા..અને સાંજ ઢળતા સુધીમાં અંતિમ ક્રીયા પણ સંપન્ન થઇ ગઈ.

ડાયરીનાં પાના ફરતા જતા હતા. દ્રષ્ટીનો સંઘર્ષ કોઇને દેખાતો નહોંતો..તે સામાન્ય વર્તતી તો હતી. પણ દીર્ઘ તેના જીવનમાંથી ક્યાંય ગયો હોય તેમ લાગતુ નહોંતુ. મા હતી તેથી છોકરાઓને જોઇ દિવસ કાઢી નાખતી પણ રાત તો હંમેશા ખુબ જ લાંબી…પતિ નથી તેમ સ્વિકારે તો આગળ વધાય ને? દીર્ઘ તો હંમેશા દ્રષ્ટી ની દરેક વર્તણુંકમાં…મમ્મી કહે પણ ખરા બેટા મેં તો એને જનમ થી ૩૫ વર્ષ મારી છાતી એ રાખીને મોટો કર્યો છે. તેને ખોવાનું દુઃખ તારા કરતા મને કેટલું હોય? પણ જેટલું જલ્દી સ્વિકારીયે કે આ નિયતી છે કોઇનાં હાથમાં કશુંય નથી..સર્વે પ્રભુનાં હાથમાં છે એની સાથેની આપણી લેણ દેણ પુરી થઇ.. એટલું હવે સમજ…આ નાની બીજલ સામે તો જો અને સમજ્પૂર્વક પાછી વળી જા.

ઇન્સ્યોરન્સ કંપની માં થી ચેક આવી ગયો પુરા ત્રણ લાખ ડોલર નો…આખી જિંદગી અને બે બાળકો સાથે કાઢવાની કઠીન છે. પપ્પા વારંવાર કહેતા…ડાયરી આગળ વધતી હતી..દિવસ તો આખો નોકરી અને સ્કુલે મુકવા જાવ અને લેવા જાવમાં પતી જતો..રાત પડે ને બેડરૂમમાં દીર્ઘ આવી જતો તે માનવા તૈયાર જ નહોંતી કે દીર્ઘ નથી..તેના મીઠા સ્મરણો અને કલ્પનો માં તે ગુમ થઇ જતી. રાત્રે બધા દેશી શો પતે અને બધા સુવા જાય ત્યારે તે દીર્ઘ માટે સજતી સંવરતી અને બીજલ અને કૃણાલ સુઇ જાય એટલે ડાયરી જાણે દીર્ઘ હોય તેમ વાતો કરતી..દીર્ઘ સાથે ઝઘડતી ઓફીસમાં બનેલી દરેક વાતો રજો રજ કરતી અને ક્યારેક રડતી તો ક્યારેક પેલું ખોવાયેલું રમકડૂ મળી ગયું હોય તેમ રાજી રાજી થઇને ચહેકતી અને ગણગણત્તી પણ…

પપ્પાજીને દ્રષ્ટીનાં રાત્રી જીવન થી કાયમ છુપો ભય રહેતો..ખાસ તો જ્યારે તેનાં હીબકા તેનાં રુમને છોડીને આખા ઘરમાં વળોટાતા. દિવસ દરમ્યાન જાણે તે મૂખવટો પહેરીને ફરતી ના હોય? મશીન ની જેમ સવારે ઉઠીને નહાઇ ધોઇને તૈયાર થઇ ને આખા ઘર નો નાસ્તો તૈયાર થૈ જાય..લંચ પેક થઇ જાય બીજલને પ્રી સ્કુલમાં મુકી આવે…બધુ જાણે કોઇ ચાવી દીધેલ રમકડુ હોય તેમ…ન કંકાસ, ન કકળાટ એક દિવસે મમ્મી એ દીર્ઘ માટે ડીશ બનાવવાની ના પાડી તો તેની આંખો ભરાઇ ગઈ. બીજે દિવસે મમ્મી ને કહ્યું.”દીર્ઘ ને મેં સાચા હ્રદય થી પ્રેમ કર્યો છે અને તે મને આવું બધું કરવા કહે છે.” “ પણ બેટા એ પ્રેમને જીવંત રાખવા તું પરિકલ્પનાઓમાં રહે છે.” “ ના મમ્મી દીર્ઘ મને તો આ ઘરમાં હરતા ફરતા અને જીવંત જ લાગે છે.”

પપ્પાજી એ વીટો વાપરતા કહ્યું “દ્રષ્ટીને કોઇએ કશું પુછવાનું નહીં કે એને રોકવાની પણ નહીં”

મોટી સોળ વર્ષની બીજલ મમ્મીનાં આવા બેવડા વલણો થી ડરતી અને એક વખત પુછી બેઠી “મમ્મા તું રાતના તું નથી હોતી..તને શું થઇ જાય છે?”

“ બેટા રાત્રે હું દીર્ઘ પપ્પાની સેવા કરું છું.. આખો દિવસ તમારા લોકોની ચાકરી કર્યા પછી તેઓ પણ માંગે ને તેમની દ્રષ્ટીનું વહાલ.”

દાદાજીએ બીજલને પોતાની પાસે બોલાવીને કહ્યું “બેટા.. તારી મમ્મી તેનાં વૈધવ્યને શ્રાપ બનવા દેવા નથી માંગતી..તેથી તેના ખ્વાબોનાં મહેલોમાં પપ્પા હજી જીવતા છે.”

“ પણ દાદાજી તે ખોટું છે..અમને શાળામાં શીખવાડે છે ભ્રાંતિમાં જીવવું તે રોગ છે. સત્ય સ્વિકારવું જ રહ્યું જેમ હું અને કૃણાલ જાણીયે છે કે પપ્પા નથી તો અમે ટેવાઇ ગયાને?

“ બેટા તારી મમ્મી ભ્રાંતિમાં જીવે છે તેનાં સુવાનાં સમયે.. તે ખુશ હોય છે તો પછી તેને વાસ્તવિકતામાં લાવીને દુઃખી કરવાનો શું અર્થ.?”

“મને લાગે છે કે આ ગાંડ્પણ નો એક પ્રકાર છે તેમને સારા ડોક્ટરને બતાવવા જોઇએ…”

મમ્મી કહે “ શું કામ ફુંક મારીને રાખ ઉડાડી તેને દુઃખી કરવી?”

બીજલ મક્કમ હતી “ મારી મમ્માને સાચી અને સારી સારવાર મળવી જોઇએ.”

બીજે દિવસે દીર્ઘનાં ફોટા ઉપર સુખડનો હાર ચઢ્યો અને ફોટા માં દીર્ઘનાં ભાલ ઉપર કુમ કુમ ચાંદલો લગાવી બીજલે સુધારાનું બ્યુગલ ફુંક્યુ ત્યારે દ્રષ્ટી બહું જ ચીઢાઇ તેણે હાર ફેંકી દીધો અને બીજલને તાકિદ કરી કે “તારા પપ્પા બધા ભલે ગમે તે કહેતા પણ મારા માટે આજે પણ જીવંત છે”

“ મોમ વહેવારમાં આવ. પ્રેમની અભિવ્ય્ક્તિ હંગામી રુપમાં સારી.. આ તો તમારો પ્રેમ જીદ થઇને અમને પીડી રહ્યો છે..”

“ એટલે?”

“એટલે જે નથી તેને છે કહી માનવું અને મનાવવું.તે જાતને છેતરવા બરાબર છે.”

ગુસ્સામાં તમતમતી દ્રષ્ટીએ બીજલને ગાળો દેવા માંડી…” સાવ અંગુઠા જેવડી હતી ત્યારથી તને મેં પાળી છે આ દિવસો માટે?” અને મને તેમાં સુખ લાગતું હોય તો તમને શું વાંધો છે?”

“મમ્મી વાંધો એજ છે ને કે તમે ભ્રાંતિમાં જીવો છો જે છટક્બારી છે.”

“છટક બારી?”

“ હા મમ્મી તમે સત્યથી ડરીને એક ભ્રમને સત્ય માની લીધું છે.”

“ ના મારો એમના તરફ્નો સ્નેહ છે જે હું આ રીતે અભિવ્યક્ત કરું છું”

“ તો મમ્મી તમે ક્યારેક ખુબ જ રડો છો. કેમ?” બીજલ મજબુત હતી

“જ્યારે દીર્ઘ મારાથી રીસાય છે ત્યારે મને ખુબ જ રડવુ આવે છે.”

“ મને પણ પપ્પાને મળવુ છે.. કહોને તે ક્યાં છે?”

દ્રષ્ટિ નિરુત્તર હતી

બીજલે ફરી પ્રશ્ન પુછ્યો “ તમે એક વખત સ્વિકારી લો તમે જીદ પકડી છે.”તમે તેમના આત્માને દુઃખ પહોંચાડી રહ્યા છો. પ્રભુ ન્યાયને ઉવેખી રહ્યા છો.”

“હેં?”

“હા મને પપ્પા કાલે સ્વપ્નમાં આવ્યા હતા અને કહેતા હતા..બીજલ દ્રષ્ટી ને કહેજો કે આ રીતે ભ્રાંતિમાં રહી મને તે બાંધી રાખે છે.. આ જીદ છે.

બીજલે મમ્મી ઉપર મમ્મીનું જ જ્ઞાન ઉપયોગમાં લેતા કહ્યું જન્મ અને મરણ પ્રભુ ન્યાય છે તેમાં કોઇનું કશું ચાલતું નથી. એમના મૃત્યુ ને સ્વિકારી તર્પણ કરો તે આત્માને યાદ કરો તો સુખથી..દુઃખ થી તો હર્ગીઝ નહીં તેનો બીજો ભવ શરુ થઇ ગયો અને છતા તમે રોજ રોજ આ ભવમાં તમે જીવંત રાખી રહ્યા છો તે અજુગતુ છે અયોગ્ય છે. તમારી વેદના ને ઓળખો તેને સંવેદનાનાં ઓઠા હેઠળ ભ્રાંતિ સેવીને તમે તમારી જાતને છેતરો છો.

મમ્મીને બીજલની વાત છોકરે છાસ પીવા જેવી લાગતી હતી. દ્રષ્ટી દીર્ઘને જીવંત રાખતી હતી તે ઘટનાથી કંઇ અજુગતુ લાગતુ નહોંતુ પણ બીજલની વાત મમ્મી ગાંડપણ નો ભોગ બની છે તે સમજાતુ નહોંતુ…આજનાં ગૂગલ જ્ઞાન ઉપર તેને બહું ભરોંસો નહોંતો અને માનતી કે સારવારનાં નામે ડોક્ટરો મોટી ફી પડાવશે અને કોઇ વહેમ ઘાલી આપશે તે નફામાં..વળી બીજલ અને પપ્પાને રજા લેવી પડશે એમ વિચારીને તેણે બીજલને ના કહી દીધી.

ડૉ આલોક જગત્યાની હ્યુસ્ટન ખાતે મોટું નામ ગણાતું.. તેમની ઓફીસમાં બીજલ દ્રષ્ટી અને પપ્પા બેઠા હતા.

પપ્પાએ ટુંકમાં કહ્યું ક્યારેક અકારણ રડતી દ્રષ્ટી ને બીજલ રોગ માને છે તે વાતનું સમાધાન કરવા આવ્યા છીએ.ડૉ જગત્યાનીએ બીજલને પુછ્યું –“ હા દીકરી તારી વાત સાચી છે કે અકારણ રડવુ તે રોગ ની નિશાની તો છે જ.. પણ મને દ્રષ્ટી ને પહેલા સાંભળવા દે..

. આ પ્રમાણે, ડો. જગત્યાનીએ બીજલને જવાબ આપી, દ્રષ્ટી પર પ્રેમભરી નજર કરી, મસ્તકે હાથ મુકી કહ્યું ” દ્રષ્ટી, તું કેમ છે ?”

“હું તો તદ્દન સારી જ છું…..પણ, ઘરમાં બીજલ મને જરા સમજતી જ નથી” દ્રષ્ટીએ જવાબ આપ્યો.

“શું સમજતી નથી ?” ડોકટરે તરત એને પૂછ્યું.

“ડોક્ટર સાહેબ!, સવારે તો હું ઘરકામો વિગેરેમાં બીઝી રહું અને જરા પણ સમય મળતો નથી.પણ, જ્યારે રાત્રીએ હું અમારા બેડરૂમમાં જાઉં ત્યારે મારા પ્યારા દીર્ઘને મળવાનું થાય. હું એની સાથે વાતો કરી ખુબ જ રાજી થઈ જાઉ. અને હસતા હસતા કોઈવાર રડું પણ ખરી..જે ઘરમાં કોઇને ગમતું નથી”

“મેં તો સાંભળ્યું કે તું રોજ રાત્રીએ ખુબ જ રડે છે. તો એ શા માટે ? ડોકટરે સવાલ કર્યો.

“ડોકટર, કોઈક જ વાર. રોજ નહીં.. દીર્ધ મારૂં સાંભળે નહી અને જ્યારે એ બોલે નહી ત્યારે હું ખુબ જ ગુસ્સો કરી રડવાનું શરૂ કરૂં” દ્રષ્ટીએ કહ્યું.

એ ચુપ થઈ અને કાંઈ બીજુ કહે તે પહેલા, ડોકટર જગત્યાનીએ પૂછ્યું ” હા,તું રડે છે તે વિષે તો મેં જાણ્યું હતું…પણ, ફક્ત રાત્રીએ જ કેમ એની સાથે વાતો કરે છે ? અત્યારે તારો દીર્ધ ક્યાં છે ?”

“અરે ! ડોકટર તમોને ખબર નથી કે મારો દીર્ધ તો એના મિત્રોને ત્યાં ગયો છે. એ દિવસના તો મિત્રો સાથે હોય તો હું એને રાત્રીએ જ મળી શકું ને ?”કહી,દ્રષ્ટી જાણે ડોકટરને સમજાવી રહી હતી.

દ્રષ્ટી ડૉ. જગત્યાની પાસે પોતાની સંવેદનાનો એકરાર કરી રહી હતી. કેટલી વેદના તેણે ભોગવી હતી. તેની ઉમર શું હતી ? બાળકો કેટલાં બધા નાના હતાં ?

ડૉ. દ્રષ્ટીને પ્રેમ પૂર્વક સાંભળી તેની મનોદશાનો ચિતાર પામી રહ્યા હતાં. સંપૂર્ણ રીતે તેમને લાગતું હતું કે દ્રષ્ટી પ્રેમાળ, લાગણી પ્રધાન અને કરૂણા સભર વ્યક્તિ છે. દિલ આપીને તેને યોગ્ય માર્ગ બતાવવાનો નિર્ધાર કર્યો.

“ચાલો, હવે એક રાત્રીએ હું તમારા ઘરે જરૂર આવીશ” આટલા શબ્દો કહી, ડો. જગત્યાનીએ દ્રષ્ટીને પંપાળી અને “ગુડ બાય”કહેતા અંતે કહ્યું ” ફરી આપણે મળીશું !” એમણે એમની ફાઇલમા લખ્યુ “રીએક્ટીવ ડીપ્રેસન”

ડૉ.સાહેબે દ્રષ્ટીમાં આવતાં ફેરફારની નોંધ લીધી. પોતે અકાળે પત્નીનો સાથ ગુમાવી બેઠાં હતાં. જીવન આખું દર્દીઓની સેવામાં ગુજારવાનો નિર્ધાર કર્યો હતો. બંને બાળકો કૉલેજમાં હતાં. પત્ની કેંસરમાં પીડાઇને શ્રીજી ચરણ પામી હતી. પૈસાની કોઈ કમી ન હતી..

દ્રષ્ટીની માવજત કરતાં તેની સાથે ધીરે ધીરે લાગણીના તાર બંધાતા જતાં હતાં. બંને પક્ષ અનજાણ.

થોડા દિવસો વહી ગયા. એક અઠવાડીયા બાદ મેમોરીઅલ ડેનું લાંબુ વીકએન્ડ આવતું હતું. શનિવારના દિવસે ડો. જગત્યાનીએ આ વર્ષ ઓફીસ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.થોડા દિવસોથી એના મનમાં દ્રષ્ટીના વિચારો જ હતા. શનિવારે સાંજના ડો.જગત્યાનીએ ફોન જોડ્યો.સામેથી બીજલે જ એને ઉપાડ્યો.”હલો ! કોણ ?” બીજલ બોલી.

“હું ડો. આલોક. બીજલ બેન, મારે તમારે ઘરે આવવું છે. તમો ઘરે છોને ?” આટલા શબ્દો સાંભળી, બીજલ રાજી થઈ બોલી” ડોકટર આવો અમો તમારી રાહ જોઈશું”.

ઘરમાં પ્રવેશ કરવા પહેલા ડોકટરે ડોરબેલ વગાડ્યો. તરત જ દ્વારો ખુલ્યા. “આવો, ડોકટર !” બીજલ ખુશી સાથે બોલી.

અંદર જતા ડોકટરે પૂછ્યું “દ્રષ્ટી ક્યાં છે “. અને આંગળી ચીંધી બીજલે એક રૂમના બારણા તરફ ઈશારો કર્યો. રૂમના બારણું નોક, ખોલી ડોકટરે રૂમમાં પ્રવેશ કર્યો.દુર એક ખુણામાં દ્રષ્ટી નીચે બેસી દિવાલ તરફ જોઈ રહી હતી..એની નજર દિવાલ પર લટકતા એક ફોટા પર હતી.થોડા સમય માટે ડોકટર એક જગાએ ઉભા રહી દ્રષ્ટી તરફ જોયા કર્યું અને અંતે નજીક જઈ કહ્યું” દ્રષ્ટી, હું તો તને મળવા આવ્યો છું.” આવા શબ્દો સાંભળી દ્રષ્ટી મુખ પર આંગળી રાખી બોલી ” શુ…શુ….મારો દીર્ધ સુઈ રહ્યો છે..એ જાગી જશે !” ત્યારે, ડો. આલોકે જવાબરૂપે ઉંચા સાદે એને કહ્યું” દ્રષ્ટી , તું જાગ જરા !”

દ્રષ્ટી ચોંકી ગઈ. ઉભી થઈ બોલી ” શું કહો છો, ડોકટર ?” અને, ડોકટરે દ્રષ્ટીને પાસે બોલાવી બેડ પર સાથે બેસવા સુચન કર્યું. ડોકટરે વાતો આગળ ચલાવતા કહ્યું ” અત્યારે રાત્રીનો સમય છે. હું તારી સાથે રૂમમાં છું. અહીં, તારો દીર્ધ નથી.” આવા શબ્દો સાંભળી, દ્રષ્ટી તરત બોલી “ના ! ના ! એ તો અહીં જ છે. ” અને, દ્રષ્ટી દીર્ધના ફોટાને જોવા લાગી.

“યાદ કર, જે દિવસે ઘર આંગણે એમ્યુલન્સ આવી હતી. જે હાલતે તેં દીર્ધને જોયો હતો તે ફરી યાદ કર” ડોકટરે આગ્રહ સાથે કહ્યું.દ્રષ્ટી તો રૂમમાં આમ તેમ દોડવા લાગી. અંતે એક ખુણામાં જઈ મોટા સાદે રડવા લાગી.ત્યારે, ડોકટર જગત્યાની દ્રષ્ટી પાસે જઈ એનું મસ્તક પંપાળ્યું અને પ્રેમથી કહ્યું ” દીર્ધ તો તારા દીલમાં છે.ફક્ત એ હવે તારા જ દીલમાં રહેશે”

આવા ડોકટરના શબ્દો સાંભળી દ્રષ્ટી એના ભુતકાળમાં પ્રવેશ કરી શકી હતી. એને દીર્ધ ઘર બહાર ગયો હતો તેનું યાદ આવ્યું. એને એક્સીડંટમાં વાગ્યું હતું એ યાદ આવ્યું. એણે પોતાને રૂદન કરતા નિહાળી.હવે, એ કલ્પનાઓથી બહાર હતી.અને, અંતે એ બોલી” ડોકટર, મારૂ મન મારી કાબુમાં ના હતું. મારૂં વર્તન એક પાગલજેવું હતું. મેં ઘરના સર્વને દુઃખી કર્યા. ડોકટર આજે તમે મને ફરી જાગૃત કરી. “અને એ સર્વને દુઃખી કર્યાના વિચારે નિરાશ થાય તે પહેલા, ડોકટર જગત્યાનીએ દ્રષ્ટીને હાથોમાં ઝાલી અને કહ્યું ” જે થયું તે માટે તારો જરા પણ વાંક નથી. દીર્ધના અકાળ મૃત્યુથી તારા દીલને ઉંડો આઘાત લાગ્યો હતો અને તું “રીએક્ટીવ ડીપ્રેસન”માં હતી. હવે, તને એમાંથી મુક્તિ મળી છે.તારે કોઈની માફી માંગવાની ના રહે ! હવે, તારે ઘરમાં સૌને પ્રેમ આપવાનો રહે.

પરિણામ શુભ આવ્યું દ્રષ્ટીએ હકિકતનો સ્વિકાર કર્યો. ડૉ. પ્રત્યે કુણી લાગણી અનુભવતી. નવી સંવેદનાઓ નવા દ્રષ્ટીકોણથી જોતી થઈ. મનમાં ગુંચવાતી બાળકોને કેવું લાગશે. દીર્ઘના માતા પિતા શું વિચારશે?

અંત વેદનાઓનો. સુખદ સંવેદનાઓ. જીવનનું નક્કર સત્ય, બનવા કાળ બને તેને રોકવા કુદરત પણ અસમર્થ છે.


Rate this content
Log in

Similar gujarati story from Thriller