Rohit Prajapati

Romance Inspirational

5.0  

Rohit Prajapati

Romance Inspirational

અનંત દિશા ભાગ - ૯

અનંત દિશા ભાગ - ૯

8 mins
329


આપણે આઠમા ભાગમાં જોયું કે દિશા એ કડવા ચોથ એના પ્રેમી સ્નેહ માટે કર્યું હતું. દિશા અને સ્નેહનો આ અદ્ભુત પ્રેમ અને લાગણીઓ અનંત પણ અનુભવી રહ્યો હતો અને ખાસ દિશાનું સ્નેહ પ્રત્યેનું વલણ પણ. પણ અચાનક આ વાતમાં એક વળાંક આવ્યો હતો કે કમ્પ્યુટર ક્લાસની મહત્વની માહિતી કોઈએ ચોરી કરી વિરોધીને આપી... હવે શું અસર પડી એ ઘટનાની એ આપણે જોઈએ. કોણ હશે એ માહિતી લીક કરવાવાળું ?

હવે આગળ...


દિશા: "મેં જેમ કહ્યું એમ સ્નેહ પ્રોફેશનલ રીતે આ ઘટનાની તપાસ કરી રહ્યા હતા. અમારા ક્લાસમાં કામ કરતાં બધાં કર્મીઓને એક એક ઓફિસમાં બોલાવી પૂછપરછ કરી. અને મેં સપનામાં પણ ના વિચાર્યું હોય એવું થયું ! એમણે મને ઓફિસમાં બોલાવી અને મારી પણ ઉલટ તપાસ કરી અને એ બધા સવાલો કર્યા જે એમણે બીજાને પૂછ્યા હતા. મને પણ એક શકની નજરથી જોવામાં આવી. હું તો આવી પૂછપરછથી આવાક થઈ ગઈ. ક્યારેય વિચાર્યું નહોતું આવું થશે ! મારી આંખમાંથી આંસુ સરી પડ્યા અને એ આંસુ સામે જોવાની દરકાર પણ એમણે ના લીધી. આ છેલ્લા બે વર્ષથી પણ વધુ સમય જે વ્યક્તિને આપ્યો અને જેમના માટે મારું સર્વસ્વ આપવા પણ તૈયાર છું એમના તરફથી આવા વર્તનની અપેક્ષા નહોતી મને."

આટલું કહેતાજ દિશા રડી ઉઠી, જાણે આ ઘટનાએ એને તોડી નાખી હતી.

હું: "ડિયર, પ્લીઝ ના રડ. હું છું ને, તને સાંભળવા, તને સાથ આપવા તું બોલ જે બોલવું હોય એ. પ્લીઝ મોઢું ધોઈ નાખ અને ના રડ."

મોઢું ધોઈ, પાણી પીને દિશા ફરી એની વાત આગળ વધારવા આવી...


દિશા: "આ ઘટનાથી હું અંદરથી તૂટી ગઈ હતી. એટલે સતત ઉદાસ રહેવા લાગી. એવું થયું કે સ્નેહ મને ના સમજી શક્યા. એ ના સમજી શક્યા કે એમના સપનાથી વિશેષ તો મારી જિંદગી પણ ના હોય. હવે અમે વાતો ઓછી કરતા હતા. આ ઘટનાથી અમારા વચ્ચે થોડું અંતર થઈ ગયું હતું. મેં પ્રયત્ન કર્યો સંબંધ ફરી જીવંત કરવાનો પણ ક્યારેય તૂટેલો કાચ ફરી એવોજ જોડાઈ શકતો નથી. મારાથી, આ પાસે રહીને પણ દૂર રહેવું ખૂબજ દુખદ હતું ! આખરે ત્રણ મહિના પછી મેં એક નિર્ણય કર્યો જે મારી જિંદગી બદલી નાખે એવો નિર્ણય હતો પણ કરવો જરૂરી લાગ્યો."

હું: " ઓહ ! કેવો નિર્ણય ?"


દિશા: "હવે આ વિષય પ્રેમથી થોડો આગળ આત્મસન્માનનો હતો ! આ કોણે કર્યું ? એ તો જાણી શકાયું નહોતું. પણ હું મનમાં ને મનમાં મરી રહી હતી. મારે આ પળો અહીંયા છોડી થોડું આગળ વધવું હતું. એટલે મેં આ સ્નેહના ક્લાસમાંથી છૂટા થવાનો નિર્ણય લીધો અને અત્યારે છું એ ક્લાસમાં હું જોડાઈ ગઈ. આમ તો મારા માટે એકપળ પણ દૂર થવાનો અહેસાસ પણ અસહ્ય હતો પણ હું અંદરથી હલી ગઈ હતી."

હું: " હા ડિયર, સાચી વાત છે. જ્યારે પણ કંઈ અણધાર્યું અને અઘટિત થાય ત્યારે આવા અઘરા નિર્ણયો લેવા પડે. તૂટી તો જવાય જ. પણ હું છું ને ! હું પ્રયત્ન કરીશ સાથ આપવાનો. પછી શું થયું ?"

દિશા: " હું આ નવા ક્લાસમાં જોડાઈ અને મેં થોડું આગળ વધવા પ્રયત્ન કર્યો. આ દરમિયાન હું એમને દરરોજ મેસેજ કરતી હતી. એકેએક પળ યાદ કરતી હતી. એમની યાદમાં કોઈવાર જીવંત થતી તો કોઈ વાર મરતી હતી. બસ આમજ જિંદગીની ગાડી આગળ વધતી હતી. જ્યારે પણ એમનો રીપ્લાય આવે હું ખુશ થઈ જતી. ફોન પર વાત થાય ત્યારે એમના સહવાસ જેવીજ અનુભૂતિ થતી. સાચું કહું તો મારા માટે એ જે હતા એમની જગ્યા એ ના કોઈ હોઇ શકે, ના કોઇ લઈ શકે, ના કોઇ લઇ શકશે."

હું: " હા ડિયર, હું સમજું છું તારી લાગણીઓ, એ તો સાચી વાત છે કે આ જગ્યા કોઈજ ના ભરી શકે.." મને મનમાં વિચાર આવ્યો આટલો અદ્ભૂત પ્રેમ છતાં આ એક પળ એમને છૂટા કરી ગઈ.

દિશા: "બસ આમજ દિવસો પસાર થઈ રહ્યા હતા અને મારા આ સુખ દુખની સહભાગી વિશ્વા બની. મારી એક્દમ નજીકની બેસ્ટ જે મારા દિલમાં સ્થાન પામેલ છે. એણે હમેશાં મને અદ્ભૂત સાથ આપ્યો. એનો આવો સાથ, સહવાસ ના મળ્યો હોત તો હું અનંત એકાંતમાં સરી જાત. મેં મારું થોડું ધ્યાન બૂક વાંચવામાં પણ પરોવ્યું અને સ્નેહની રાહ જોવામાં અત્યારે જીવી રહી છું. મને વિશ્વાસ છે કે એ આવશે. મારા અંતિમ શ્વાસ સુધી આ વિશ્વાસ રાખીશ અને એમની રાહ જોઈશ. બસ આ જ મારો ભૂતકાળ, મારો સ્નેહ !"

હું: "ઓહ ! ખૂબ સુંદર છે તારો આ તારા સ્નેહ પ્રત્યેનો સ્નેહ ! આમપણ તારા જેટલો પ્રેમ કોણ આપી શકે સ્નેહ ને ? સ્નેહ નસીબદાર છે કે એમને આ મળ્યો ! પણ મને ગુસ્સો આવે છે આ સ્નેહ પર ! એ કેટલો ***** છે. મારાથી ગાળ બોલાઈ ગઈ."


દિશા: "ઓયે, એવું કાંઈજ ના બોલ મારા સ્નેહ ને. બોલવાનું ભાન રાખ. મારા માટે સ્નેહનું એ સ્થાન છે જે રાધા માટે કૃષ્ણનું હતું ! તો please ક્યારેય આમ ના બોલતો."

હું:" ઓકે, મારી ભૂલ થઈ ગઈ. હું ગુસ્સે હતો અને લાગણીઓમાં તણાઈ ગયો. આ તારું દુખ મારા થી જોવાતું નથી."

દિશા: "ઇટસ ઓકે, ડિયર. બસ આ જ મારો ભૂતકાળ, મારો સ્નેહ.આજે પણ એની રાહ જોવું છું કે એ એવોજ પાછો આવશે અને મને આલિંગનમાં લેશે. અને મને ફરી એ જ મારી સપનાની દુનિયામાં પાછો લઈ જશે. રોજ આમજ નવી આશા, અપેક્ષાઓ સાથે જીવું છું. એટલેજ કોઈકોઈ વાર હું એકાંતમાં જઈને મારો આ જ ભૂતકાળ વાગોળુ છું."

હું: " એ જ હું વિચારતો કે આ એકાંતમાં કેમ સરી જાય છે. પણ હવે હું છું ને મને વાત શેર કરી શકે છે. હું મારો પૂરતો પ્રયત્ન કરીશ તને સમજવાનો."

દિશા: "મને લાગ્યું તું સમજીશ એટલેજ તને વાત શેર કરી. હું જાણું છું કે તું યોગ્ય છે આ માટે. આ મારી લાગણીઓ, મારી વાતો શેર કરવા માટે. બોલ હવે કોઈ સવાલ નથી ને ?"

હું: "ના, હવે કોઈ સવાલ નથી, પણ તું ગજબ છે. એને આટલા વખતથી સાચવી રહી છે કોણ કરે આવું તો ?"

દિશા: "હું સ્નેહથી અલગ મારી દુનિયા વિચારીજ ના શકું. કોઈપણ નહીં હોય તો ચાલશે પણ મારે સ્નેહ તો જોઈશે જ !"

હું: "હા, બરાબર છે."


દિશા : "ઓકે, હું ફોન મૂકું, પછી બીજી વાતો તો રૂટીનમાં થતી રહેશે. હું હવે કામ કરું. કોઈ કામ કરાવવા નહીં આવે."

હું: "હા, તું કામ કર, ફરી વાતો કરશું. હું હમેશાં તારી સાથે જ છું. જય શ્રી કૃષ્ણ."

દિશા: "હા, હું જાણું છું કે તું સાથ નહીં છોડે. જય શ્રી કૃષ્ણ."


આમ વાત પૂરી કરી ત્યાં સુધી ૧૧ વાગી ગયા હતા. પાણી તો હું લઈ ગયો હતો એટલે વચ્ચે વચ્ચે પીતો હતો પણ ભૂખ લાગી હતી. છતાં પણ ત્યાંથી ઉભા થવા ની ઈચ્છા નહતી થતી. મનમાં એક જ વિચાર આવતો હતો કેવો અદ્ભૂત પ્રેમ હતો આ દિશાનો સ્નેહ સાથે. નામ પણ સ્નેહ અને દિશા સાથે લાગણીઓ પણ સ્નેહ ભરી. દિશા એ કેટલો અદ્ભૂત, ગજબનો પ્રેમ આપ્યો. જીવનમાં ઉચ્ચ સ્થાન પર બેસાડ્યો બદલામાં એને પણ સ્નેહ પાસેથી પહેલા તો ખૂબજ પ્રેમ મળ્યો પણ અત્યારે એ પ્રેમ અને લાગણી માટે તરસી રહી છે. અરે ! એ વાત પણ કેવી સરાહનીય હતી કે જે વ્યક્તિત્વ એને દુખી કરી રહ્યું છે એના માટે કોઈ જ અપશબ્દ પણ દિશા સાંભળી ના શકી અને ઉપરથી મને બોલી. કેવું ઉચ્ચ સ્થાન આપ્યું એને. ભગવાન તુલ્ય ગણ્યો અને સાથે એટલોજ અને એવોજ પ્રેમ શરુવાતથી અંત સુધીમાં ! આટલું થયા પછી પણ અત્યારે આ કરવાચોથનું વ્રત. દિશા માટે મારી જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી. જાણે હું કૂવામાંનો દેડકો પ્રસ્થાપિત થઈ ગયો હતો.. પણ આખરે મને હવે એવું લાગ્યું કે મારે દિશાને પૂરતો સાથ આપવો જોઈએ અને એની આ સ્નેહને પામવાની તીવ્ર ઇચ્છાને જોઈને એવું થયું કે મારે પણ એને પોઝિટિવ રાખવી જોઈએ.


આટલું વિચારી હું લગભગ ૧ વાગે રિવર ફ્રન્ટથી ઘરે આવ્યો અને મારું રૂટીન પતાવીને આડો પડ્યો ક્યારે ઊંઘ આવી ખબર ના રહી. હું સૂતો જ હતો ત્યાંજ મોબાઇલમાં રિંગ વાગી. જોયું તો વિશ્વા નો ફોન હતો. મેં ફોન કટ કરી વિશ્વાને ફોન લગાડયો.

હું :"કેમ છો ડિયર ?"

વિશ્વા: "હું એક્દમ મજામાં, પણ તને શું થયું છે. કેમ છો ? માનથી બોલાવી !તું તો ઓકે ને !"

હું:"હા, ડિયર. હું એક્દમ ઓકે. આજે દિશાનો ફોન આવ્યો હતો, એણે ઘણું બધું કહ્યું."

વિશ્વા: "ઓહો, હો. આટલી બધી ખુશી. અને અમે માનવાચક બની ગયા. એવું તો શું કહીં દીધું મારીબેસ્ટ એ !"

હું : "અરે ભૂલથી બોલાઈ ગયું, દિશા એ પોતાની જિંદગી શેર કરી અને સ્નેહ સાથેની લાગણીઓ."

વિશ્વા: "ઓહો ! શું વાત છે. સારું કહેવાય મળી ગયા ને બધા જવાબ ? ક્યારનો ઉતાવળ કરતો હતો !"

હું: "હા, મળી ગયા. કેવી ગજબની લાગણી છે દિશાને સ્નેહ માટેની, આવું તો માત્ર વાર્તાઓમાં હોય. આજે જ્યારે એની સાથે વાત કરી ત્યારે એ લાગણીઓ અનુભવી. કેટલો નસીબદાર છે સ્નેહ. આવો પ્રેમ અને આવી અવિરત લાગણીઓ તો કોઈક ને જ મળે !"


વિશ્વા: "હા, નસીબદાર તો છે જ છતાં ક્યાં સ્નેહને આ બધું ધ્યાનમાં આવે છે. એને તો પોતાનો વ્યવસાય જ દેખાય છે. પણ આશા રાખીએ કે દિશાને એનો સ્નેહ એમજ મળી જાય. હું એટલેજ કહેતી હતી તને, કે દિશાને દુખી ના કરતો."

હું: "એ વાત તે સાચી કહી ડિયર. એના દુઃખમાં વધારો ના કરવો જોઈએ. હું પ્રયત્ન કરીશ મારા શબ્દો કે મારા ગુસ્સાથી ક્યારેય એને દુખી ના કરું ! અને હમેશાં એને બિનશરતી અને અવિરત સાથ આપવાનો !"

વિશ્વા :"ગુડ મેરા બચ્ચા, આમજ રહેજે. તું તો ડાહ્યો ડમરો થઈ ગયો લાગે છે. કેવી સારી સારી વાતો કરે છે."

હું: "જા ને, કંઈ પણ ના બોલ.. ચાલ, હવે હું ફોન મૂકું મારે થોડું કામ છે. આ તો દિશા સાથે વાત થઈ એ શેર કરવા જ ફોન કર્યો હતો."

વિશ્વા: " ઓકે, જય શ્રી કૃષ્ણ."

હું: "જય શ્રી કૃષ્ણ."


આટલી વાત પતાવી મેં ફોન મૂક્યો અને ફરી ઊંડા વિચારોમાં ઉતરી ગયો. જેને હું પતંગિયું કહેતો હતો એનું આ અંતરનું સત્ય જાણી હું એક્દમ હલી ગયો હતો. ક્યાંક ખુશી એ વાતની હતી કે દિશા એ મારા પર વિશ્વાસ કરી મને એ લાયક સમજ્યો કે એની જિંદગી શેર કરી શકે અને સાથે દુખ હતું કે મારી ખાસ મિત્ર કે જેની તરફ હું ખેંચાઈ રહ્યો હતો, જેની સાથે મારો લાગણીસભર સંબંધ હતો એ આજે દુખી હતી ! આજે આ પતંગિયાંના ગહન રંગો જાણવા મળ્યા હતા. અમારી મૈત્રી વધારે ઘેરી થઈ રહી હતી અને સાથે એક નવી વાત શીખવા મળી કે સંબંધ ગમે તેવો હોય ગેરસમજની એક પળ એને વેર વિખેર કરી નાખે છે !


રાત્રે સુતા પહેલા મેં દિશાને એક મેસેજ કર્યો.

"આજની આ તમારી મારા પ્રત્યેની લાગણીઓ જોઈ મન ખુશ થાય છે,

મારા પર કરેલો તમારો અનેરો વિશ્વાસ મન મોહી જાય છે,

હું સાથે છું, હતો અને રહીશ હમેશાં જીવનના અંત સુધી,

પણ, મને તમારો પણ એવોજ સાથ મળશે એ સમજાતું જાય છે.

ગુડનાઇટ, જય શ્રી કૃષ્ણ..."

દિશાનો મારા પ્રત્યેનો આ વિશ્વાસ જોઈને આજે મન રાહત અનુભવાતીહતું. સાથે મનમાં એક પ્રશ્ન પણ થતો હતો કે, આ કોઈ નવા અધ્યાયની શરૂઆત તો નથી ને ?


શું ફરી દિશાને સ્નેહ મળશે ?

અનંત અને દિશા હવે કેવી મિત્રતા નિભાવશે ?


Rate this content
Log in

Similar gujarati story from Romance