Rohit Prajapati

Romance Others

5.0  

Rohit Prajapati

Romance Others

અનંત દિશા ભાગ - ૧૫

અનંત દિશા ભાગ - ૧૫

8 mins
295


આપણે ચૌદમાં ભાગમાં જોયું કે દિશા પોતાનું મન અનંત સામે ઠાલવે છે અને અનંત પણ એને સાથ આપે છે. દિશા અનંતને શાંતિથી વાંચવાનું કહે છે અને અનંત એ વાંચીને સમજી જાય છે કે દિશા કેમ આ બધું મારા માટે શોધી લાવે છે. છતાં અનંતનો ગુસ્સો અને સ્વભાવ એવોજ રહે છે.


હવે આગળ...

હું દિશાને જોઈતી બૂક કાજલ ઓઝાની 'દ્રૌપદી' ક્યારે લાવવી એ વિસામણમાં પડ્યો. ત્યાંજ મનમાં એક વિચાર આવે છે કે મારો એક મિત્ર સ્ટેશનરીનું કરે છે અને દર બે દિવસે એ ગાંધી રોડ જતો જ હોય છે. મેં એને ફોન કરીને આ ત્રણે બૂક દ્રૌપદી, મધ્ય બિન્દુ, યોગ વિયોગ લાવી આપવાનું કહ્યું. એણે કહ્યું સારું કર્યું તે કહ્યું, હું અત્યારે ગાંધી રોડ પર જ છું. હું બૂક સ્ટોર પર જઈ તને ફોન કરું. થોડી જ વારમાં એનો ફોન આવે છે અને એ કહે છે કે દ્રૌપદી અને મધ્ય બિન્દુ છે પણ યોગ વિયોગ નથી. મેં કહ્યું ઓકે તું પેલી બે બૂક તો લેતો આવ એ ફરી કોઈવાર.


આટલી વાત થતાં મનમાં હાશ થઈ કે ચાલો બૂક તો આવી જશે અને દિશાને પણ મળાશે. એ બહાને તો હું એને કામમાં આવી શકીશ ! દિશાને પણ સારું લાગશે કે કોઈ એને આમ સાથ આપી રહ્યું છે એ વાતથી. સાથે સાથે એના જીવનમાં મારું વધી રહેલું સ્થાન પણ મને મનમાં ખુશી આપી રહ્યું હતું. ત્યાંજ અચાનક મોબાઇલ માં વિશ્વા નો ફોન આવ્યો.


વિશ્વા: "અનંત... જલ્દી આવ... અનંત..."

ક્યારેય અશાંત ના થતી વિશ્વા આજે ડરેલી લાગી...

હું:"અરે, શાંત થા... શું થયું એ બોલ.. હું અહીંજ છું, સાથેજ છું !"

વિશ્વા: "મમ્મી ને એક્દમ જ ગભરામણ થઈ અને પલંગ પરથી પડી ગયા, કાંઈજ બોલતા નથી. ખબર નથી પડતી શું થયું ! હું અહીં સોલા સિવિલમાં ૧૦૮માં લઈ આવી. તું જલ્દી આવ. પ્લીઝ જલ્દી આવ !"

હું: "હા ડિયર, હાલ જ હું નીકળું છું, તું ચિંતા ના કર. મારો એક મિત્ર ત્યાં જ ડોક્ટર છે. હું એને ફોન કરું છું એ તરત જ ત્યાં તારી સાથે પહોંચી જશે અને તને મદદ કરશે. ત્યાં સુધીમાં હું પણ આવી જઈશ."

વિશ્વા: "ઓકે, જય શ્રી કૃષ્ણ. "


મેં આટલું બોલતાની સાથે જ મારા એ ડોક્ટર મિત્રને સંપર્ક કર્યો અને પરિસ્થિતિથી વાકેફ કર્યો. હું પણ ફટાફટ હોસ્પિટલ જવા માટે નીકળ્યો. હજુ રસ્તામાં પહોંચ્યો જ હતો ને ત્યાંજ વિશ્વાનો ફોન આવ્યો કે 'અનંત ખોટી ઉતાવળ ના કરતો, શાંતિથી સંભાળીને આવજે. તારા ડોક્ટર મિત્ર તરત આવી ગયા હતા. ખુબજ સરસ સ્વભાવ છે, એમણે તરત મદદ કરી અને હવે મમ્મીને સારું છે.'


થોડી વારમાં હું પણ હોસ્પિટલ પહોંચી ગયો. એમની તબિયત થોડી સારી લાગી. વિશ્વા તો મને જોઈને તરતજ ભેટી પડી અને બોલી મારી દુનિયા તો મારી મમ્મી જ છે. હું ડરી ગઈ હતી કે એને કઈ થઇ જશે તો મારું શું થશે ! એમનું BP લો થઈ ગયું હતું. પણ હવે નોર્મલ છે.


મેં એને સાંત્વના આપતા કહ્યું કે, "હું છું ને ડિયર !"

મને પણ હવે હાશ થઈ. કારણ કે મેં વિશ્વાને ક્યારેય આટલી વ્યથિત જોઈ નહોતી.


આજે રૂબરૂ જોયા પછી સમજાયું કે પોતાના સ્નેહીને તકલીફ પડે ત્યારે ગમે તેટલું સ્થિર માણસ પણ વ્યથિત થઈ જાય છે. વિશ્વાનું આવું રૂપ મેં પહેલીવાર જોયું હતું. મને એ વાતનું આશ્વાસન હતું કે હમેશાં મને સંભાળતી વિશ્વાને હું સંભાળી શક્યો હતો ! મારાથી આવી પરિસ્થિતિમાં સ્થિર રહેવું પણ શક્ય બન્યું હતું. એ ઉપરથી એક બીજી વાતનો પણ મને ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ અંગત વ્યક્તિને આપણા સહારાની જરૂર હોય ત્યારે ગમે તેવા નરમ હૃદયની વ્યક્તિ પણ મજબુત બનીને સહારો આપી શકે !


મેં દિશાને પણ ફોન કર્યો અને આ સ્થિતીથી વાકેફ કરી. દિશા એ કહ્યું કે ;એ સાંજે અહીં આવે છે અને વિશ્વા સાથે રોકાશે.' ત્યારે મેં એને જાણ કરી કે 'હોસ્પિટલથી તો હમણાં રજા આપી દેવાના છે.' એટલે દિશાએ કહ્યું કે 'એ સાંજે ફોન કરી સીધી વિશ્વાના ઘરે પહોંચશે.' આટલી વાત કરીને મેં ફોન મૂક્યો.


મારા મનમાં આવા સમયમાં પણ દિશાને મળી શકવાની વાતથી એક અલગ એહસાસ થઇ ગયો. એટલામાં પેલા મિત્રનો ફોન આવ્યો કે 'તારી બૂક દ્રૌપદી અને મધ્યબિન્દુ આવી ગઈ છે. મારી મમ્મીને આપીને રાખું છું. તને જ્યારે સમય મળે ત્યારે ઘરેથી લઇ લે જે.' મનમાં થયું કે સમય પણ આજે સાથ આપી રહ્યો છે ! આંટીની તો હવે કોઈ જ ચિંતા રહી નથી. એટલે ફરી એકવાર વિશ્વા અને દિશા સાથે યાદગાર પળો મળશે. અને જ્યારે હું દિશાને બૂક આપીને સરપ્રાઇઝ કરીશ ત્યારે એના ફેસ પર જે ખુશી થશે એ જોવા લાયક હશે !


એટલામાં જ વિશ્વા આવી, એણે કહ્યું કે 'હવે મમ્મીને રજા આપી દેવામાં આવી છે. ડોક્ટરે દવાઓ લખી આપી છે એ દરરોજ લેવાની છે અને મહિનામાં બે વાર બી.પી. ચેક કરાવતું રહેવાનું છે. હું મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈને આવ્યો. વિશ્વા અને આંટીને કેબમાં બેસાડ્યા અને હું મારું બાઈક લઈને વિશ્વનાં ઘરે જવા રવાના થયા. મનમાં એક જ વાત ચાલતી હતી કે આજે ફરી અમે ત્રણ ભેગા થઈશું અને સારો સમય પસાર કરવા મળશે !


ઘરે પહોંચ્યા અને ત્યાંજ વિશ્વા એ કહ્યું કે દિશાનો ફોન આવ્યો હતો. એ રાત્રે આવવાની છે અને રાત અહીંયા જ રોકાશે તો તું પણ આવજે. આપણે વાતો કરીશું અને હા રાતનું જમવાનું અહીંજ રાખજે."


હું તરત જ માની ગયો. સાચું કહું તો મને બહુજ ગમ્યું. હવે હું વિશ્વા અને આંટીને બાય કહીને ઘરે જવા નીકળ્યો. ઘરે જઈ મમ્મી પપ્પાને આ ઘટનાથી વાકેફ કર્યા અને હું ફ્રેશ થવા ગયો. સાંજે હું મારા મિત્રના ઘરેથી દ્રૌપદી અને મધ્યબિન્દુ બૂક લઈને વિશ્વાના ઘરે જવા નીકળ્યો.


વિશ્વાના ઘરે પહોંચી પહેલા તો મેં આંટીની ખબર પૂછી અને રસોડામાં ગયો. ત્યાં દિશા, વિશ્વાને રસોઈમાં મદદ કરતી હતી. મેં વિશ્વાને કહ્યું કે 'હવે આને છૂટી મૂક મારા માટે, તો હું થોડીક વાતો કરી લઉં.' એમ કહી હું પણ ત્યાંજ એમની સાથે રસોડામાં જ ખુરશી લઈને બેસી ગયો.


"આ સુંદર ઘડી જોઈ મને મનમાં રાહત થઈ,

ફરી આ પતંગિયાંને મળી દિલને હાશ થઈ,

શું આ કોઈ સંજોગ કે મનમાં આવ્યો આ વિચાર,

કે કોઈ જીવનના નવા તબક્કાની શરુઆત થઈ."


મનમાં આવુંજ કાંઈક વિચારતા હું ફરી એમની સાથે વાતોમાં પરોવાયો. દિશાની આંખોમાં ચમક જાણે કાંઈક કહી રહી હતી. વાતો વાતોમાં એ મારામાં જાણે ભળી રહી હતી. ખબર નહી કેમ, પણ આજે મને આવા જ વિચારો આવતા હતા.


મેં દિશાને આંખ બંધ કરવા કહ્યું અને દ્રૌપદી અને મધ્યબિન્દુ બૂક એના હાથમાં મૂકી. એ તો મારી સામે જોઈ જ રહી. મને 'થેંક્યું' કહ્યું અને બોલી 'તું હજુ એવોજ છે જેવો પહેલી વખત મળ્યો હતો. હમેશાં મારા માટે દોડીને કામ કરે છે. તું આમજ સાથ આપતો રહેજે.' મેં એના હાથમાં હાથ મૂક્યો અને 'હા' કહી. અમે બંને આ જ સ્થિતિમાં થોડીવાર બેસી રહ્યા. દિશા જાણે થોડી બદલાઈ હોય એવું લાગ્યું. અને કદાચ એની મારા તરફની લાગણીઓ પણ.


અમારી આ વાતો વચ્ચે મેં વિશ્વાની ખામોશી જોઈ. મને લાગ્યું શું થયું હશે. એટલે મેં તરતજ વિશ્વાને પૂછ્યું કે શું થયું ?

વિશ્વા: એ કહ્યું, "કાંઈજ નહીં, આ તો થોડી મમ્મીની ચિંતા."

પણ મને એ માન્યામાંના આવ્યું કારણ કે હું વિશ્વાને બહુ સારી રીતે ઓળખું છું. એ મનમાં કાંઈક વિચારી રહી હતી. હું વાતોમાં દિશામય બનતો જતો હતો. સાથે સાથે મારું ધ્યાન વિશ્વામાં પણ હતું અને મને એ બેધ્યાન લાગી. જાણે કોઈ ઊંડા વિચારોમાં ગરકાવ.


એટલામાં જ રસોઇ તૈયાર થઈ અને અમે બધા સાથે જમ્યા. ડાઇનિંગ ટેબલ પર બહુ બધી વાતો કરી. અને રાત્રે પણ મોડે સુધી અમે વાતો કરતા રહ્યા. પણ આટલા વર્ષોની વાતોમાં અને આજની વાતમાં બહુજ ફરક હતો. હું દિશા તરફ જાણે ખેંચાતો જતો હતો અને સામે દિશા પણ મારામાં વધુ ધ્યાન આપતી હોય એવું લાગતું. બધાથી મુખ્ય વાત એ હતી કે સ્નેહ જાણે આજે ગાયબ હતો. હા, એ જ સ્નેહ જે દિશા માટે એક્દમ ખાસ હતો ! જાણે એનો શ્વાસ હતો ! બીજી તરફ મને વિશ્વાની ખામોશી પણ વિચારવા મજબૂર કરી રહી હતી કે આ શું થઈ રહ્યું છે !

આ જ બધી અવઢવ અને રોમાંચ કરે એવી વાતો પુર્ણ કરી હું ઘર તરફ આવવા રવાના થયો. દિશા તો આજે વિશ્વા સાથે રોકાવાની હતી એટલે એની કોઈ ચિંતા નહોતી અને વિશ્વાની મમ્મી ને પણ સારું હતું.


"આ આજની રાત, એની સાથે કરેલી વાત,

રોમાંચિત કરતી મુલાકાત, અણધાર્યો એનો સાથ,

મને જાણે મારાથી દૂર કરી જાય છે, એટલેજ

મારું મન જાણે મારાથી વધુ એનું બની જાય છે. "


રાત્રે બહુજ મોડું થઈ ગયું હતું. દિશા અને વિશ્વા સાથે વાત કરતા કરતા સમય ક્યાં પસાર થઈ ગયો ખબરજ ના રહી. મનમાં ઘણા સવાલો પણ ઊભા થયા હતા. આટલા વર્ષમાં મેં પહેલીવાર દિશાને એક અલગ નજરથી જોઈ હતી અને સામે દિશા માટે પણ એવુંજ લાગ્યું કે જાણે આ અમારો લાગણીઓનો સંબંધ મિત્રતા કરતાં કાંઈક વિશેષ હતો. બીજી તરફ વિશ્વાનો ચહેરો પણ કાંઈક કહી રહ્યો હતો પણ એ વાત હું સમજી નહોતો શક્યો કે શું થઈ રહ્યું છે ? પણ થયું કાંઈક તો છે જ વિશ્વાના મનમાં, આ મારું દરેકે સ્થિતિમાં સહજ રહે એ લાગણીનું વિશ્વ નથી.


ઘરે પહોંચીને રાત્રે સુતી વખતે થયું લાવ જોવું દિશા ઓનલાઇન હોય તો વાત કરું. મારું મન મને એ તરફજ ધકેલી રહ્યું હતું. આખરે મનની જીત થઈ અને મેં દિશાને મેસેજ કર્યો.


હું: "કેમ છે ડિયર ?"

દિશા? "હું ઓકે, પણ તું કેમ જાગે છે હજુ. સવારે જોબ પર નથી જવાનું ? દોઢ વાગ્યો છે."

હું: "હા, જવાનું તો છે પણ મનમાં થયું લાવ તારી સાથે વાત કરું, તને ઓનલાઇન જોઈ એટલે મેસેજ કરી દીધો. પણ તું કેમ જાગે છે ડિયર !"

દિશા: "હમણાં સુધી તો વિશ્વા સાથે વાત કરતી હતી, પણ પછી હું વિચારોમાં હતી અને યાદ આવી ગઈ સ્નેહની."

હું:  "હા, હવે વાત થઈ. મને થયું આજે તે સ્નેહને કેમ યાદ ના કર્યો !"

દિશા: "બે કારણ હતા. એક તો હું થોડી આગળ વધવા માંગુ છું અને બીજું તું નથી સમજી રહ્યો પુરી રીતે મને, મારી સ્નેહ સાથેની લાગણીઓને !"

હું: "ઓહ, એવું છે." મનમાં વિચારોનું વાવાઝોડું ફરી વળ્યું.

દિશા: "સારું ડિયર, હવે સુઈ જઈએ જોરદાર ઊંઘ આવે છે. ગુડ નાઇટ... જય શ્રી કૃષ્ણ."

હું: "હા ડિયર, ગુડનાઈટ, જય શ્રી કૃષ્ણ."


આ વાત પુર્ણ થતાંજ વિચારો એ મનને ઘેરી લીધું કે શું હું સમજી નથી રહ્યો દિશાની લાગણીઓ ! શું ખબર શું વાત હશે ? પણ એક વાત ચોક્કસ છે કે હું એવોજ છું અને મને દિશા એ મારા માટે કરેલા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હોય એવું લાગ્યું. આ જ વિચારોમાં મોડે સુધી ઊંઘ ના આવી અને અનંત વિચારોમાં હું ઘેરાઈ ગયો.


શું અનંત દિશા તરફ ઢળી રહ્યો હતો કે દિશા અનંત તરફ ?

શું ચાલી રહ્યું હતું વિશ્વાના મનમાં, શું કોઈ નવી લાગણીઓનો ઉદય થયો હશે ?


ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance