Rohit Prajapati

Drama

3  

Rohit Prajapati

Drama

અનંત દિશા ભાગ - ૧૪

અનંત દિશા ભાગ - ૧૪

7 mins
343


અત્યારે દિશા ને શું કામ હશે એમ વિચારીને એના મેસેજ નો જવાબ આપ્યો.

હું "બોલ ને દિશા, શું થયું? કેમ આટલી મોડે સુધી જાગે છે..!!"

દિશા "તને સવાલ બહુ કરવા જોઈએ. એમજ મેસેજ કર્યો. કાંઈ ખાસ કામ નહોતું, પણ હા કામ તો હતુંજ."

હું "હા તો બોલો બોલો, આમ શરમ ના રાખશો."

દિશા "બહુ આઈ મોટી શરમ વાળી. એક તો ખુબ મજા આવી તારી આ પાર્ટી માં. ખુબ સરસ જગ્યા હતી અને ખુબ સરસ પાર્ટી પણ થઈ. સાચું કહું તો તમારા બંને સાથે હું ખુબજ સારી રીતે ભળી ગઈ છું. મને ગમે છે આવો પોતાનાનો સાથ. જેને સમજવું જોઈએ એ સમજતું નથી, પણ તમે બંને ખુબ સરસ સાથ આપી રહ્યા છો. થેંક્યું વેરી મચ ફોર બીઇંગ અ પાર્ટ ઓફ માય લાઇફ"

હું "અરે અરે, સાચું બોલ, તું રડે છે ને..!? પણ સાચું કહું, મને પણ બહુ ગમ્યો આ તારો સાથ. સાચેજ એક પળ એવું થઈ ગયું કે જુદા પડવું જ નથી."


દિશા "હા, થોડું મન ભરાઈ આવ્યું. એવું થયું કે સ્નેહ સાથે ક્યારે આવા પળો માણવા મળશે..!! ક્યારેય એ મળશે કે નહીં..!! આવા વિચારોથી મન ઘેરાઈ ગયું. એટલે થયું કે તારી સાથે વાત કરું, મન શાંત થાય એટલા માટે."


હું "સારું કર્યું મારા સાથે વાત કરી એ. મને પણ ગમ્યું. પણ આવું, અચાનક, આટલું બધું..!!??"

દિશા "એક તો તારી પાર્ટી અને મારા માટેની એટલે કે એક મિત્ર માટેની આટલી બધી લાગણીઓ...!!! એનાથી હું પ્રભાવિત થઈ. અને બીજું આ "શાંતનું" નો છેલ્લો ભાગ. "

હું " શાંતનું..!! અરે આ વળી શું..!!? "

દિશા " શાંતનું એ નવલિકા છે. સિદ્ધાર્થ છાયા લિખિત... આ   e book છે. Matrubharti પર એમની આ બૂક છે જે હું ઓનલાઇન વાંચતી હતી. મને એ શાંતનું જે લીડ પાત્ર છે, એણે એની મિત્રતા જે અંત સુધી નિભાવી એ વાંચી આજે એવું થઈ ગયું કે સ્નેહ તો મને ક્યારેય નહીં મળે પણ તું સાથ આપીશને...!? મને અંત સુધી..!! આમજ મિત્રતા નિભાવીશ ને, મારી સાથે અંત સુધી..!!??"


હું "હું અનંત છું. આમજ આવોજ રહીશ અંત સુધી. જ્યારે પણ યાદ કરીશ મને આવોજ દેખીશ. તું પણ સાથ આપીશ ને આવો મારો...!!??"

દિશા "હવે હું ઓકે છું. હા, હો...મારે આ ભૂત જોઈએ અંત સુધી, અને હું તો રહીશ જ તને આમજ પરેશાન કરવા...હા પણ, ડિયર મારી ઇચ્છા છે તું આ બૂક વાંચે એટલેજ ખાસ તો અત્યારે યાદ કર્યો હતો."

હું "ચોક્કસ, હું આ બૂક વાંચીશ. આમપણ તું કહે એટલે એ બૂકમાં કાંઈક તો ખાસ હોય જ."

દિશા "ગુડ બોય. અને હા ડિયર, મારે કાજલ ઓઝા ની અમુક બૂક જોઈએ છે.... દ્રૌપદી, મધ્ય બિન્દુ, યોગ વિયોગ."

હું "મળી જશે. ક્યારે લાવી આપું..!!?"

દિશા "બહુ ઉતાવળ નથી, એક એક કરીને લાવજે. આમપણ બધી સાથે વાંચી શકાય નહીં. પણ તું શાંતનું વાંચજે પાછો ભુલી ના જતો. હવે મને ઊંગ આવે છે. હું સુઈ જાઉં. જય શ્રી કૃષ્ણ."

હું "હા, ઓકે. જય શ્રી કૃષ્ણ."


હવે મારી ઊંઘ ઉડી ગઈ હતી, દિશા ની લાગણીઓ સાંભળીને. અને હું શાંતનું ડાઉનલોડ કરવામાં લાગી ગયો. એના બધા જ ભાગ ડાઉનલોડ કરી નાખ્યા. સાથે મનમાં વિચાર આવતો હતો કે દિશા નો સ્નેહ માટેનો કેવો પ્રેમ છે ક્યારેય ઓછો થતો નથી અને પેલા ને આની કોઈ પડી નથી. મનમાં સ્નેહ ને ગાળો બોલાઈ ગઈ. દિશા સાથ આપશે જીવનભર એ જાણી ખુબજ ખુશી મળી. કારણ કે, હું એ વાત જાણતો હતો કે વિશ્વા એક દિવસ તો બ્રમ્હા કુમારીમાં જવાની જ છે. એણે એટલું બધું કર્યું છે મારા માટે તો હું એને રોકી શકવાનો નથી. પણ હવે દિશા સાથે છે એટલે જિંદગી થોડી સરળ રહેશે. આવું બધું વિચારતાં ક્યારે ઊંઘ આવી ખબર જ ના રહી.


સવારે નોકરી જતી વખતે વિશ્વા જોડે વાત કરી અને દિશા જોડે જે વાત થઈ હતી એ કહી.


વિશ્વા પણ મારી વાત સાથે થોડી સહમત હતી કે સ્નેહ દિશા માટે બરાબર નથી. પણ એ દિશા ને દુખી જોવા નહોતી ઇચ્છતી એટલે મને કહ્યું કે, "તું કાંઈ બોલતો નહી, દિશા ને એનો પ્રયત્ન કરવા દેજે. શું ખબર કદાચ જિંદગી ફરીથી એને સાથ આપે..!! હું, તારી લાગણી સમજુ છું પણ સમય ઉપર મૂક, બધું સારું જ થશે..."

વિશ્વાએ, એ પણ કહ્યું કે કાલે પાર્ટી માં બહુજ મજા આવી. અને આ એ બંને નું સહિયારું પ્લાનિંગ હતું કે મને આવો યાદગાર દિવસ આપવો.

મેં કહ્યું કે, " હા સાચેજ મારો યાદગાર દિવસ હતો. રાતે દિશા પણ ફોન પર મને છેલ્લે સુધી સાથ આપવાનું કહેતી હતી. મારા માટે તો તારો અને દિશા નો સાથ એટલે જાણે હું પુર્ણ થઈ ગયો...!!!"

મારો આજનો દિવસ ખુબજ ખુશી થી ભરેલો રહ્યો, કારણ હતું કાલનો યાદગાર અવિસ્મરણીય દિવસ.

આજે શનિવાર હતો એટલે સાંજે જમીને સૂવાનું કોઈ ટેન્શન હતું નહીં. એટલે હું શાંતનું વાંચવા બેસી ગયો. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને સમજાતું ગયું કે આ બૂક દિશા ને કેમ ગમી હશે. શનિવાર ની રાત્રે જ આખી બૂક ના બધાજ ભાગ વાંચી લીધા. હું આવોજ હતો ક્યારેય ધરપત રહેતી નહી. એટલે આ બૂક પણ એમજ વાંચી ગયો.


કેટલો સરળ સ્વભાવ હતો શાંતનું નો. એના પિતા સાથે, મિત્ર અક્ષય સાથે, મિત્ર અનુશ્રી સાથે અને એના જીવનમાં આવેલા બધાજ પાત્રો સાથે એક્દમ સહજ બની ને સંબંધ નિભાવ્યો. સામેના પક્ષે એના પિતા એને મિત્ર ની જેમજ રાખતા છતાં શાંતનું નું એમની પ્રત્યેનું માન સન્માન અદ્ભૂત હતું...!!! મિત્ર અક્ષય સાથે ભાઈ જેવોજ સંબંધ નિભાવ્યો એની વાઇફ સાથે પણ એવોજ સહજ સંબંધ... સામેના પક્ષે અક્ષય તો શાંતનું ને મોટાભાઈ જ કહેતો હતો અને માત્ર કહેવા માટે જ નહીં પણ અદ્ભૂત રીતે મિત્રતા નિભાવી.


આ કહાની નું એક બીજું મુખ્ય પાત્ર હતી અનુશ્રી, શાંતનુંની મિત્ર... અનુશ્રી અને શાંતનું ની મિત્રતા અને એમની લાગણીઓ અદભૂત હતી...!!! સમય સંજોગો પ્રમાણે શાંતનુએ એની સાથે સંબંધ નિભાવ્યો. અનુશ્રી ના જીવનમાં આવેલા બધાજ સુખ દુખમાં સાથ આપ્યો. અનુશ્રી ઇન્ડિયા માં રહી કે વિદેશમાં પણ શાંતનું ની મિત્રતા અને અનુશ્રી માટેની લાગણીઓ ક્યારેય ઓછી ના થઈ. અનુશ્રી ના બીજી વ્યક્તિ જોડે થયેલા લગ્ન થી થયેલી દીકરીને પણ શાંતનું એ અદ્ભૂત સ્નેહ આપ્યો....!!! છેવટે અનુશ્રી અને એની દીકરી ને જીવનભર સાથ આપી શકે એ માટે એ અનુશ્રી સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગયો.


આવા અદ્ભૂત અને અલૌકિક લાગણી સભર સંબંધો અને શાંતનું નો દરેકે દરેક પાત્ર સાથે સહજ રીતે નિભાવેલો સ્નેહ જોઈ ક્યારેક હું લાગણી સભર બની રડતો હતો અને ક્યારેક ખુશ થતો હતો... જાણે હું પોતે એ લાગણીઓમાં વહી રહ્યો હતો...!!!

મનમાં એવું અનુભવી રહ્યો હતો કે હું તો ક્યાંય કોઈ સંબંધ નિભાવી જ ના શક્યો..!! માત્ર ને માત્ર મારી કોઈ સ્વાર્થ વૃત્તિ સંતોષી હોય એવું લાગી રહ્યું હતું. કારણ કે, હું ક્યારે પણ કોઈને અનહદ દુ:ખ આપી દેતો હતો. કદાચ એ જ એક કારણ પણ હોઈ શકે દિશા નું મને આ બૂક વાંચવા કહેવાનું. દિશા ની અપેક્ષા કદાચ વધી હશે આ મિત્રતા જોઈને મારી પાસેથી મિત્રતા મેળવવાની. આમતો દિશા જાણતી જ હતી મારા સ્વભાવની મર્યાદા. કદાચ એ એવું પણ વિચારતી હોય કે હું આવો સહજ બનું. સંબંધો સહજ રીતે નિભાવું. બીજા ને ખુશ રાખુ અને હું પોતે પણ ખુશ થાઉં.


જેમ જેમ સમય વીતતો જતો હતો મારી દિશા પ્રત્યેની લાગણીઓ અને સન્માન વધતું જતું હતું. અને એની સ્નેહ સાથેની વ્યથા પણ હું થોડી સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો.

આ બૂક વાંચીને હું સમજી રહ્યો હતો કે દિશા ને શું જોઈએ. રવિવારે સાંજે મેં દિશાને ફોન કર્યો અને કહ્યું કે મેં શાંતનું વાંચી લીધી. એ તો અવાક થઈ ગઈ. આટલા બધા પાર્ટ એકજ દિવસમાં. મેં કહ્યું એ સ્ટોરી એ મારા ઉપર પકડ જ એવી બનાવી કે હું વાંચતો જ રહ્યો. અનુભવતો જ રહ્યો. સાથે વાતવાતમાં મારા થી બોલાઈ ગયું કે સ્નેહ જે તારી સાથે કરી રહ્યો છે એ મને બરાબર નથી લાગતું. એ તારા યોગ્ય નથી. એ તારા પ્રેમ અને લાગણીઓ ના લાયક નથી.


આ વાત સાંભળતા જ એ ગુસ્સે થઈ ગઈ સાથે નારાજ પણ. કારણ કે, એને એવું લાગ્યું કે શાંતનું વાંચ્યા પછી પણ હું એને સમજી ના શક્યો..!! એનો પ્રેમ, એની લાગણીઓ સાચેજ મારી સમજ બહાર હતા. એને ત્યાંજ વધુ દુ:ખ લાગતું કે મારી જિંદગીનો અગત્યનો વ્યક્તિ- મારો મિત્ર મને નહીં સમજે તો કોણ સમજશે..!! પણ હું આવોજ હતો મનમાં આવે એ કહી દેતો એક્દમ સહજ ભાવે. એમાં પણ દિશા કે વિશ્વા હોય તો ખાસ. મેં એને મનાવી અને એક બે દિવસમાં એને કાજલ ઓઝા ની બૂક દ્રૌપદી લાવી આપવાનું કહ્યું.


મનમાં એક વિષાદ હમેશાં રહેતો કે હું ક્યારેય કોઈને ખુશ નહીં રાખી શકું..!! મન ભરાઈ ગયું ખરાબ વિચારોથી. તરતજ મેં વિશ્વા સાથે ફોનમાં વાત કરી અને આ બધી વાતો કરી. એણે સહજ ભાવે માત્ર એટલુંજ કહ્યું કે જ્યાં આપણે લાગણીઓ થી જોડાયેલા હોઈએ ત્યાં આવું વધુ થાય. એક વાત તું હમેશાં યાદ રાખજે અમુક સંબંધોમાં દુ:ખી થવાનું એકજ કારણ હોય જ્યારે ખુશ થવાના અનેક..!! એટલે તારે ખુશ થવાના કારણો શોધીને એમાંજ ખુશ રહેવા પ્રયત્ન કરવાનો. એક દુખ જતું રહેશે સાથે નવા અનેક સુખ આવતા રહેશે. દિશા તારી કોઈ એકાદ વાતથી દુ:ખી હોઈ શકે પણ હું જાણું છું કે એ તારાથી ખુશ બહુ થઈ છે.

વિશ્વા ની આવી વાતો સાંભળી મન હલકું થયું અને ફરી રૂટીન લાઇફ માં મન પરોવ્યું. શાંતનું જેવો સહજ બનવા પ્રયત્ન કરવાનું મનમાં વિચાર્યું. સાથે મનમાં એક વિચાર આવી ગયો કે વિશ્વા કેટલી ઠરેલ છે..!! કોઈપણ સ્થિતિમાં એ આમ શાંત અને સહજ કેવી રીતે રહી શકે છે..!!


***Rate this content
Log in

Similar gujarati story from Drama