Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Rohit Prajapati

Drama Romance


3  

Rohit Prajapati

Drama Romance


અનંત દિશા ભાગ - ૧૦

અનંત દિશા ભાગ - ૧૦

7 mins 253 7 mins 253


આપણે જોયું નવમા ભાગમાં કે કમ્પ્યુટર ની માહિતી લીક કરવાવાળુ તો કોઇ મળ્યું નહીં પરંતુ સ્નેહ અને દિશા ની વચ્ચેનો સંબંધ પ્રભાવિત થઈ ગયો. એક નાની અમથી વાતપણ કેવી સંબંધોને અસર કરે છે એ આપણે જોયું. આટલો બધો પ્રેમ, સપનાઓ ની વચ્ચે અટવાઈને રહી ગયો...!!! અને સ્નેહ, દિશા વચ્ચે એક મોટી રેખા અંકાઈ ગઈ. હવે જોઇએ આપણે સ્નેહ, દિશા, અનંત, વિશ્વા આ બધા આપણને ક્યાં લઈ જાય છે.


હવે આગળ........


આમને આમ અમારો લાગણી ભર્યો સંબંધ આગળ વધી રહ્યો હતો. મારા માટે હવે દિશા ને જોવાની નજર બદલાઈ ગયી હતી...મતલબ હવે મૈત્રી સિવાય એમાં અહોભાવ પણ ભળ્યો હતો અને એટલે જ હવે હું એની કેર પણ વધુ કરતો થઈ ગયો હતો. હું એના થકી ઘણું શીખી રહ્યો હતો. એનો બુક્સ અને ગઝલ વાંચવાનો શોખ એમજ અક્બંધ રીતે આગળ વધી રહ્યો હતો. આ અરસામાં હું પણ થોડો સમજુ થઈ રહ્યો હતો એટલે કે દિશા એ સૂચવેલી બુક્સ ને વાચી ને સમજતો થયો હતો પણ હજુ ગઝલ મારા વિષય બહારની વસ્તુ હતી. થોડી હું વાંચી ને સમજતો થોડી દિશા મને સમજાવતી... ક્યારેય એ કોઈપણ વાતમાં ના પાડતી નહી. હમેશાં સ્પેશિયલ ટાઇમ આપી મને એ તૈયાર કરતી એમ માનો કે મારું ઘડતર કરતી. લાગણીઓ તો મારામાં પહેલેથી જ હતી પણ એણે મને સમજાવ્યું કે શબ્દો વગર લાગણીઓ અધૂરી છે, એવી જ રીતે કે જેમ આકાર આપ્યા વગર હીરો. આમજ એ હમેશાં મને સાથ આપી રહી હતી. અને અમે એકબીજા સાથે જોડાઈ રહ્યા હતા.


એક દિવસ દિશાનો ફોન આવ્યો.

દિશા..."ગુડમોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. "

હું..." જય શ્રી કૃષ્ણ, કેમ છે ડિયર..!? "

દિશા..." હું એક્દમ મજામાં, તું કેમ છે? મારે એક કામ છે તારું... મારે એક બૂક જોઈએ છે. "

હું..." હું એક્દમ મજામાં, બોલ ને ,કઈ બૂક જોઈએ છે...??"

દિશા... "કેટલાએ સમયથી એ બૂક લેવી છે પણ હું સમય ફાળવી શકતી નથી. શું તું મારું આ કામ કરીશ..??"

હું..." હા ડિયર, તું બોલ, હું ચોક્કસ કરીશ...!! મારા માટે ના પાડવાનું કોઈ કારણ નહોતું. "

દિશા... "મારે, સાત પગલાં આકાશમાં, લેખિકા કુંન્દનિકા કાપડિયા" આ બૂક જોઈએ છે. "

હું..." ઓકે ડિયર, સમજી લે આ કામ થઈ ગયું. "

દિશા..." હા, એ તો હું જાણું છું. એટલેજ મેં તને કહ્યું.. "

હું..." સરસ, ચાલ હું ફોન મૂકું. મારે થોડું કામ છે.. જય શ્રી કૃષ્ણ.. "

દિશા..." ઓકે, જય શ્રી કૃષ્ણ... "


આમ તો હું તો બહુ ઓછી બૂક વાંચતો હતો એટલે આ બૂક ક્યાંથી મળશે એ મારા માટે પ્રશ્ન હતો. હું નેટ પર સર્ચ કરવા લાગ્યો અને મને નવભારત સાહિત્ય મંદિર માં બૂક અવેલેબલ છે એવું જાણવા મળ્યું. મેં ફોન પર પણ માહિતી અને સરનામું લીધું અને હું બૂક લઈ આવ્યો.


મેં દિશા ને ફોન કર્યો અને બૂક મળી ગઈ છે એવું કહ્યું. એ તો જોરદાર ખુશ થઈ એ બોલી... "યાર તું તો જબ્બર છે તે બે દિવસમાં કામ કરી દીધું...!!! અરે વાહ! તેં તો મને એકદમ ખુશ કરી દીધી...!!! હવે એક્દમ ઉતાવળ કર. મારાથી નહીં રહેવાય તું જલ્દી આપી જા."


મેં પહેલીવાર દિશા ના ઘરે જવાનું નક્કી કર્યું. અને હું એના ઘરે જવા નીકળ્યો. આ આટલા સમયમાં પહેલી વખત હતું જ્યારે હું દિશાને એના ઘરે મળવાનો હતો. એ પણ માત્ર હું અને એ. એના બતાવેલા સરનામે હું પહોંચી ગયો. આમપણ ગાંધીનગર માં ગ્રીનરી જોવા મળેજ પણ દિશાએ ખુબજ સુંદર છોડવાઓ થી ઘર સજાવી રાખ્યું હતું. મન એક્દમ ખુશ થઈ ગયું. જેવો હું દરવાજે ગયો અને ડોરબેલ વગાડી ત્યારેજ જાણે મારા ધબકારા તેજ થઈ ગયા. એને જોવાની એને મળવાની અધિરાઈ હમેશાંની જેમ એવીજ હતી. એની પાસેથી જાણે હું જિંદગી જીવતા શીખી રહ્યો હોવ એવું લાગી રહ્યું હતું. જેવો દિશાએ દરવાજો ખોલ્યો મનમાં જાણે રચના રચાઈ ગઈ, દિલની આરજુ જાણે પુરી થઈ ગઈ.


"આ અપ્રતિમ સુંદરતા જાણે મોહી ગઈ,

જિંદગી જીવંત કરવા જાણે તું આવી ગઈ,

આમજ રહેજે ખુશ, ખુશખુશાલ અપાર,

આમજ રહેશે સાથ આપણો અનંત દિશામય...!!!"


હું આમજ ખોવાયેલો હતો...

ત્યાંજ દિશા બોલી.. "ઓય ક્યાં ખોવાઈ ગયો...!!"

મેં કહ્યું, "નહીં તો... અહીંયા જ છું."

દિશાએ મને બેસવા કહ્યું અને બેસીને પહેલું કામ મેં દિશા ને બુક આપવાનું કર્યું. બૂક જોઈ દિશા જાણે ગાંડી થઈ ગઈ. ખુશી થી પાગલ. એના ચહેરા પરની ખુશી જોવા લાયક હતી. કોઈ નાના બાળકને ગમતું રમકડું લાવી આપીએ અને જે ખુશી દેખાય એવી જ જાણે...!!!  

મારે યાદ કરાવું પડ્યું, દિશા... "હું પણ આવ્યો છું, ખાલી બૂક જ નથી આવી."

ત્યારે વળી એણે મારી સામુ જોયું અને મારો આભાર માનતા થેન્ક્સ કહ્યું.

મેં કહ્યું, "એક તરફ ખાસ મિત્ર કહે છે અને બીજી તરફ થેન્ક્સ કહે છે આ તારું થેન્ક્સ રિટર્ન."

અને અમે બંને હસી પડ્યા.

પછી મેં કહ્યું," હવે પાણી પીવડાવો તો સારું છે. છેક આટલા દૂરથી આવ્યો તો તરસ પણ લાગી છે."

તરતજ દિશાએ મને પાણી પીવડાવ્યું અને અમે બેસીને થોડી વાતો કરી. ખાસ હું એના ચહેરા પરની ખુશી જોઈ રહ્યો હતો અને એ ખુશી ત્યારે બેવડાઈ જતી જ્યારે એ સ્નેહની વાત કરતી...!!! મારે તો પહેલીવાર જ એવું થયું કે દિશાએ રૂબરૂમાં સ્નેહની વાત કરી હોય. એ બોલે જ રાખતી હતી અને હું એની એ ખુશી જોઈ ખુશ હતો. જાણે જિંદગીમાં પહેલી વખત એવું લાગ્યું કે હું કોઈના કામમાં આવ્યો...!!! બાકી તો ગુસ્સો જ કર્યો અને બધાને દુખીજ કર્યા છે.

થોડીવાર વાતો કરીને એ મારા માટે ચા, નાસ્તો લઈ આવી. ખાસ મારા માટે નાસ્તો બનાવી રાખ્યો હતો. ચા નાસ્તો કર્યાં પછી થોડી વાતો કરી અને અને છૂટા પડ્યા.

મારા માટે આ મુલાકાત અત્યાર સુધીની યાદગાર મુલાકાતો માં ની એક હતી. નીકળતી વખતે એણે મને એક ડબ્બો આપ્યો અને બોલી ખાસ તારા માટે બનાવ્યું છે. હું ડબ્બો ખોલવા ગયો તો મને ત્યાંજ રોકી લીધો, "અહીંયા નહીં, પછી જોજે."


અને હું ત્યાંથી નીકળી ગયો.

પણ આ મન ક્યાં રોકાવાનું હતું જેવો એના ઘરેથી બહાર નીકળ્યો મેઈન રોડ ઉપર આવી એક વૃક્ષ નીચે બાઇક ઊભું રાખ્યું અને ડબ્બો ખોલ્યો... અંદર જોયું તો મારી પસંદ નો સિંગપાક. મન ખુશ થઇ ગયું આ જોઈ ને. ખુબ સરસ દેખાતો હતો અને એમાં પણ કાજુ, બદામ ચાર ચાંદ લગાવી રહ્યા હતા. તરતજ મન લલચાઈ ગયું અને મેં એક ટુકડો મોઢામાં મુક્યો. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સોફ્ટ અને એકદમ ટેસ્ટી સીંગપાક હતો. તરત જ મેં દિશા ને ફોન જોડ્યો...


હું... "વાહ, મજા આવી ગઈ...!!!"

દિશા... " શેની મજા આવી...? શું બોલે છે તું...? કંઈ ખબર પડે એવું બોલ."

હું... "અરે સિંગપાક ખાવાની, તને મળવાની, તારી સાથે ચા નાસ્તો કરવાની... બધુંજ અદ્ભૂત અને અવિસ્મરણીય...!!!"

દિશા... "લો બોલો... ના પાડી, તો પણ ડબ્બો ખોલી જ નાખ્યો. ખાસ તારા માટેજ બનાવ્યો હતો સિંગપાક, કેવો લાગ્યો...!!??"

હું... "એક્દમ મસ્ત, મજા આવી ગઈ ખાવાની, બહુ દિવસે ખાવા મળ્યો.."

દિશા... "તને ભાવ્યો એટલે બસ, તે મારી ઘણા વખતની અધૂરી ઇચ્છા પૂરી કરી તો હું આટલું પણ ના કરું મારા મિત્ર માટે..!!!"

હું... "હા, કરો કરો, હું તો કહું છું કે રોજે રોજ કરો...!!! હા હા હા..."

દિશા... "જા રે, કોણ નવરું છે? આ તો દયા આવી કે આટલા દૂર થી આવ્યો તો લાવ એના માટે કંઇ કરું..."

હું... "ખુબ સરસ.. આમજ સાથ આપજે, ચાલ હું જાઉં મોડું થાય છે, જય શ્રી કૃષ્ણ.."

આમ કહી હું ઘરે આવવા નીકળી ગયો. પણ મનમાં તો એ જ યાદો વાગોળતો હતો અને ખાસ સિંગપાક નો સ્વાદ અને સોડમ પણ.


આમજ રોજ નવા અધ્યાય સાથે અમારી મિત્રતા આગળ વધતી હતી. મને પણ હવે પુર્ણ વિશ્વાસ હતો કે દિશા ક્યારેય મારો સાથ નહીં છોડે. છતાં કોઈકવાર મારો ગુસ્સો જ મને ડરાવતો કે ક્યાંક હું એને ગુસ્સામાં દુખી કરી ખોઈ તો નહીં નાખું ને..!!! પણ હમેશાં એ વાત વાળી લેતી અને મને સમજાવતી અને સાથ આપતી.


"જીવનનું એ જ તો એક સત્ય છે, 

કોઈ કારણ વિના જીવન એક અધુરું સ્વપ્ન છે..!!

હું નહીં હોય આ જીવનમાં તો ચાલશે, 

પણ આપણા સાથ વિના જીવન જાણે અશક્ય છે..!!"


અમારા મળ્યાના થોડા દિવસ પછી વિશ્વા નો ફોન આવ્યો. કટ કરી ને મેં એને કોલ બેક કર્યો.

વિશ્વા "કેમ છે ? આજકાલ તો જાણે ભુલી ગયો છે !"

હું "અરે, ના એવું નથી થોડો કામમાં વ્યસ્ત હોવ છું."

વિશ્વા "ખોટું ના બોલ, દિશા એ કહ્યું તું એને મળવા ગયો હતો અને મને કહ્યું પણ નહીં...?"

હું "મળવા નહીં, બૂક આપવા અને મેં કહ્યું હતું કે હું બૂક લાવી આપવાનો છું."

વિશ્વા... "બધું એકજ કહેવાય, દિશા નો ફોન આવ્યો હતો. એ બહુ ખુશ હતી, એને બૂક તો ગમતી જ હતી પણ તેં જે સાથ નિભાવ્યો એ પણ ગમ્યો."

હું... "ઓહ ! એને મારો સાથ ગમ્યો એ મોટી વાત છે...!!! મને પણ ગમ્યું એની ઇચ્છા પૂરી કરી એને ખુશ કરવું."

વિશ્વા... "હા મારા બચ્ચા, એક્દમ સાચી વાત છે... સારું ચાલ હું ફોન મૂકું, જય શ્રી કૃષ્ણ.."

મેં પણ જય શ્રી કૃષ્ણ કહી ફોન મૂક્યો અને વિચારોમાં ખોવાઈ ગયો... આ વિશ્વા પણ કેવી છે...!!! કોઈપણ અપેક્ષા વિના મારી સાથે જોડાયેલી છે જાણે મારો સાથ આપવા જ મારી જિંદગી માં આવી હોય. કેટલા સહજ ભાવે હમેશાં સાથે રહે છે. કેટલો સરળ સ્વભાવ છે. એટલે જ કહું છું કે, "વિશ્વા મારું એક અદ્ભુત, અલૌકિક વિશ્વ છે. સદાય મારા માટે, મારી સાથે રહેતું મારું વિશ્વ."


"આ લાગણીઓ ના વિશ્વ ની શું યારી હતી...

એ મારા માટેજ જાણે સર્જાણી હતી...

દુનિયાથી ભલે એ રહેતી સદા એ લુપ્ત...

જાણે મારા માટે એ સદા સાથે જ હતી...!!! "


રાત્રે થોડીવાર દિશા સાથે વાત કરી અને ફરી એ જ યાદો તાજી કરી લીધી. દિશાએ કહ્યું કે જિંદગીમાં જ્યારે પણ કોઈપણ સારા પળો માણવા મળે માણી લેવાના વારંવાર એ પળો આવવાના નથી અને પછી જાણે થોડી વાર અટકી અને બોલી કે ખાસ એ પળ તો ક્યારેય પાછો આવતો જ નથી. આ બોલતી વખતે એનો અવાજ જાણે ઊંડાણ માંથી આવતો હોય એવું અનુભવ્યું મેં...!!! પણ કદાચ પછી એણે તરત જ પોતાની જાત ને સંભાળી લીધી અને મને કહ્યું કે એણે ખાસ મારા માટે એક બૂક એના કલેક્શન માંથી સિલેક્ટ કરી ને રાખી છે પણ અત્યારે એની એક મિત્ર જોડે છે, જે 2-3 દિવસ માં પાછી આપી જશે, અને એની ઈચ્છા છે કે હું એ બૂક વાચું. એને લાગ્યું કે મને પણ એ ગમશે. આવતા અઠવાડિયે જ્યારે વિશ્વા ના ઘરે અમે ભેગા થઈશું ત્યારે એ મને એ બૂક આપશે.


હું વિચારોમાં ખોવાયો કે એ કેવી બૂક હશે જે સ્પેશિયલ મારા માટે સિલેક્ટ કરી છે દિશાએ ? સારું ચાલો આવતા અઠવાડિયે તો ખબર પડી જ જશે. આમ કરી હું સૂવાની તૈયારીમાં પડ્યો.


**********


Rate this content
Log in

More gujarati story from Rohit Prajapati

Similar gujarati story from Drama