Kaushik Dave

Fantasy Inspirational Children

4.0  

Kaushik Dave

Fantasy Inspirational Children

અમૃતા

અમૃતા

2 mins
201


" બેબી,આજે ઘર સાચવી લેજે. આ તારા પપ્પાની તબિયત ફરીથી બગડી છે. એમને દવાખાને બતાવવા લઈ જવા પડશે..બસ એક કલાકમાં આવું છું. તારી નાની બહેનને સાચવજે.". અમૃતાની મમ્મી બોલી. 

"સારું , મમ્મી... તમે ચિંતા ના કરો. હું સાચવીશ."અમૃતા બોલી.

અમૃતાની મમ્મી એના પપ્પાને ડોક્ટરને બતાવવા ગયા.....આવતા વાર લાગી ત્યાં સુધીમાં અમૃતા એ ઘરનું નાનું મોટું કામ કરી લીધું. સાથે પોતાની નાની બહેનને પણ સાચવી. અમૃતા સાત વર્ષની છોકરી... નાનપણથી લાગણીશીલ. પોતાના પપ્પા મમ્મીની લાડલી. નાની ઉંમરે ઘરની જવાબદારી.

 છેલ્લા બે વર્ષથી એના પપ્પાને બિમારી આવી હતી...ઓફિસે જતા એના પપ્પા ઘણી વાર ચક્કર ખાઈને પડી જતાં..તેમજ યાદદાસ્ત પણ ભૂલી જતા. ઓફિસસ્ટાફના એના પપ્પાને ઘરે મુકી જતા.

એમ કહેવાય છે કે જ્યારે દુઃખ આવે ત્યારે એક સામટું આવે છે... અમૃતાના કુટુંબને એક વખત ખાવાના ફાંફાં પડી ગયા હતા. પણ..સુખે દુ:ખે સમય વિતાવતા....પણ... પછી.. પાડોસી માસીને ખબર પડતાં એ અવારનવાર ધ્યાન રાખે..અને આર્થિક મદદ રૂપ થતાં...અમૃતાની મમ્મીને પોતાની મોટી બહેન માનતા. 

સમાજમાં અમૃતાના પપ્પાની બિમારીના લીધે બધાએ સંબંધ ઓછો કરી નાખ્યો...પીઠ પાછળ એના મમ્મી અને પપ્પાની બુરાઈઓ કરવાની ચાલુ કરી. બે છોકરીઓ છે.. એટલે એ ભાઈનું મગજ છટક્યું છે...મગજની બિમારી છે.... કદાચ હવે સારું પણ નહીં થાય.

અમૃતા ભણવામાં હોશિયાર હતી...એ એની મમ્મીને ઘરકામમાં મદદ કરતી.. સાથે સાથે પોતાનો અભ્યાસ પણ કરતી. અમૃતા નાની હતી..પણ સમજદાર હતી.

 એ રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે મારા પપ્પાને સારું કરજો.. મારી મમ્મી પર આવેલા દુઃખને દૂર કરજો.

એ વખતે એણે ખમ્મા મારા વીરા.. ફિલ્મ ટીવી પર જોયું.

ત્યારથી જ્યારે એ એકલી હોય ત્યારે ગણેશને પ્રાર્થના કરતી..એમને પોતાના ભાઈ માનીને ગણેશજીને પોતાના ઘરે આવી કષ્ટો દૂર કરવા વિનંતી કરતી.

ભગવાને એની પ્રાર્થના સ્વીકારી...દસ વર્ષમાં એના પપ્પા પહેલાની જેમ સાજા સારા થયા.

હવે નિયમિત ઓફિસે જતા...એક દિવસ પ્રમોશન આવ્યું.... પગાર પણ વધી ગયો... હવે આર્થિક તંગી રહી નહીં..

 અમૃતા હજુ પણ ગણેશજીને પ્રાર્થના કરતી....અને... એક દિવસ એ પ્રાર્થનાનો ગણેશજી એ સ્વીકાર કર્યો.....સંકટ ચતુર્થીના દિવસે એના ઘરે નાના ભાઈનો જન્મ થયો...દેખાવે ગોળમટોળ... મોટા મોટા કાન.

 એનું નામ ભાગ્યેશ પાડ્યું. એની શ્રવણ શક્તિ ઘણી સારી.....અમૃતા ખુશ... પોતાના ભાઈ પાસે દર રક્ષાબંધન પર રાખડી બંધાવે.

 આમ કુટુંબના કષ્ટો દૂર થયા..આ દરમિયાન અમૃતા ગ્રેજ્યુએટ થઈ. એણે સ્વયં મહેનતે જોબ શોધીને આત્મનિર્ભર થઈ. હવે એ એના પપ્પાને પણ આર્થિક રીતે મદદરૂપ થતી.

જે લોકો દૂર ભાગતા હતા એ લોકો અમૃતાના પપ્પાની આવડતો, જ્ઞાન, હોશિયારીની પ્રશંસા કરતા થયા.

આજે અમૃતા પરણી ગઈ છે. એના ઘરે પણ બાળક છે......ને.....હા..એનો ભાઈ...પણ.. હવે ગ્રેજ્યુએટ થયો છે... .એનો ભાઈ એના પપ્પાને પણ મદદરૂપ થાય છે.

 અમૃતા હજુ ગણેશજી અને શ્રી કૃષ્ણના ભજનો બનાવે છે... ગણેશજીને વિનંતી કરે છે કે...એના ભાઈ માટે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy