અમેરિકા માં કોરેન્ટીન 2
અમેરિકા માં કોરેન્ટીન 2


આજ ત્રીજો દિવસ અમેરિકામાં. ભારત છોડ્યાનું દુઃખ રહ્યું કારણકે ભારતમાં સલામતી વધારે હતી. અમેરિકામાં 75,000 નો આંકડો વટાવી ગયો છે. મૃત્યુની સંખ્યા 2000 ઉપર થઈ ગઈ. ન્યુયોર્કની હાલત ખૂબ ખરાબ છે. કારણકે ન્યુયોર્ક ટુરિસ્ટનું હબ છે. ત્યાં હાલત ખૂબ ખરાબ છે. મેડિકલ સપ્લાય પણ નથી ડોક્ટર્સ અને નર્સ ખૂબ ખરાબ પરિસ્થિતમાં કામ કરી રહ્યા છે. એમના માટે દિલમાંથી દુઆ નીકળે છે. ન્યુયોર્કની હોસ્પિટલ્સ ભરાઈ ગઈ છે. મૃત્યુનું પ્રમાણ એટલું બધું છે કે મૃત્યુ પામેલાને દફનાવવા અને બાળવાની મુશ્કેલી છે. આજ જ્યારે મેં સમાચારમાં સાંભળ્યું કે મય્યતને દફનાવા માટે બેગની વ્યવસ્થા નથી જે બહાર બીજા દેશથી ઓર્ડર કરવી પડશે, ત્યારે દિલમાં ધ્રાસ્કો પડી ગયો. અલ્લાહનો આ કેવો કહેર ઉતર્યો છે, ડાયરી? શું આ અમારા કોઈ ગુનાહનું પરિણામ હશે?