Bhanu Shah

Tragedy

3  

Bhanu Shah

Tragedy

અમારો શું વાંક ?

અમારો શું વાંક ?

2 mins
145


સામાન્ય રીતે આપણે વાતચીતમાં કે લખવામાં નર અને નારી બે જ જાતિનો ઉલ્લેખ કરીએ છીએ. હજી એક એવો પણ વર્ગ છે જેમની સાથે કુદરતે રમત રમી છે અને અસ્તિત્વમાં આવ્યો ત્રીજો બિન -પરંપરાગત વર્ગ.

આવી જ રમતનો ભોગ બની છે આશા અને દિશા. બંને બાળપણથી જ બહેનપણીઓ હતી.

આખો દિવસ સાથે જ હોય. સ્કૂલમાં પણ એક જ બેન્ચ ઉપર બેસીને ભણતર પુરું કર્યું.

બાળપણ તો મૈત્રીમાં ખપી ગયું ત્યાં એમને કે એમનાં પરિવારને અણસાર સુધ્ધાં ન આવ્યો.

 જે ઉંમરે છોકરાં, છોકરીઓને વિજાતિય આકર્ષણ થાય છે. એવી કોઈ લાગણીનો અહેસાસ જ ન થયો.

હા, બંનેને એકબીજા વગર રહી ન શક્તા, હંમેશાં એકબીજાનો સાથ ઝંખતાં.

એમની સખીઓ એક પછી એક પરણવાં લાગી. આશા અને દિશાનાં પરિવારે પણ એ દિશામાં પ્રયત્ન તો શરુ કરી જ દીધેલાં પણ બેયને જરાય રસ નહોતો.

બંને રજાનાં દિવસે સાથે ફરવાં, ફિલ્મ જોવાં જતાં. મોડું થાય તો સાથે જ સૂઈ જતાં. એ તેમને ગમતું. બંનેનાં પરિવારજનો લગ્ન બાબત પૂછી પૂછીને થાક્યાં પણ બેમાંથી એકેય મગનું નામ મરી ન પાડતું. એમનાં પરિવારને શું જવાબ આપવો એ બાબત પણ બંને ચોક્ક્સ નહોતી.

   બંનેએ એક લેડી ડોક્ટરને મળવાનું નક્કી કર્યું અને પોતાની અવઢવને સમજવાની કોશિશ કરી. આશા અને દિશા તો સમજી શક્યાં પણ એમનાં મમ્મી પપ્પાને આ વાત ગળે ઉતારવાં માટે ઘણાં પ્રયત્નો અંતે કંઈક અંશે સમજાવી શક્યાં.

હવે બધાં આ બિન- પરંપરાગત સંબંધ માટે કુટુંબ અને સમાજનો સામનો કરવાં સજ્જ હતાં.

  " લોગ કયા કહેંગે"ની ઐસી તૈસી કરી ચાર જીવન બરબાદ થતાં બચાવ્યાં.

આશા,દિશા અને તેમનાં પરિવારે સમાજથી વિખૂટી પડી ગયેલી દીકરીઓને સહી રાહ પર જવાનો માર્ગ મોકળો કરી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy